SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨) કાલલોક-સર્ગ ૨૮ मतांतरे च-वह्नि १ विरञ्चो २ गिरिजा ३ गणेशः ४, ___ फणी ५ विशाखो ६ दिनकृत् ७ महेशः ८ । दुर्गा ९ तको १० विश्व ११ हरि १२, स्मराश्च १३ शर्वः १४ शशी १५ चेति पुराणदृष्टाः ॥७६१॥ ___ एषां देवानां प्रतिष्ठादौ च तत्तत्तिथीनामुपयोगः, जिनस्य तु प्रतिष्ठादौ सर्वेऽपि तिथिनक्षत्रकरणक्षणानाम् शुद्धत्वे सत्युपयोगिन एव, तस्य सर्वदेवाधिदेवत्वादित्याद्यारंभसिद्धिवार्तिके । अहोरात्रतिथिनां च विशेषोऽयमुदीरितः । भानुत्पन्ना अहोरात्रा-स्तिथयः पुनरिंदुजाः ॥७६२॥ उक्तं च -सूरस्स गगनमंडल-विभागनिफाइया अहोरत्ता । चंदस्स हाणिवुढी-कएण निष्फज्जए उ तिही ॥७६२ALI किं च - अहोरात्रो भवेदोदयादऊदयावधि । પ્રાષ્ઠિતમાન-હોત્રિમિતા તિથિ: II૭૬ રૂા અમાવસ્યા તિથિના સ્વામી પિતૃ નામના છે. તેરશ અને ત્રીજનો સ્વામી વિત્તપ (કુબેર) છે–એમ કેટલાક કહે છે.૭૬૦; બીજો મત આ પ્રમાણે છે.–અગ્નિ ૧, વિરંચ, ૨, ગિરિજા (પાર્વતી) ૩, ગણેશ ૪, ફણી ૫, વિશાખ ૬, દિનકર ૭, મહેશ ૮, દુર્ગા ૯, અંતક ૧૦, વિશ્વ ૧૧, હરિ ૧૨, સ્મર ૧૩, શર્વ ૧૪ અને શશી ૧૫. આ પ્રમાણે પંદર તિથિઓના પંદર સ્વામી પુરાણમાં કહ્યા છે.૭૬૧. આ ઉપર કહેલા દેવોની પ્રતિષ્ઠા વિગેરે કાર્યમાં તે તે દેવની તિથિનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ જિનેશ્વરની પ્રતિષ્ઠાદિકમાં તો સર્વે તિથિઓ, નક્ષત્રો, કરણ અને ક્ષણો શુભ હોય, તો ઉપયોગમાં આવે છે; કેમકે જિનેશ્વર સર્વ દેવના અધિદેવ છે. ઈત્યાદિ આરંભસિદ્ધિની ટીકામાં લખ્યું અહોરાત્ર અને તિથિઓમાં આટલું વિશેષ કહ્યું છે કે–અહોરાત્રની ઉત્પત્તિ સૂર્યથી થાય છે અને તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે.૭૬૨. તે વિષે કહ્યું છે કે–સૂર્ય ગગનમંડળના વિભાગને ઓળંગે છે. તેને આશ્રયી અહોરાત્ર થાય છે અને ચંદ્રની હાનિ-વૃદ્ધિ વડે તિથિ ઉત્પન્ન થાય છે. ૭૬૨A. સૂર્યના ઉદયથી આરંભી ફરીથી સૂર્યોદય થાય ત્યાં સુધીનો અહોરાત્ર થાય છે અને એક અહોરાત્રના બાસઠમા ભાગે ન્યૂન તિથિ થાય છે.૭૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy