________________
શિખાનું વર્ણન
૨૧
योजनानामुभयतो, विमुच्य लवणाम्बुधौ । सहस्रान् पश्चनवति, मध्यदेशे शिवैधते ॥ १०७ ॥ योजनानां सहस्राणि, दशेयं पृथुलाऽभितः । चकास्ति वलयाकारा, जलभित्तिरिवस्थिरा ॥ १०८ ॥ सहस्राणि पोडशोचा, समभूमिसमोदकात् ।। योजनानां सहस्रं च, तत्रोद्वेधेन वारिधिः ॥ १०९ ।। शिरवामिपादधद्योगपट्ट योगीव वारिधिः । ध्यायतीव परब्रह्मा, जन्मजाड्योपशान्तये ॥ २१० ।। सुभगकरणीं यद्वा, हारिहारलतामिमाम् । श्यामोऽपि सुभगत्वेच्छर्दधौ वाद्धिः शिखामिषात् ॥ १११ ॥ जम्बूद्वीपोपाश्रयस्थान , मुनीनुत निसिषुः । कृतोत्तरासङ्गसङ्गः, शिवावलयकैतवात् ॥ ११२ ॥ पूर्णकुक्षि भृशं रत्नैरुन्मदिष्णुतयाऽथवा ।
पट्टबद्धोदर इव. विद्यादृप्तकुवादिवत् ।। ११३ ॥ લવણસમુદ્રમાં બન્નેબાજુથી પંચાણું હજાર (૫૦૦૦) જન છેડીને મધ્ય ભાગની શિખા શેભી રહી છે, તે શિખા દશ હજાર (૧૦૦૦૦) યોજન ચારે તરફથી પહોળી છે માટે જાણે વલયાકારે સ્થિર રહેલી પાણીની ભીતની જેમ તે શોભે છે. ૧૦૭–૧૦૮.
અહી મધ્ય ભાગના દશહજાર ( ૧૦૦૦૦ ) યોજનમાં સમભૂમિ ભાગથી પાણી સોળહજાર (૧૬૦૦૦) જન ઉંચું હોય છે અને ત્યાં એક હજાર (૧૦૦૦) જનની ઉંડાઈવાળે સમુદ્ર છે. ૧૦૯.
જાણે શિખાનાં બહાનાથી યેાગપટ્ટને ધારણ કરનાર યેગીની જેમ સમુદ્ર જન્મ જાત જડતાની શાંતિ માટે જાણે પરમબ્રહ્મનું ધ્યાન કરે છે. ૧૧૦.
અથવા તે કૃષ્ણવર્ણ એ પણ સુભગતાને ઈચ્છનારો આ સમુદ્ર સૌભાગ્યને કરનારી જાણે સુંદર હારલતા ન હોય, એવી આ શિખાને ધારણ કરી રહ્યો છે, ૧૧૧.
અથવા તો મધ્યશિખાના વલયના બહાનાથી ઉત્તરાસંગને કરનાર આ સમુદ્ર જંબુદ્વીપના ઉપાશ્રયમાં રહેલા મુનિઓને નમસ્કાર કરવાની ઈચ્છાવાળા લાગે છે. ૧૧૨.
ઘણું રોવડે જાણે તેની (સમુદ્રની) કુક્ષિ પૂર્ણ ભરાઈ ગઈ હોય તેવો આ લવણસમુદ્ર લાગે છે અથવા ઉન્માદી પણાથી જાણે ઉદર (મધ્ય) ભાગે પટ્ટ બાંધે વિદ્યાથી ગર્વિષ્ટ કુવાદી જેવો આ સમુદ્ર લાગે છે. ૧૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org