________________
૭૨
કાલલોક-સર્ગ ૨૮
चतुष्पंचाशत्सहस्राः शतैर्नवभिरन्विताः । युगे मुहूर्ता निर्दिष्टा शिष्टैर्विष्टपपूजितैः ॥४५८॥ एकोनविंशतिसह-नाधिकं लक्षयोर्द्वयं । आढकानां षट्शतानि तौल्यमानं युगे जगुः ।।४५९।। चतुष्पंचाशच्छतानि भाराणां नवतिस्तथा । मेयरूपतया मानं युगस्याहुर्मनीषिणः ॥४६०॥ चांद्रं वर्षं युगस्यादि-स्तस्यादिसा इष्यते । मासादिरसितः पक्ष-स्तस्यादिर्दिवसो भवेत् ॥४६१॥ तत्रापि भरतक्षेत्रे क्षेत्रे चैरवताभिधे । युगस्यादिर्दिनस्यादौ विदेहेषु निशामुखे ॥४६२॥ यदाषाढपौर्णमासी-रजन्याः समनतरं । प्रवर्तते युगस्यादि-र्भरतैरवताख्ययोः ॥४६३॥ पूर्वापरविदेहेषु तदा च रजनीमुखं । ततो निशामुखादेव युगादिस्तत्र कीर्त्तितः ॥४६४॥
ચોપન હજાર ને નવ સો મુહૂર્તા કહેલાં છે (૫૪૯00) ૪૫૭–૪૫૮.
એક યુગમાં તોલનું પ્રમાણ બે લાખ, ઓગણીશ હજાર ને છ સો આઢક કહ્યું છે (૨,૧૯,00) ૪૫૯.
એક યુગનું મેયમાન ચોપન સો ને નેવું ભાર (૫૪૯૦) થાય છે એમ પંડિત પુરુષોએ કહ્યું છે.૪૬૦.
યુગનો આરંભ ચંદ્રવર્ષથી થાય છે, વર્ષનો પ્રારંભ માસથી થાય છે, માસના આરંભમાં કૃષ્ણપક્ષ હોય છે અને કૃષ્ણપક્ષમાં પ્રથમ દિવસ આવે છે. (દિવસથી તે શરૂ થાય છે) ૪૬૧.
તેમાં પણ ભારત અને ઐરાવત એબે ક્ષેત્રમાં દિવસ આદિમાં યુગનો પ્રારંભ થાય છે. અને મહાવિદેહક્ષેત્રમાં રાત્રિના પ્રારંભના યુગની શરૂઆત થાય છે.૪૬૨.
જ્યારે અષાઢ માસની પૂર્ણિમાની રાત્રિ પૂર્ણ થાય ત્યારે (શ્રાવણ વદિ ૧ આપણા અષાઢ વદિ ૧) ભરત અને ઐરાવત ક્ષેત્રમાં યુગની શરૂઆત થાય છે. ૪૬૩.
આ વખતે પૂર્વ અને પશ્ચિમ બંને મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિનો પ્રારંભ હોય છે, તેથી તે બન્ને ક્ષેત્રમાં રાત્રિના આરંભથી જ યુગની શરૂઆત કહેલી છે. ૪૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org