SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પાતાળ કળશનાં ત્રણ વિભાગ તથા તેમનો ઉપયોગ ૧૮ दशयोजनवाहल्यवज्रकुड्यमनोरमाः । वायुवायूदकाम्भोभिः, पूर्णत्र्यंशत्रयाः क्रमात् ॥ ९४ ॥ સજનનતયાં, ત્રાન્નિશ શતત્રયમ્ | तृतीयो भाग एकैक, एषां निष्टङ्कितो बुधैः ॥ ९५ ॥ लघवोऽपि महान्तोऽपि, यावन्ममा भुवोन्तरे । उत्तुङ्गास्तावदेव स्युभूमीतलसमाननाः ॥ ९६ ॥ एषां पातालकुम्भाना, लघीयसां महीयसाम् । मध्यमेऽधस्तने चैत्र, व्यंशे जगत्स्वभावतः ९७ ॥ समकालं महाबाताः संमूर्च्छन्ति सहस्रशः ।। क्षुभितैस्तैश्वोपरिस्थं, बहिनिस्सार्यते जलम् ॥ ९८ ।। तेन निस्सार्यमाणेन, जलेन क्षुभितोऽम्बुधिः । वेलया व्याकुलात्मा स्यादुद्वमन्निव वातकी ॥ ९९ ॥ जगत्स्वाभाव्यत एव, शान्तेषु तेषु वायुषु । पुनः पातालकुम्भानां, जलं स्वस्थानमाश्रयेत् ॥ १०० ॥ जलेषु तेषु स्वस्थानं, प्राप्तेषु सुस्थितोदकः । स्वास्थ्यमापद्यतेऽम्भोधिर्वातकीव कृतौषधः ॥ १०१ ॥ છે તેમજ દશજનની જાડી વજની ઠીકરીથી મનોહર છે આ લઘુ કલશાઓના પણ ત્રણ ભાગ કમશઃ વાયુ, વાયુ-જલથી મિશ્ર અને જળથી પૂર્ણ છે. વળી તે એકે એક ભાગ ૩૩૩ જન પ્રમાણ પંડિત પુરૂષોએ કહેલ છે. ૯૩-૫. મોટા અને નાના કલશો જેટલા ભૂમિમાં મગ્ન છે તેટલા જ ઊંચા છે અને એમનું મુખ ભૂમિકલની સમશ્રણમાં રહેલું છે. ૯૬. આ નાના મોટા બન્ને પ્રકારના બધા પાતાલ કલશોનાં મધ્યમ અને છેલ્લા તૃતીયાંશમાં જગત–સ્વભાવથી એક સાથે હજારો મહાવાયુ ઉત્પન્ન થાય છે અને ખળભળાટ મચાવતા તે મહાવાયુઓ વડે કલશાઓના ઉપરના તૃતીયાંશનું પાણી બહાર નીકળે છે, તે બહાર નીકળતા પાણીથી ક્ષોભાયમાન થયેલો સમુદ્ર, વાયુરોગવાળા જેમ ઉલટી કરે તેમ, વેલા–ભરતી વડે પાણીને બહાર કાઢે છે. ૯૭–૯૯. જગતના સ્વભાવથી તે મહાવાયુ શાંત થયા બાદ પાતાલકુંભનું પાણી પોતાના સ્થાને ફરી પાછું જાય છે. ૧૦૦ જેમ વાયુના રેગવાળો માણસ ઔષધ કરીને સ્વસ્થ થાય, તેમ તે બધું જળ પિતાના સ્થાનમાં પાછું આવી જતાં તે સમુદ્રનું પાણી સ્થિર થઈ જાય છે. ૧૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy