________________
પોરસીનું પ્રમાણ જાણવાની રીત
वृद्ध्यारंभश्चतुर्थेऽब्दे सप्तम्यां नभसः शितौ । माघकृष्णत्रयोदश्या आरभ्य च ततः क्षयः ॥ १०२२॥ नभ : शुक्लचतुर्थ्यां च वृद्ध्यादिः पंचमेऽब्दके । माघशुभ्रदशम्याच प्रारभ्य भवति क्षयः || १०२३॥ वृद्धौ क्षये च सतत - मंगलस्यैकषष्टिजाः । अष्टांशाः पंचभागोन - मंगुलं सप्तभिर्दिने ः || १०२४॥ सविंशतिशतं भागाः स्युः पंचदशभिर्दिनैः । एकषष्ट्यंशयुग्मोनं तैश्च स्यादंगुलद्वयं ।।१०२५॥
यत्तु - 'अंगुलं सत्तरत्तेण पक्खेणं तु दुअंगुलं ।' इत्युच्यते तद्व्यवहारत इति ज्ञेयं । श्रीउत्तराध्ययन सूत्रवृत्तौ च 'अंगुलं सत्तरत्तेणं' इत्यस्य व्याख्याने अंगुलं सप्तरात्रेण सार्द्धेनेति शेषो दृष्टव्यः इत्युक्तमस्ति, तथा चांगुलमेकैकषष्ट्यंशन्यूनमेव स्यादिति ध्येयं ।
૧૬ ૧
ચોથે વર્ષે શ્રાવણ વદ સાતમે વૃદ્ધિનો આરંભ થાય છે અને મહાવદ તેરશથી આરંભીને હાનિ થાય છે. ૧૦૨૨.
યુગના પાંચમે વર્ષે શ્રાવણ શુદી ચોથથી વૃદ્ધિ શરૂ થાય છે અને મહાસુદ દશમથી આરંભીને હાનિ થતી જાય છે. ૧૦૨૩
આ વૃદ્ધિ અને હાનિ પ્રતિદિન એક આંગળના એકસઠીયા આઠ અંશ જેટલી થાય છે, તેથી સાત દિવસે એક આંગળમાં પાંચ અંશ ઓછા જેટલી વૃદ્ધિ હાનિ થાય છે. ૧૦૨૪
પંદર દિવસે એક આંગળના એકસઠીયા એક સો ને વીશ અંશ જેટલી વૃદ્ધિ હાનિ થાય છે, તેથી બે આંગળમાં એકસઠીયા બે અંશ ઓછા જેટલી વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૫
અન્ય સ્થળે જે કહ્યું કે—‘‘સાત રાત્રિવડે એક આંગળ અને એક પખવાડીયે બે આંગળ વૃદ્ધિ અને હાનિ થાય છે.'' તે વ્યવહારથી કહ્યું છે—એમ જાણવું. શ્રીઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં—‘‘સાત રાત્રિવડે એક આંગળ.’' આ શબ્દોની વ્યાખ્યામાં—‘સાર્ધ એટલે અર્ધ સહિત સાત રાત્ર એમ (અર્ધશેષનો) અધ્યાહાર જાણવો'' એમ કહ્યું છે. આથી દરેક આંગળ એકસઠીયા એક અંશ ઓછું જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org