________________
યુગલિક મરીને દેવ થાય
एतद्भवायुषा तुल्या-युषो न्यूनायुषोऽथवा । ते देवा: स्युर्युग्मिभवा - युष्कान्न त्वधिकायुषः ॥२२०॥ तिर्यंचोऽपि तदा ताह-ग्गुणाः कालानुभावतः । समापितायुषो यांति युग्मिनस्त्रिदशालयं ॥ २२१|| तिर्यक्षु युग्मिनश्च स्युः संज्ञिपक्षिचतुष्पदाः । तेषामेव ह्यसंख्यायु- ष्टया स्वर्गतिनिश्चयात् ॥ २२२ ॥ तथोक्तं - नरतिरि असंखजीवी सव्वे नियमेण जंति देवेसु । इति अन्येषां तु न युग्मित्वं नापि स्वर्गतिनिश्चयः । पूर्वकोटिप्रांतमायु- स्तेषामुत्कर्षतोऽपि यत् ॥२२३॥ गब्भभअजलयरोभयगब्भोरगपुव्वकोडि उक्कोसा ।
संमुच्छिपणिंदिथलखयरो - रगभुअग जिट्ठट्ठिइ कमसो ।
तथा
-
वाससहस्सा चुलसी बिसत्तरि तिपन्न बायाला ॥२२३॥
इति वचनात्, पूर्वकोट्यायुष्काश्च न युग्मिनः संख्यातायुष्कत्वादिति संभावयाम:, किंच-संमूर्च्छिम
૨૨૯
તે યુગલિકપણાના આયુષ્યથી સમાન અથવા ન્યૂન આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય છે, પણ અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થતા નથી.૨૨૦.
તે કાળે તિર્યંચો પણ કાળ સ્વભાવે તેવા ગુણવાળા જ હોય છે અને તેઓ પણ મરણ પામીને દેવગતિમાં જાય છે. તિર્યંચોમાં સંજ્ઞી એવા પક્ષીઓ એ ચતુષ્પદો યુગલિક થાય છે. તેઓ જ અસંખ્યાત વર્ષનું આયુષ્ય હોવાથી તેઓની દેવગતિ નિશ્ચયે હોય છે.૨૨૧-૨૨૨.
કહ્યું છે કે—, મનુષ્ય અને તિર્યંચ સર્વે અસંખ્ય વર્ષના આયુવાળા અવશ્ય દેવગતિમાં જ જાય
છે.'
તે સિવાયના બીજા તિર્યંચો યુગલિક હોતા નથી અને તેમનો સ્વર્ગે જવાનો નિશ્ચય પણ હોતો નથી, કેમકે તેમનું ઉત્કૃષ્ટથી પણ પૂર્વ કોટીનું જ આયુષ્ય હોય છે.૨૨૩.
ગર્ભજ ભુજપરિસર્પ, ગર્ભજ ઉ૨પરિસર્પ ને બંને પ્રકારના જલચરો (સંમૂર્ણિમ ને ગર્ભજ) પૂર્વકોટીના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય છે.
તથા સંમૂર્છિમ તિર્યંચ પંચેદ્રિય થલચર, ખેચર, ઉરપરિને ભુજપરિની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૮૪૦૦૭૨૦૦૦-૫૩૦૦૦ અને ૪૨૦૦૦ વર્ષની હોય છે. ૨૨૩૮.
આ વચનથી પૂર્વ કોટી સુધીના આયુષ્યવાળા યુગલિક હોતા નથી કારણ કે તેમનું આયુષ્ય સંખ્યાતું છે. આ પ્રમાણે અમે સંભાવના કરીએ છીએ. સંમૂર્છિમ પંચેંદ્રિય નપુંસક જ હોવાથી યુગલિક હોતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org