________________
કાલલોક-સર્ગ ૨૯
पंचेंद्रियाणां नपुंसकत्वेनैव युगलित्वं दुःश्रद्धानं, नपुंसकत्वमप्येषां दुर्वारं 'गब्भनरतिरिआ संखाउआ तिवेआ' इति वचनात् ।
૨૩૦
कालसप्ततिकायां तु
अवि सव्वजीवजुअला निअसमहीणाउ सुरगई तह य । थोवकसाया नवरं सव्वारयथलयराउमिणं ॥२२३॥ मणुयाउसमगयाई चउरंसहयादजा य अठ्ठेसा । गोमहिसुट्टखराइ पणंस साणाइ दसमंसा ૫૨૨૩C
उरभुअग पुव्वकोडि-पलियासंखंस खयरपढमारे । इत्युक्तं, तदत्र तत्त्वं बहुश्रुतगम्यं । मृतानां नास्ति संस्कारो युग्मिनामग्न्यभावतः । ततस्तेषां शरीराणि तदासन्नवनस्थिताः ॥ २२४॥ भाडाद्याः पक्षिणो द्राग्जगत्स्वाभाव्यतस्तथा । नीडकाष्ठवदादाय प्रक्षिपंत्यर्णवादिषु ॥ २२५ ॥ तदुक्तं श्रीमऋषभचरित्रे
-
पुराहि मृतमिथुन - शरीराणि महाखगाः । नीडकाष्ठमिवोत्पाट्य सद्यश्चिक्षिपुरम्बुधौ ॥ २२६ ॥
નથી. કારણ કે તેઓનું નપુંસકપણું દુર્વાર છે. કહ્યું છે કે-‘ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો સંખ્યાતા આયુવાળા ત્રણે વેદવાળા હોય છે.'
કાળસપ્તતિકામાં કહ્યું છે કે-‘સર્વ યુગલિક જીવો પોતાના આયુષ્ય સમાન અથવા હીન આયુષ્યવાળા દેવ થાય છે. તે અલ્પકષાયી હોય છે. સર્વ આરામાં થળચરોનું આયુષ્ય આ પ્રમાણે હોય છે. મનુષ્યના આયુ સમાન (સરખું) આયુષ્ય હાથીનું હોય છે. ઘોડા ચોથા ભાગના, બકરા આઠમા ભાગના, ગાય, ભેંસ, ઊંટ ને ગધેડા પાંચમા અંશના અને શ્વાન દશમા ભાગના આયુવાળા હોય છે. ઉપિર ને ભુજપરિનું ક્રોડ પૂર્વનું અને ખેચરનું પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુ પહેલે આરે હોય છે. આ બાબતમાં સત્ય શું છે ? તે બહુશ્રુતગમ્ય છે.૨૨૩B.C.
મરણ પામેલા યુગલિકના શરીરનો, અગ્નિનો અભાવ હોવાથી સંસ્કાર કરવામાં આવતો નથી; તેમના શરીરો તેની નજીક વનમાં રહેલા ભારંડ વિગેરે પક્ષીઓ તરત જ જગત્ સ્વભાવે માળાના કાષ્ઠની જેમ ઉપાડીને સમુદ્રાદિમાં નાંખી દે છે.૨૨૪-૨૨૫.
Jain Education International
શ્રીહેમચંદ્રાચાર્યકૃત ઋષભચરિત્રમાં કહ્યું છે કે-‘પૂર્વે મૃતમિથુનના શરીરોને મહાન્ શરીરવાળા પક્ષીઓ માળાના કાષ્ઠની જેમ ઉપાડીને તત્કાળ સમુદ્રમાં નાંખી દેતા હતા.૨૨૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org