SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ શકેન્દ્રનાં આસનનું કંપવું गोशीर्षचंदनैधांस्या-नाययंत्याभियोगिकैः । शरकारणिमाथेनो-त्पादयंत्यनलं नवं ॥१२२।। સંસ્યોદ્દીપચંત્યપ્રિ શનૈશ્ચર્તઃ જૈ: | चंदनानि ततो हुत्वा रक्षां कुर्वन्ति पावनां ॥१२३।। प्रभोश्च प्रभुमातुश्च रक्षापोट्टलिकां तया । बध्नंति ता दुष्टशाकि-न्यादिग्दोषघातिनीं ॥१२४॥ आस्फाल्य रत्नरचना-चित्रौ वृत्ताश्मगोलकौ । भूयाः शैलायुरित्याशी-गिरं संगिरते प्रभोः ॥१२५॥ प्रभुं करतले धृत्वा गृहीत्वांबां च बाह्ययोः । जन्मवेश्मनि शय्यायां नीत्वा गायति भक्तितः ॥१२६॥ एवं च दिक्कुमारिभिः कृते जन्मोत्सवे प्रभोः । सिहासनं सुरेंद्रस्य कंपते युधि भीरुवत् ॥१२७॥ सोऽप्यर्हज्जन्म विज्ञाय प्रयुक्तावधिचक्षुषा । उत्थाय विनयं प्राग्व-त्कुर्याच्छक्रस्तवावधि ॥१२८॥ પછી આભિયોગિક દેવ પાસે ગોશીષચંદનના લાકડાં મંગાવી શરક અને અરણિના મંથનવડે નવો અગ્નિ પ્રગટાવે. ૧૨૨. ચંદનના કાષ્ઠોવડે તેને પ્રદીપ્ત કરે. પછી તેમાં ગોશીષચંદન હોમી તેની પવિત્ર રક્ષા કરે. ૧૨૩. અને તે રક્ષાની બે પોટલી કરીને માતાને અને પ્રભુને હાથે દુષ્ટ શાકિન્યાદિનો દૃષ્ટિદોષ ન લાગે, તે માટે બાંધે ૧૨૪. પછી રત્નની રચનાવડે વિચિત્ર એવા પત્થરના બે ગોળા પરસ્પર અફળાવીને “હે પ્રભુ! તમે પર્વત સમાન દીર્ઘ આયુષ્યવાળા થાઓ.” એમ આશીષ આપે. ૧૨૫. પછી પ્રભુને કરસંપુટમાં લઈ માતાના હાથને ટેકો આપી તેમને જન્મગૃહમાં લાવી તેમને શાપર બેસાડે અને બધી દિઠુમારીકાઓ ભક્તિથી ગાયન કરીને પોતપોતાના સ્થાને જાય. ૧૨૬. ઈતિ દિઠુમારીકાકૃત જન્મોત્સવ. આ પ્રમાણે પ્રભુનો જન્મોત્સવ કરીને દિકુમારીકા જાય. એટલે યુદ્ધમાં બીકણની જેમ સુરેદ્રનું આસન કંપાયમાન થાય. ૧૨૭. એટલે અવધિજ્ઞાનવડે ઉપયોગ મૂકીને, પ્રભુનો જન્મ થયેલ જાણીને, આસનથી ઉઠી, શક્રસ્તવ કહેવા સુધી સર્વ પ્રકારનો વિનય પૂર્વવત્ કરે. ૧૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy