SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ त्रिंशता च दिनैश्चत्वारिंशमंशशतद्वयं । चतुर्भिरकषष्ट्यशै - स्तेनोना चतुरंगुली ॥। १०२६ ॥ अहोरात्रार्द्धस्य भाग-चतुष्कयस्यात्र योजने । सार्द्धया त्रिंशताह्नां स्यात्पूर्णांगुलचतुष्टयी ॥ १०२७॥ एक: पादस्त्रिभिर्मासे - वृद्धिहान्योर्भवेदिति । अयनेन च पूर्णेन भवत्येवं पदद्वयं ॥। १०२८ ॥ इदमर्थलेशतो नंदीवृत्त्यादौ । यत्तु ज्योतिष्करंडादौ वृद्धिहान्योर्निरूपिताः । चत्वारोऽत्रांगुलस्यांशा एकत्रिंशत्समुद्भवाः ।। १०२९ ॥ तात्पर्यभेदस्तत्रापि न कश्चिदिति भाव्यतां । यतस्तिथीन् पुरस्कृत्य तत्रेयं पद्धतिः कृता ।। १०३०॥ अहोरात्रान् पुरस्कृत्य पूर्वमुक्ता च पद्धतिः । हानिवृद्धिफलं त्वत्र न किंचिदपि भिद्यते ॥ १०३१ ॥ तथा ह्येकत्रिंशता स्यु- स्तिथिभिः परिपूर्णकाः । सार्द्धास्त्रिंशहोरात्रा - स्तच्च प्राक् सुष्ठु भावितं ॥१०३२॥ તથા ત્રીશ દિવસે એકસઠીયા બસો ને ચાળીશ અંશ વૃદ્ધિ અને હાનિ થાય છે; તેથી ચાર આંગળમાં એકસઠીયા ચાર અંશ ઓછા જેટલી વૃદ્ધિ અને હાનિ થાય છે.૧૦૨૬. બાકીના અર્ધ અહોરાત્રના એકસઠીયા ચાર અંશ તેમાં નાખવાથી સાડીત્રીશ દિવસે ચાર આંગળ પરિપૂર્ણ વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૭. એ રીતે ગણતાં ત્રણ માસે એક પાદ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે અને સંપૂર્ણ અયને (છ માસે) બે પાદ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૮. આ પ્રમાણે નંદીસૂત્રની ટીકાદિમાં આ અર્થ સંક્ષેપથી કહ્યો છે. જે જ્યોતિષ્કડંડાદિમાં આ વૃદ્ધિ અને હાનિની બાબતમાં એક આંગળના એકત્રીશીયા ચાર અંશ કહેલા છે, તેમાં પણ તાત્પર્યથી કાંઈ પણ ભેદ નથી—એમ જાણવું; કારણકે ત્યાં તિથિને આશ્રયીને એવી રીત બતાવી છે. ૧૦૨૯-૧૦૩૦. Jain Education International કાલલોક-સર્ગ ૨૮ ઉપર બતાવેલી રીત અહોરાત્રને આશ્રયીને કહી છે, તેથી અહીં વૃદ્ધિ અને હાનિના કાર્યમાં કાંઈ પણ ભેદ પડતો નથી. ૧૦૩૧. તે આ પ્રમાણે-એકત્રીશ તિથિવડે સાડીત્રીશ અહોત્ર પરિપૂર્ણ થાય છે, એમ આગળ સારી રીતે (વિસ્તારથી) સિદ્ધ કર્યું છે. ૧૦૩૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy