________________
ર0
ક્ષેત્રલોક-સર્ગ ૨૧
मछन्ति द्विरहोरात्रे, वाताः स्वस्थीभवन्ति च ।
ततो द्विः प्रत्यहोरात्रं, वर्द्धते हीयतेऽम्बुधिः ॥ १०२ ॥ तथाह जीवाभिगमः--" लवणे णं भंते ! समुद्दे तीसाए मुहुत्ताणं कइखुत्तो अईरेग वड़ ढइ वा हायइ वा ?, गो०! दुक्खुत्तो अइरेगं बढइ वा हायइ वा"
राकादर्शादितिथिषु, चातिरेकेण तेऽनिलाः । क्षोभं प्रयान्ति मूर्च्छन्ति, तथा जगत्स्वभावतः १०३ ॥ ततश्च पूर्णिमाऽमादितिथिष्वतितमामयम् । वेलया बर्द्धते वार्दिशम्यादिषु नो तथा ॥ १०४ ॥ लोकप्रथानुसारेण त्वेवमयोच" यथा यथेन्दोनिजनन्दनस्य, कालक्रमप्राप्तकलाकलस्य । आश्लिष्यतेऽब्धिर्मदुभिः कराग्रैस्तथा तथोटेलमुपैति वृद्धिम् ॥ १०५ ॥ दर्श त्वपश्यन्नतिदर्शनीय, निजाङ्गजं शीतकरं पयोधिः ।
વિવૃવેરાવાછર, વારિતણો મુવિ ઢોટીતિ છે ૨૦૬ ” આ મહાવાયુઓ એક અહોરાત્રિમાં બેવાર ઉત્પન્ન થાય છે અને બેવાર શાંત થાય છે, તેથી દરરોજ બેવાર સમુદ્ર વધે છે અને ઘટે છે. અર્થાતુ બેવાર ભરતી અને બે વાર ઓટ આવે છે. ૧૦૨.
શ્રી જીવાભિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે
હે ભગવન્ લવણસમુદ્રમાં ત્રીશમુહૂર્તમાં કેટલીવાર વેલા વધે છે અને ઘટે છે ? હે ગૌતમ! વેલા બેવાર વધે છે અને ઘટે છે. ૧૦૩.
તે મહાવાયુઓ તથા પ્રકારના જગત્ સ્વભાવથી પૂનમ અને અમાવાસ્યાદિ દિવસોમાં વધારે પ્રમાણમાં ક્ષોભ પામે છે અને શાંત થાય છે તેથી પૂનમ અને અમાવાસ્યાના દિવસે આ સમુદ્રની વેલા અત્યંત વધે છે તેવી રીતે દશમ વગેરે બીજી તિથિએમાં તેટલી વેલા વધતી નથી. ૧૦૪.
લેક પ્રથામાં તે આ પ્રમાણે કહેવાય છે કે, જેમ જેમ પોતાના પુત્ર ચંદ્રકાળકમે કળાને પ્રાપ્ત કરીને પોતાના કેમળ કિરણગ્રવડે સમુદ્રને આલિંગન કરે છે, તેમ તેમ સમુદ્ર વૃદ્ધિને પામે છે. ૧૦૫. - અમાવસ્યાના દિવસે અતિદર્શનીય એવા પોતાના પુત્ર ચંદ્રને ન જોઈને સમુદ્ર વધેલી વેલાના બહાનાથી દુઃખનાં અગ્નિથી તપ્ત થયેલ પૃથ્વી ઉપર આળોટે છે. ૧૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org