________________
૨૪૫
પ્રથમ તીર્થંકરની ઉત્પત્તિ
ततो भगवतस्तस्य पाणिग्रहमहोत्सवं । कुर्याद्राज्याभिषेकं च स्वयमागत्य वासवः ॥३२०॥ नवयोजनविस्तिर्णा द्वादशयोजनायतां । शक्रः सुवर्णप्राकारां माणिक्यकपिशिर्षकां ॥३२१॥ धनधान्यसमाकीर्णो-तुंगप्रासादबंधुरां । निर्णय राजधानी द्राक् जगन्नाथाय ढौकयेत् ॥३२२॥ ततोऽसौ प्रथमो राजा राजनीति समर्थयेत् । तथा वर्णविभागांश्च चतुरश्चतुराशयः ॥३२३॥ गौतुरंगगजादीनां ग्रहं दमनशिक्षणे । युद्धशस्त्रप्रयोगादीन् नीती: सामादिकाः अपि ॥३२४॥
युग्मं ॥ काश्चित्पुनः समुत्पन्ने प्रथमे चक्रवर्त्तिनि ।। निधेर्माणवकाइंड-नीतयः स्युः परिस्फुटाः ॥३२५॥ भगिनीपरिभोगादीन् व्यवहारांश्च युग्मिनां । निवर्तयन्सोऽन्यगोत्र-जातोद्वाहादि दर्शयेत् ॥३२६॥
ત્યારપછી ઈદ્ર પોતે આવીને તે ભગવંતનો પાણિગ્રહણ મહોત્સવ અને રાજ્યાભિષેક કરે છે.૩૨૦.
પછી ઈદ્ર નવ યોજન પહોળી, બાર યોજન લાંબી, સોનાના ગઢ અને માણિક્યના કાંગરાવાળી, ધનધાન્યથી પરિપૂર્ણ, ઊંચા ઊંચા પ્રાસાદોથી વ્યાપ્ત એવી રાજધાની (અયોધ્યા) બનાવીને પ્રભુને અર્પણ ४३ छे. ३२१-3२२.
તેઓ પ્રથમ રાજા થાય છે. રાજનીતિ પ્રવર્તાવે છે અને ચતુર આશયવાળા તેઓ ચાર વર્ણોના વિભાગ પાડે છે. ગાય, ઘોડા, હાથી વિગેરેનો સંગ્રહ કરવામાં આવે છે. તેમનું દમન અને શિક્ષણ તથા યુદ્ધ, શસ્ત્રના પ્રયોગ વિગેરે અને સામાદિ ચાર પ્રકારની નીતિ શીખવે છે.૩૨૩-૩૨૪.
પહેલા ચક્રવર્તી ઉત્પન્ન થતાં માણવક નામના નિધાનમાંથી બીજી પણ કેટલીક દંડનીતિઓ પ્રગટ थाय छे.३२५.
પછી યુગલિકનો જે પોતાની સાથે જન્મેલી બહેનની સાથે પરિભોગરૂપ વ્યવહાર હતો, તેને બંધ કરીને અન્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે વિવાહ કરવાનું બતાવે છે.૩૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org