SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બતાવ્યું છે. કાળસપ્તતિકા ગ્રંથના આધારે તિર્યંચોના નામપૂર્વક તેમનાં આયુષ્યના વર્ણન પ્રસંગે બે મતો બતાવીને છેલ્લે પૂજ્ય ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે પણ આ બાબતનો ખુલાસો બહુશ્રુતગમ્ય કહીને, તે વિષયને ત્યાં જ સ્થગિત કરી દીધો છે. કાલલોક હવે જે યુગલિકો આયુષ્ય પૂર્ણ થયે મરણ પામે ત્યારે તેમના મૃતદેહનો નિકાલ ભારેંડ પક્ષીઓ કેવી રીતે કરે છે, તે તથા તે અંગે ઉત્પન્ન થયેલી શંકાઓનું નિવારણ જુદા-જુદા ગ્રંથો તથા ટીકાઓના આધારે કરેલ છે. એક વિશેષ ખુલાસો તથા સમજણ એ આપી છે કે પહેલા આરાના પ્રારંભથી અંત સુધી અનંત ભાગહીનતા સમયે-સમયે આવે છે. તે અંગે પ્રશ્નો તથા આગમના ખુલાસાઓ કરીને સમજાવ્યું છે. આ રીતે ૨૫૮ શ્લોક અને તેવી જ રીતે ઘણા આગમ પાઠો દ્વારા પહેલા આરાનું વર્ણન કરીને પછી બાકીના છ આરાનું વર્ણન ક્રમશઃ કરેલ છે. જ્યારે બીજો આરો શરૂ થાય છે ત્યારે પહેલા આરાના યુગલિકોથી અનંતગુણહીન લક્ષણાદિથી યુક્ત બીજા આરાના યુગલિકો હોય છે. અપત્યોના પાલનમાં પણ સમયની અધિકતા બતાવીને આ આરાના યુગલિકોના ૪ પ્રકાર બતાવ્યા છે. જ્યારે વૃક્ષાદિ ૧૦ પ્રકારનાં જ હોવા છતાં પણ ગુણમાં હીન હોય છે, તે બતાવી યુગલિકોની ઊંચાઈ, પાંસળી આદિનું પ્રમાણ બતાવ્યું છે. એ રીતે બીજા આરાનું કાળમાન કહીને ત્રીજા આરાનું વર્ણન કરેલ છે. ત્રીજા આરાના આદિ–મધ્ય—અંતિમ એમ ત્રણ ભાગ કરીને, તે ભાગની સ્થાપના આંકડાથી બતાવેલ છે. તેમાં તે યુગલિકો કેવી રીતે રહે છે ? અને અંતે કષાયોની ધીમે ધીમે ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે બતાવ્યું છે. ત્રીજા આરાના અંતે પ્રથમ કુલકરની ઉત્પત્તિ અને તેના કાર્યનું વર્ણન છે. ત્યાર પછી શ્રી તીર્થંકર પરમાત્માની ઉત્પત્તિ તથા તે તીર્થંકરો વ્યાવહારિક શિક્ષણ તથા ક્રમે-ક્રમે બહોંતેર તથા ચોસઠ કળાઓનું શિક્ષણ તથા પ મૂળ શિલ્પ અને બાકીનાં ગુરુના ઉપદેશથી કેવી રીતે થાય, તે બતાવેલ છે. ત્યારબાદ રાજ્યાભિષેક, રાજધાનીની રચના, ચાર વર્ણોનું વિભાજન—ગાય, ઘોડા આદિનો સંગ્રહ તથા સામ-દામાદિ નીતિના શિક્ષણનું વર્ણન છે. ત્યારબાદ ચક્રવર્તીનું ઉત્પન્ન થવું અને માણવક નિધાનનું પ્રકટન વિગેરે છે. તથા મધ્યના ખંડોના આધિપત્ય અંગે તથા બાકીના ખંડોના અધિષ્ઠાયક આધિપત્ય અંગે વર્ણન છે. પ્રથમ તીર્થંકર પરમાત્માનું ટૂંક દર્શન કરાવીને ત્રીજા આરાનું વર્ણન પૂર્ણ થાય છે. હવે ચોથા આરાનું વર્ણન કરતાં તેની વિશેષતાઓ તથા પ્રથમના આરાઓ કરતાં આ ચોથા આરાની ગુણહીનતા બતાવેલ છે. સાથોસાથ ચાર પ્રકારના મેઘનું વર્ણન કરીને ચોથા આરામાં થતી વૃષ્ટિ તથા તેના લાભોનું વર્ણન કરેલ છે. છેલ્લે ચોથા આરામાં થનારા ઉત્તમ પુરુષોની સંખ્યા બતાવીને સર્ગની પૂર્ણાહૂતિ કરી છે. પૂ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ સર્ગોમાં જે સંકલના કરી છે તે તેમની અજબ પ્રકારની બુદ્ધિની અને ગુરુકૃપાની શાખ પૂરે છે. સુંદર અને સુગમ ગોઠવણી યુક્ત આ ગ્રંથના એક-એક સર્ગનું વાંચન થતું જાય અને તેના ઉપર ચિંતન-મનન થતું જાય, તો ટૂંકમાં અલ્પ મહેનતે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. * સર્ગ - ૩૦મો સ પરમ કૃપાળુ ઉપાધ્યાયજી મહારાજે ૨૯મા સર્ગમાં શલાકા પુરુષોનું ફક્ત સંખ્યાથી નિદર્શન કર્યું. હવે આ સર્ગમાં તીર્થંકર પરમાત્મા તીર્થંકરનામકર્મ કેવી રીતે બાંધે છે, વિગેરે હકીકત કહે છે. તેમાં સૌ પ્રથમ તો તીર્થંકરનામકર્મના હેતુભૂત મુખ્ય વીશસ્થાનક તપનું નામપૂર્વક વર્ણન કરેલ છે. છેલ્લું વીશમું સ્થાનક પ્રવચન પ્રભાવનાનું થોડું વિશેષ વર્ણન કરેલ છે. આઠ પ્રભાવકનાં નામો બતાવેલ છે. વીશ સ્થાનકમાંથી ગમે તે બે આદિ પદોની આરાધના દ્વારા પણ તીર્થંકર નામકર્મ બાંધી શકાય છે, તેની વિગત તથા પુરાવા આપેલ છે. ત્યાર પછી શ્રી આવશ્યક તથા છઠ્ઠા અંગ પ્રમાણે ૨૦ સ્થાનકોનાં નામો બતાવીને તેની વિધિનું વર્ણન કરેલ છે અને જાપના પદો પણ મંત્ર સાથે વર્ણવીને આ પદની પ્રાપ્તિ માટે આરાધના કોણ કરી શકે તે પણ બતાવેલ છે. તીર્થંકર નામકર્મનો બંધ કરનાર કયાં જાય ? કેટલા ભવ કેવી રીતે ? તેનું સ્પષ્ટ વર્ણન છે. હવે દેવલોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy