________________
२७५
वायुश्रीदेशदिक्षु स्यु- स्तस्माद्भद्भासनानि च । सामानिकानां चतुर - शीतिः सहस्रका इह ॥ १४३॥ पूर्वस्यां मुख्यपत्नीना - मष्टौ भद्रासनानि च । आग्नेय्यां द्वादश सहस्राण्यभ्यंतरपर्षदां ।। १४४।। चतुर्दश सहस्राणि याम्यां मध्यमपर्षदां । नैर्ऋत्यां षोडश सहस्राणि स्युर्बाह्यपर्षदां ॥ १४५ ॥ वारुण्यां सप्त सप्तानां सैन्येशानां सुधाभुजां । द्वितीये च परिक्षेपे आत्मरक्षकनाकिनां ॥ १४६॥ स्युः सहस्राणि चतुरशीतिः प्रत्याशमासनाः । सर्वे त्वेषां सषट्त्रिंशत्सहस्रं लक्षकत्रयं ॥ १४७॥ एषामात्मरक्षकाणामिति
ततस्तुष्टमनाः शक्रो रूपमुत्तरवैक्रियं । अर्हत्सेवार्हमुत्कृष्टं कृत्वा सर्वांगभूषितं ॥ १४८ ॥ गंधर्व नाट्यानीकाभ्यां गीतसंगीतमोदित: 1 शच्यादिभि: प्रेयसीभि-रष्टाभिः परिसेवितः ॥ १४९॥ प्रदक्षिणीकृत्य पूर्व- दिक्त्रिसोपानकाध्वना । प्रविश्य पूर्वाभिमुखो निषीदति महासने ॥ १५० ॥ त्रिभिर्विशेषकं ॥
તે સિંહાસનની વાયવ્ય, ઉત્તર અને ઈશાન દિશામાં ૮૪૦૦૦ સામાનિક દેવોના ૮૪૦૦૦ सिंहासनो छे. १४३.
કાલલોક-સર્ગ ૩૦
પૂર્વ દિશામાં મુખ્ય ઈંદ્રાણીઓના આઠ ભદ્રાસનો છે. અગ્નિકોણમાં ૧૨૦૦૦ અત્યંતર પર્ષદાના દેવોના, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૧૪૦૦૦ દેવોના અને નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૬૦૦૦ દેવોના, તપ્રમાણ ભદ્રાસનો છે. પશ્ચિમ દિશામાં સાત સેનાધિપતિઓના સાત ભદ્રાસનો છે. બીજા પરિક્ષેપમાં ચારે દિશામાં ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દેવોના મળીને કુલ ૩,૩૬,૦૦૦ ભદ્રાસનો छे. १४४-१४७.
Jain Education International
પછી સંતુષ્ટ મનવાળો ઈંદ્ર અરિહંતની સેવા કરવાને યોગ્ય ઉત્કૃષ્ટ એવું સર્વાંગભૂષિત ઉત્તરવૈક્રિય શરીર કરે અને ગંધર્વ તથા નાટ્યસેનાએ ગીત ને સંગીતવડે હર્ષ પમાડેલા તથા આઠ શચી વિગેરે ઈંદ્રાણીઓથી સેવાતા ઈંદ્ર, વિમાનને પ્રદક્ષિણા દઈને પૂર્વદિશાના ત્રણ સોપાનવડે ઉપર ચડી તે માર્ગે પ્રવેશ કરી પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે. ૧૪૮-૧૫૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org