________________
સુઘોષા ઘંટાનું વાદન
ततः शांते ध्वनौ तासा - मयमुद्घोषयत्यदः । તેવા: રૃવંતુ ગાજ્ઞામત્રામુત્ર હિતપ્રçાં ૫રૂદ્દા जिनजन्मोत्सवायेंद्रो मर्त्यलोके प्रतिष्ठते । ततस्तत्र भवंतोऽपि सज्जीभवत सत्वरं ॥१३७॥ मोदते च तदाकर्ण्य जिनभक्त्युत्सुकाः सुराः । इष्टं वैद्योपदिष्टं च न स्यात्कस्य मनः प्रियं ॥ १३८॥ ततो यानविमानाधि कारिणं पालकामरं ।
सज्जीकर्तुं विमानं द्रागाज्ञापयति वासवः ॥ १३९॥ जंबूद्वीपसमायाम - व्यासं पंचशतोच्छ्रितं । पालकाख्यं विमानं स्राक् सोऽपि निर्माय ढौकयेत् ॥१४०॥ तत्रैकैकं त्रिसोपानं प्रागुदग्याम्यदिये ।
स्तंभ तो मध्ये स्यात्प्रेक्षागृहमंडपः ॥ १४१ ॥ तस्मिन् रत्नपीठिकाया मध्ये सिंहासनं हरेः । सन्मौक्तिकेन विजय- दूष्येणालंकृतं भवेत् ॥ १४२॥
ઘંટાનો ધ્વનિ શાંત થતાં નૈગેમેષી દેવ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરે—‘‘હે દેવો ! તમે આ ભવમાં ને પરભવમાં હિતકારી એવી શક્રની આજ્ઞા સાંભળો −૧૩૬.
૨૭૫
જિનેશ્વરનો જન્મોત્સવ ક૨વા માટે ઈંદ્ર મૃત્યુલોકમાં જાય છે, માટે તમે પણ તેની સાથે જવા માટે સત્વર સજ્જ થઈ જાઓ.'' ૧૩૭.
આ પ્રમાણે શક્રાજ્ઞા સાંભળીને જિનભક્તિમાં ઉત્સુક એવા દેવો ઘણો હર્ષ પામે, ‘વૈદ્યે કહેલું અને ઈષ્ટ એવું વચન સાંભળીને કોના મનમાં પ્રીતિ ન ઉપજે ?' ૧૩૮.
પછી ઈંદ્ર યાનવિમાનના અધિકારી પાલક દેવને પાલક વિમાન સજ્જ કરવાની આજ્ઞા કરે. ૧૩૦. તે પણ તરત જ જંબુદ્વીપ સમાન (લાખ યોજન) લંબાઈ-પહોળાઈવાળું અને ૫૦૦ યોજન ઊંચું પાલક વિમાન તૈયાર કરીને લાવે. ૧૪૦.
Jain Education International
તે વિમાનમાં ચડવા માટે પૂર્વ, ઉત્તર ને દક્ષિણ બાજુ ત્રણ ત્રણ પગથીઆ હોય છે. તે વિમાનના મધ્યમાં સેંકડો રત્નના સ્તંભવાળો પ્રેક્ષાગૃહમંડપ હોય છે. ૧૪૧.
તેની મધ્યમાં રત્નમય પીઠિકા છે, તેની ઉપર મધ્યમાં ઉત્તમ મોતીઓથી તેમજ વિજયદૂષ્ય (વસ્ત્ર)થી અલંકૃત ઈંદ્રને બેસવાનું સિંહાસન છે. ૧૪૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org