________________
૭૩
યુગનો આરંભ કયારે ?
किंच-रुद्रादयो मुहूर्ताः स्युरहोरात्रा दिनादयः । उक्ता जिनेंद्रैर्भरतैरावताह्वयवर्षयोः ॥४६५॥ महाविदेहेषु पुनरहोरात्रा निशादयः ।
यतस्तत्र युगस्यादि-निशारंभात्प्रवर्तते ॥४६६॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे किमाइया णं भंते संवच्छरा, किमाइया अयणा, किमाइया उऊ, किमाइया मासा, किमाइया पक्खा, किमाइया अहोरत्ता, किमाइया मुहूत्ता, किमाइया करणा, किमाइया नक्खत्ता ? गोअमा ! चंदाइया संवच्छरा, दक्खिणाइया अयणा, पाउसाइया उऊ, सावणाइया मासा, बहुलाइया पक्खा, दिवसाइया अहोरत्ता, रुद्दाइया मुहूत्ता, बालवाइया करणा, अभिइयाइया नक्खत्ता पन्नत्ता समणाउसो ।'
श्रावणाऽसितपक्षस्य तिथेः प्रतिपदोऽपि च । बालवस्य करणस्य ऋक्षस्याभिजितस्तथा ॥४६७॥ प्रथमे समये प्रोक्तो युगारंभश्चिदुत्तरैः ।
भरतैरावतमहाविदेहेषु समं जिनैः ॥४६८॥ રુદ્ર વિગેરે મુહૂર્તો અને અહોરાત્રની ગણતરી ભરત અને ઐરવત ક્ષેત્રમાં દિવસના પ્રારંભથી થાય છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે.૪૬૫.
પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિના પ્રારંભથી અહોરાત્રની ગણતરી થાય છે, કેમકે તે ક્ષેત્રમાં રાત્રિના પ્રારંભથી યુગની શરૂઆત થાય છે. ૪૬s.
જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે– હે ભગવાન્ ! વર્ષનો પ્રારંભ કયારે થાય છે? અયનનો આરંભ કયારે થાય છે ? ઋતુનો આરંભ કયારે થાય છે ? માસનો આરંભ કયારે થાય છે? પખવાડીયાનો આરંભ કયારે થાય છે? અહોરાત્રનો આરંભ કયારે થાય છે ? મુહૂર્તનો આરંભ કયારે થાય છે? કરણનો આરંભ કયારે થાય છે ? અને નક્ષત્રનો આરંભ કયારે થાય છે ?'
ઉત્તર:- હે ગૌતમ! વર્ષનો આરંભ ચંદ્રથી (ચાંદ્રવર્ષથી), અયનનો આરંભ દક્ષિણાયનથી, ઋતુનો આરંભ વર્ષાઋતુથી, માસનો આરંભ શ્રાવણથી, પખવાડીયાનો આરંભ કૃષ્ણપક્ષથી, અહોરાત્રનો આરંભ દિવસથી, મુહૂર્તનો આરંભ રુદ્રથી, કરણનો આરંભ બાલવથી તથા હે આયુષ્યમનું શ્રમણ ! નક્ષત્રનો આરંભ અભિજિતથી થાય છે.'
શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમને દિવસે બાલવ નામના કરણના અને અભિજિત નક્ષત્રના પહેલે સમયે ભરત, ઐરાવત, અને મહાવિદેહ ક્ષેત્રોમાં એકીસાથે યુગનો આરંભ ઉત્તમ (કેવળ) જ્ઞાનવાળા જિનેશ્વરોએ કહ્યો છે.૪૬૭–૪૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org