________________
કાલલોક
છે. અને છેલ્લે સમયથી શીર્ષ પ્રહલિકા સુધી યંત્ર આપેલ છે.
આ સર્ગમાં જ્યોતિષ સંબંધી જ વિસ્તારથી વિગત છે. જે હકીકતમાં તો એ વિષયના જાણકાર વિદ્વાનોને જ સ્પષ્ટ ખ્યાલ આવી શકે. આ રીતે ૨૮મો સર્ગ પૂર્ણ થયેલ છે.
કિ સર્ગ - ૨લ્મો : સર્ગ ૨૮માં પ્રથમ સમયથી શરૂ કરીને યુગ સુધીનું વર્ણન કરતાં વચ્ચે જ્યોતિષ સંબંધી વિષય આવતાં તેનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યા બાદ તુરત જ ચાર યુગના વીશ વર્ષ તથા પાંચ વીશીનાં ૧૦૦ વર્ષ થાય છે, વિગેરે બતાવીને હજાર-લાખ-પૂર્વાગ-પૂર્વ તથા પૂર્વના વર્ષોની સંખ્યા કહી છે.
ત્યારપછી ત્રુટિતાંગ–ત્રુટિત–અડડાંગથી લઈને શીર્ષપ્રહેલિકા સુધી નામ કહેલ છે. વલ્લભી વાચનામાં જે મતાંતર કહેલ છે, તે પણ બતાવ્યું છે. તે લતાં–લતા–મહાલતાંગથી શીર્ષપ્રહેલિકા સુધીની વિગત કહેલી છે. તેમાં મતાંતર અંગે ખુલાસો કરીને પછી પલ્યોપમાદિ બતાવેલ છે. પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ પ્રથમ સર્ગમાં કહેલ હોવાથી અહીં માત્ર નામ નિદર્શન જ કહેલ છે.
ત્યાર પછી છએ આરાઓનું સમયમાન બતાવેલ છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના કાળચક્રનું સંક્ષિપ્ત વર્ણન કરીને પછી કાળનું પરાવર્તનપણું કયા-કયા ક્ષેત્રોમાં છે તે બતાવ્યા પછી અવસર્પિણી અને ઉત્સર્પિણીના ભાવ શું ? એ બતાવેલ છે.
સૌ પ્રથમ અવસર્પિણીના પહેલા સુષમસુષમા નામના આરાના પ્રારંભમાં કાળ પરાવર્તનવાળા ક્ષેત્રોમાં જમીન તથા વૃક્ષો કેવાં હોય છે ? તેનું વર્ણન કરેલ છે. સાથોસાથ જે દશ પ્રકારનાં કલ્પવૃક્ષો છે, તે દરેકના નામ તથા તેમના પ્રભાવનું વર્ણન વિસ્તારપૂર્વક કરેલ છે.
ત્યાર પછી પહેલા આરામાં યુગલિક મનુષ્યોના શરીર તથા સ્વભાવ વિગેરેનું ખૂબ જ વિસ્તારથી ૧૬ શ્લોકોમાં વર્ણન કરેલ છે. અને તેમાં પણ બત્રીસ લક્ષણો અને તેના નામોનું વર્ણન કરેલ છે. ૫૧ શ્લોકમાં યુગલિક સ્ત્રીઓના શરીરનું વિશદ વર્ણન કરેલ છે. આ વર્ણન વાંચતાં ત્યાંના યુગલિકોનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે. આ સાથે જ જે દશ પ્રકારના સ્વાભાવિક અલંકારોનું વર્ણન કાવ્યાનુશાસન ગ્રંથ પ્રમાણે કરેલ છે અને સાથોસાથ અલંકાર ચૂડામણિ તથા શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ જે વિગત જણાવી છે, તે બતાવેલ છે.
ત્યારપછી સ્ત્રી-પુરુષોનાં શુભ લક્ષણો, શુભ સ્વરો, ત્વચાદિ, પૃષ્ઠકરંડક, સુગંધ, કષાયોની મંદતા, સરળતાદિ ગુણોનું વર્ણન કરેલ છે. તથા તિર્યંચ, અશ્વ-ગજ આદિ વિધમાન હોવા છતાં પણ તેનો ઉપયોગ યુગલિકો કરતા નથી–તે વિગતો બતાવીને જણાવેલ છે કે આ યુગલિકો સ્વયં અન્યને પીડા આપતા નથી, સુખપૂર્વક રહે છે તથા વ્યવહારકર્મથી રહિત હોય છે અને તેમનું નિર્બધનપણું–નિર્મમત્વપણું પણ અજબ કોટીનું હોય છે.
તે કાળે અનાજ ઊગે છે પણ તેનો ઉપયોગ કરતા નથી અને તેની મધુરતા-સ્નિગ્ધતા પરાકાષ્ઠાએ હોય છે. તે બતાવેલ છે. આ યુગલિકો આહાર, મકાન, વાજિંત્રો–વસ્ત્રાદિ અલંકારો-આદિ કલ્પવૃક્ષો પાસેથી કેવી રીતે મેળવે છે તે જણાવેલ છે. આ કાળમાં કોઈ ને બાહ્ય ડાંસ-મચ્છર આદિના દુઃખો હોતા નથી. તે કાળના બળે તિર્યંચમાં પણ હિંસકપણું હોતું નથી, તેનું સ્પષ્ટ વર્ણન કરેલ છે. તેવી જ રીતે યુદ્ધ આદિના અભાવે શસ્ત્રોની અનાવશ્યકતા તથા મારી-મરકી આદિ મરણાંત રોગોનો પણ અભાવ હોય છે. તે વર્ણન કરીને છેલ્લે ૬ પ્રકારના યુગલિકોનું વર્ણન તેમના જાતિવાચક શબ્દોથી કરેલ છે. તે પણ ખૂબ ટૂંકમાં હોવા છતાં સ્પષ્ટ સમજાય તે રીતે આગમપાઠોથી કરેલ છે.
પ્રથમ આરાના યુગલિકોનું આયુષ્યબંધ તથા અપત્ય પ્રતિપાલન (પુત્રપાલન) વિગેરે તથા એ ૪૯ દિવસોની પ્રતિપાલનનાં ૭-૭ દિવસોમાં ક્રમે કરીને કેવી પ્રગતિ કરે, તે બતાવેલ છે. જેમાં પ્રથમના સાત દિવસથી છેલ્લા ૪૯મા દિવસ સુધીનો સ્પષ્ટ ચિતાર રજૂ કરેલ છે. આ યુગલિકોનું સમ્યત્વગ્રહણાદિ પણ બે મતો દ્વારા જણાવ્યું છે. હવે એ યુગલિકોનાં માતાપિતાને આયુષ્યની પૂર્ણતામાં કેવા પ્રકારની વેદના થાય છે, તે બતાવીને તેઓ ત્યાંથી નિયમા દેવલોકની ઋદ્ધિને પામે છે તે બતાવ્યું છે. સાથોસાથ તિર્યંચ યુગલિકના આયુષ્યનું પ્રમાણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org