________________
૨૭૪
કાલલોક-સર્ગ ૩૦ ततः पूर्वामुखः शक्रः शक्रसिंहासने स्थितः । चतुरश्चिंतयत्येवं जातोऽयं जगदीश्वरः ॥१२९॥ तज्जीतमेतदस्माकं त्रैकालिकमरुत्वतां । कार्यो यदर्हतां स्फीतो जन्मकल्याणकोत्सवः ॥१३०॥ इति निश्चित्य पादात्य-नायकं नैगमेषिणं । आकार्य ज्ञापयत्येवं स्व:पतिर्विनयानतं ॥१३१।। स्वर्गेऽस्मिन् सर्वदेवानां घंटावादनपूर्वकं । प्रस्थानं ज्ञापयास्माकं जिनजन्मोत्सवाय भोः ॥१३२॥ शिरस्यारोप्य तामाज्ञां स सुधर्मसभागतां । घंटां सुघोषां त्रिीरो वादयत्यन्विताभिधां ॥१३३॥ एतस्यां वादितायां द्राग् घंटाः सर्वविमानगाः । युगपन्मुखरायंते तादृग्दिव्यानुभावतः ॥१३४॥ शब्दाद्वैतमयः सर्वः स्वर्गः स्यानाकिनोऽपि च ।
त्यक्तान्यकृत्याः शक्राज्ञां शुश्रूषंत्यखिला अपि ॥१३५॥ પછી શુક્ર પૂર્વાભિમુખે પોતાના સિંહાસન પર બેસી, ચતુર એવો પોતે એમ વિચારે કે–જગદીશ્વર (તીર્થંકર) નો જન્મ થયો છે.” ૧૨૯.
ત્રણે કાળમાં થનારા ઈદ્રોનો એ આચાર છે, કે તેણે અરિહંતના જન્મકલ્યાણકનો ઉત્સવ બહુ સારી રીતે કરવો. ૧૩૦.
આ પ્રમાણે નિશ્ચય કરીને, પોતાની પદાતિ સેનાના નાયક નૈગમેથી દેવને બોલાવે અને નમસ્કાર કરતા એવા તે દેવને સ્વર્ગનો પતિ આ પ્રમાણે કહે કે –૧૩૧.
આ સ્વર્ગના સર્વ દેવોને ઘંટાવાદનપૂર્વક અમારું જિનજન્મોત્સવ માટે જવાનું જણાવો.૧૩૨.
તે દેવ ઈન્દ્રની આજ્ઞા મસ્તકપર ધારણ કરીને સુધર્માસભામાં રહેલી સાર્થક નામવાળી સુઘોષા ઘંટાને ત્રણ વાર વગાડે. ૧૩૩.
એ ઘંટા વાગવાથી તેવા પ્રકારના દિવ્યપ્રભાવથી, એ સ્વર્ગમાં રહેલા સર્વ વિમાનોની ઘંટાઓ સમકાળે વાગે. ૧૩૪.
એટલે આખું સ્વર્ગ શબ્દમય બની જાય અને સર્વ દેવો પણ બીજા સર્વ કાર્ય તજી દઈને ઈદ્રની આજ્ઞા શું છે, તે સાંભળવાને સાવધાન થઈ જાય. ૧૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org