________________
એક યુગમાં નક્ષત્રાદિ માસ કેટલા ?
अष्टाशीतिरमी भागाः प्राच्यषट्त्रिंशता युताः । जाताश्चतुर्विंशमेव शतं द्वाषष्टिजा लवाः ॥४५१॥ अहोरात्रद्वयं लब्धं द्वाषष्ट्यास्मिन् हृते सति । अष्टादशशतास्त्रिंशाः सर्वे संकलितास्ततः ॥४५२॥ सप्तषष्टिक्रंक्षमासा द्वाषष्टिस्ते तथैदवाः । ऋतुमासाश्चैकषष्टिः षष्टिर्मासा विवस्वतः ॥४५३॥ अभिवर्द्धितमासाश्च सप्तपंचाशदाहिताः । शिष्येत सप्ताहोरात्री सैकादशमुहूर्तिका ॥४५४॥ त्रयोविंशतिरंशाच मुहूर्त्तस्य द्विषष्टिजाः । मासानां मानमित्येवं युगे प्रोक्तं पृथक् पृथक् ॥४५५॥ युगाहोरात्रवृंदस्य हते भागे यथोदितैः । स्वीयस्वीयमासमानैर्युगे मासास्तथाऽत्र च ॥४५६॥ अयनानि दश प्राहु-क्रतवस्त्रिंशदाहिताः । षष्टिर्मासाः शतं विंशं पक्षाः सौरप्रमाणतः ॥४५७॥
રાત્રિદિવસના બાસઠીયા અઠયાશી ભાગ (૭૬૬ ) થાય છે. આ અઠયાશી ભાગમાં ઉપરના છત્રીશ ભાગ ભેળવવાથી બાસઠીયા ભાગ એક સો ને ચોવીશ (૧) થયા, તેને બાસઠ ભાગ દેતાં બે રાત્રિદિવસ થાય. તેની સાથે ઉપરના ( (૧૦૬૨ તથા ૭૬૬) ભેળવતાં અઢાર સો ને ત્રીશ (૧૮૩૦) રાત્રિદિવસ એક યુગના થાય છે. ૪૪૯-૪પર.
એક યુગમાં સડસઠ નક્ષત્રમાસ હોય છે, બાસઠ ચંદ્રમાસ હોય છે, એકસઠ ઋતુમાસ હોય છે. સાઠ સૂર્યમાસ હોય છે અને સત્તાવન અભિવર્ધિતમાસ કહેલા છે. તથા ઉપર સાત રાત્રિદિવસ, અગ્યાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ત્રેવીસ અંશ (૭–૧૧) આ પ્રમાણે એક યુગમાં માસનું પ્રમાણ જુદું જુદું કહેલું છે.૪પ૩-૪૫૫.
એક યુગના જેટલા રાત્રિદિવસ (૧૮૩૦) ઉપર કહ્યા છે, તેને પોતપોતાના માસના (અહોરાત્રરૂપ) પ્રમાણવડે ભાગીએ, ત્યારે તે યુગના માસની સંખ્યા આવે છે. ૪૫૬.
એક યુગમાં સૂર્યવર્ષના પ્રમાણથી દશ અયન, ત્રીશ ઋતુઓ, સાઠ માસ અને એક સો ને વશ પખવાડીયા આવે છે. જગત પૂજ્ય તીર્થકરોએ એક યુગમાં (૧૮૩૦ અહોરાત્રને ૩૦ વડે ગુણતાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org