________________
૨૪૬
કાલલોક-સર્ગ ૨૯ दशानामपि वर्षाणां याम्यस्यार्द्धस्य मध्यमे । खंडे प्रथमतीर्थेशो व्यवस्थामिति दर्शयेत् ॥३२७॥ पंचस्वन्येषु खंडेषु तां जातिस्मरणादिभाक् । क्षेत्राधिष्ठाता देवो वा लोकनीतिं प्रवर्द्धयेत् ॥३२८॥ काश्चित्तु कालमाहात्म्या-त्प्रवर्तते स्वयं ततः ।
संप्रत्यपि युवा वेत्ति यथा बह्वप्यशिक्षितं ॥३२९॥ तथाहुरस्मद्गुरुपादसमुच्चिते श्रीहीरप्रश्नोत्तरे श्रीजगद्गुरवः-अत्रोत्तरभरतार्द्धऽपि जातिस्मरणादिभाक् क्षेत्राधिष्ठायकदेवो वा कश्चित्तत्र नीतिप्रणेता, कालानुभावतः स्वतो वा कियन्नैपुण्यं ગાયત્તે તિ |
जायतेऽस्मिन्नवसरे प्रथमश्चक्रवर्त्यपि । न्यायमार्ग दृढीकुर्या-त्स च षट्खंडसाधकः ॥३३०॥ एवं कृत्वा स भगवान् व्यवस्थासुस्थितं जगत् । वितीर्य वार्षिकं दानं चारित्रं प्रतिपद्यते ॥३३१।। स प्राप्य केवलज्ञानं देवमानवपर्षदि ।
दिशति द्विविधं धर्म यतिश्राद्धजनोचितं ॥३३२।। પાંચ ભરત અને પાંચ ઐરવતરૂપ દશે ક્ષેત્રમાં દક્ષિણબાજુના અર્ધભાગના મધ્યખંડમાં આ પ્રમાણે પ્રથમ તીર્થકર બધી વ્યવસ્થા બતાવે છે. ૩૨૭.
બાકીના તે દશે ક્ષેત્રના પાંચ ખંડોમાં જાતિસ્મરણાદિથી મનુષ્યો અથવા તે ક્ષેત્રના અધિષ્ઠાતા દેવો લોકનીતિ પ્રવર્તાવે છે.૩૨૮.
ત્યારપછી કેટલીક નીતિ તો કાળના માહાસ્યથી પોતાની મેળે જ પ્રવર્તે છે, જેમ અત્યારે પણ કેટલાક યુવાનો ઘણી બાબતો વગર શીખવ્યું પણ સમજી જાય છે તેમ ૩૨૯.
અમારા ગુરુમહારાજના કહેલા હીરપ્રશ્નોત્તરમાં તે જગદ્ગુરૂ કહે છે કે-“અહીં ઉત્તર ભરતાર્ધમાં પણ જાતિસ્મરણાદિવાળો મનુષ્ય અથવા ક્ષેત્રનો અધિષ્ઠાયક દેવ નીતિના પ્રણેતા થાય છે. કાળાનુભાવથી પોતાની મેળે પણ કેટલીક નિપુણતા પ્રાપ્ત થાય છે.”
તે અવસરે પ્રથમ ચક્રવર્તી પણ ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધીને તે ન્યાય માર્ગને દઢ કરે છે.૩૩૦.
આ પ્રમાણે ભગવાન જગતને વ્યવસ્થામાં સુસ્થિત બનાવીને પછી વાર્ષિકદાન આપી ચારિત્ર અંગીકાર કરે છે.૩૩૧.
તે પ્રભુ કેવળજ્ઞાન પામીને દેવ અને મનુષ્યોની પર્ષદામાં યતિ અને શ્રાવકને ઉચિત એવો બે પ્રકારનો ધર્મ ઉપદેશ છે.૩૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org