________________
૧૬૫
પોરસીનું પ્રમાણ જાણવાની રીત
याम्यायने धुवांकोऽस्ति यः पादद्वयलक्षणः । स्यात्तत्रैतावतो वृद्धौ पौरुष्यह्नि विवक्षिते ॥१०४९॥ सौम्यायने धुवांकोऽस्ति यश्चतुष्पादलक्षणः । ततश्चैतावतो हानौ पौरुष्यह्नि विवक्षिते ॥१०५०॥ युगस्य पर्वणि प्राज्ञ ! पंचाशीतितमे ननु । पंचम्यां स्यात्कतिपदा पौरुषीति वद द्रुतं ॥१०५॥ अतीतानामिह चतु-रशीतिर्यास्ति पर्वणां । षष्ट्याढ्या द्वादशशती सा स्यात्पंचदशाहता ॥१०५२॥ पंचम्यां पृष्टमिति च क्षिप्यते तत्र पंचकं । पंचषष्टियुतानीति शतानि द्वादशाभवन् ॥१०५३॥ षडशीतिशतेनैषां भागे लब्धाश्च षट् ततः । षड् गतान्ययनान्यस्ति सांप्रतं दक्षिणायनं ॥१०५४।। शेषमेकोनपंचाश-दधिकं शतमस्ति यत् । तस्मिंश्चतुर्गुणे पंच शताः षण्णवतिस्पृशः ॥१०५५॥
તિથિના રાશિને એક સો ને છયાશીથી ભાગતા જે શેષ રહ્યા હોય અથવા ભાગ નહીં ચાલવાથી જે મૂલ એક રહ્યો હોય, તેને ચારે ગુણી એકત્રીશે ભાગવા. ભાગમાં જે આવે તે આંગળ અને જે શેષ રહે તે આંગળના અંશ જાણવા. ૧૦૪૭–૧૦૪૮.
દક્ષિણાયનમાં જે બે પાદના ધ્રુવાંક છે. તેમાં તેટલા આગળ અને અંશની વૃદ્ધિ કરવાથી ઈષ્ટ દિવસે પોરસી આવે છે. ૧૦૪૯.
ઉત્તરાયણમાં જે ચાર પાદનો ધ્રુવાંક છે, તેમાંથી તેટલા આગળ અને અંશ બાદ કરવાથી ઈષ્ટ દિવસે પોરસી આવે છે. ૧૦૫૦.
ઉદાહરણ :- હે પંડિત ! યુગના પંચાશીમા પર્વમાં પાંચમની તિથિએ કેટલા પગલાની છાયાએ પોરસી થાય ? એનો ઉત્તર જલ્દી કહો.૧૦૫૧.
ઉત્તર :- અહીં જે ચોરાશી પર્વ વ્યતીત થયાં છે, તેને પંદરથી ગુણવાથી બાર સો ને સાઠ (૮૪૪૧૫=૧૨૬૦) થાય છે. તેમાં પાંચમની તિથિ વિષે પૂછેલું હોવાથી પાંચ ઉમેરવા; તેથી બાર સો ને પાંસઠ (૧૨૬૮૫=૧૨૬૫) થાય છે. તેને એક સો ને યાશીથી (૧૮૬) ભાગ દેતાં ભાગમાં છ આવે છે, (૧૨૫ - ૧૮૬=૬ અને ૧૪૯ શેષ) તેથી છ અયન વીતી ગયા છે અને હમણાં દક્ષિણાયન વર્તે છે, એમ જાણવું. ભાગાકાર કરતાં જે શેષ એક સો ને ઓગણપચાસ (૧૯) રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org