________________
કાલલોક
૧૩
ગયેલ તીર્થંકરના આત્મા જયારે ચ્યવે તેની અગાઉ તેઓની અન્ય દેવોથી જુદી સ્થિતિ હોય છે, તેનું વર્ણન છે ત્યાંથી ચ્યવીને કર્મભૂમિમાં ઉત્તમકુળ આદિમાં ચ્યવન–સ્વપ્ન—જન્મ તથા દિક્કુમારિકાઓ તથા ઇન્દ્રોનાં કૃત્ય વિગેરેનું વર્ણન છે.
વચ્ચે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિ-વાસુદેવ તથા રાજાની માતા કેટલા-કેટલા સ્વપ્ન જુએ ? તેનો ખુલાસો છે. દિક્કુમારિકાઓનું કર્તવ્ય—તેમના નામસ્થાન તથા કાર્યોના નામ કહેલ છે.
ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપન, હિરેનૈગમેષી દેવને આજ્ઞા, પરમાત્માનો જન્મ મહોત્સવ કરવા પાલક વિમાનની રચના, તેમાં આવનારા દેવોની સંખ્યા, સ્થાન, જુદા જુદા વાહનોમાં દેવોનું આગમન, નંદીશ્વર દ્વીપમાં વિમાનનું સંક્ષિપ્તકરણ, ત્યાંથી પ્રભુની જન્મનગરી તરફ પ્રયાણ, જન્મસ્થાન પાસે આવવું, માતાને પ્રાર્થનાપૂર્વક સર્વ વિગત જણાવવી. અવસ્વાપિની નિદ્રા આપીને મેરુપર્વત ઉપર લઈ જવું તથા બાકીના ૬૩ ઇન્દ્રોનું મેરુપર્વત ઉપર આવવાનું વર્ણન છે.
ત્યાર પછી બાકીના ઇન્દ્રો, તેના સેનાપતિ તથા ઘંટાના નામોનો ઉલ્લેખ છે. સાથોસાથ ધજાઓ વિગેરેનું વર્ણન છે. અભિષેકની તૈયારી, તેમાં આઠ-આઠ જાતિના કળશાઓ તથા તેની સંખ્યાનું વર્ણન છે.
આ સ્થાને એક ખુલાસો કરવા જેવો જણાય છે કે—પૂ. વીરવિજયજી મહારાજે સ્નાત્રપૂજામાં આઠ જાતિના કળશાઓ અને તે પ્રત્યેક ૮૦૦૦-૮૦૦૦–છે એમ જણાવ્યું છે. જ્યારે અહીં પૂ. વિનયવિજયજી મહારાજે તથા અન્યત્ર પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મ. ત્રિષષ્ઠિ શલાકામાં જન્મમહોત્સવના વર્ણનમાં ૧૦૦૮-૧૦૦૮ કહ્યા છે. આ અંગે ઘણી તપાસ કરતાં કંઈ સ્પષ્ટ ખુલાસો મળતો નથી કે પૂ. વીરવિજયજી મહારાજે કયા આધારે ૮૦૦૦ કળશા કહ્યા છે.
પરમાત્માનો મેરુપર્વત ઉપર ભવ્ય જન્માભિષેક મહોત્સવ સર્વે ઇન્દ્રો મળીને પોત-પોતાની ભક્તિ અને ફરજની મર્યાદામાં રહીને કેવી રીતે કરે છે, તેનું વર્ણન છે.
આ વિધિ પૂર્ણ થયા બાદ તુરત જ માતાના સ્થાને આવી અને પરમાત્માને સ્થાપન કરીને, નંદીશ્વરદ્વીપમાં જવું, ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી દેવલોકમાં સ્વસ્વ-સ્થાને પાછા જવું, તેનું વર્ણન છે.
આ સ્થાને બે શ્લોકમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી ભગવંતે–સમકાળે થનારા તીર્થંકર પરમાત્માનો જન્મ મહોત્સવ ઇન્દ્ર મહારાજાઓ કેવી રીતે કરે, તે ખુલાસો કરી આપેલ છે.
પ્રાતઃકાળે રાજાને પુત્ર જન્મની વધામણી મળવી, નગરમાં સાફ-સફાઈ-મહોત્સવ-નાટક-ચેટક આદિનું આયોજન તથા બારમા દિવસે માતાને આવેલ સ્વપ્નાનુસારે ભદ્રકા૨ી અક્ષરવાળું નામ સ્થાપન કરે, તેનું વર્ણન કર્યું છે.
ત્યાર બાદ પરમાત્માનું લાલન-પાલન આદિ કેવી રીતે થાય છે, કોણ કરે છે, તે બતાવીને ભણવાની તૈયારી અને જો ભોગાવલી કર્મ બાકી હોય તો લગ્ન કરે અને એ કર્મ ખપાવવા માટે જ એમનો સંસારવાસ હોય, તે જણાવેલ છે.
પરમાત્માનો દીક્ષા અવસર થતાં નવ લોકાંતિક દેવોનું આગમન તથા વાર્ષિક દાનના પ્રારંભનું વર્ણન છે. આ નવ લોકાંતિક અને વર્ષીદાન અંગે કલ્પસૂત્ર અને શ્રી જ્ઞાતાધર્મકથાંગના મતાંતરનું અન્ય ગ્રન્થોના ખુલાસા સાથે વર્ણન કરેલ છે.
પરમાત્મા દ્વારા અપાતા વર્ષીદાનની વિધિ તથા તેના પ્રમાણનો ઉલ્લેખ છે.
દીક્ષા અવસર જાણીને ઇન્દ્ર મહારાજા સપરિવાર આવીને રાજા સાથે ભવ્ય વરઘોડો કાઢે. તે તથા પૂર્વે જે અન્ય સ્નાનાદિની વિધિ છે, તે પણ વિસ્તારથી બતાવેલ છે. દીક્ષાના વરઘોડાના વર્ણનમાં શિબિકા આદિને કોણ કયારે ઉપાડે ? તે સર્વ હકીકત અને નગરજનો આ વરઘોડો નિહાળવામાં કેવા એકતાન બની જાય છે તેનું હ્દયંગમ વર્ણન છે.
છેલ્લે કુટુંબના વડીલો પણ પ્રભુને આશીર્વાદ આપે, તેનું છ શ્લોકમાં વર્ણન વાંચતાં થાય કે પરમાત્મા પણ કેવા ગંભીર છે તથા આ બધું જ પ્રેમપૂર્વક સાંભળે છે અને વડીલો તેમને પુત્ર તરીકે બધી શીખામણ આપે છે. ત્યાર પછી પરમાત્મા દીક્ષા પૂર્વે પંચમુષ્ટિ લોચ કરે છે, તે તથા એમની સાથે અન્ય જે રાજકુમારો આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org