SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ક્ષેત્રક-સર્ગ ૨૬ गोभद्रादिवदागत्य, नित्यं नवनवैरिह । दिव्यभोगसंविभागैः, स्नेहं सफलयन्ति ते ॥ ४८९ ॥ यद्वा प्रागुक्तवचनस्मरणाद्विस्मृतापराः । स्वान् बोधयितुमायान्त्याषाढाचार्यान्त्यशिष्यवत् ॥ ४९० ॥ एवं पूर्व भवस्नेहकार्मणेन वशीकृताः । नरकेष्वपि गच्छन्ति, केचिद्वैमानिकामराः ॥ ४९१ ॥ तथाहि द्वारकाद्रङ्गभङ्गे जराङ्गजेषुणा । मृत्वाऽन्तिमो वासुदेवस्तृतीयं नरकं गतः ॥ ४९२ ॥ रामोऽथ मोहात् षण्मासान् , व्यूढभ्रातृकलेवरः ।। शिलातलाम्भोजवापादिभिर्देवेन बोधितः ॥ ४९३ ॥ भ्रातुर्दहस्य संस्कार, कृत्वा संवेगमागतः । प्रवज्य नेमिप्रहितचारणश्रमणान्तिके ॥ ४९४ ॥ पारणाय वजन कापि, स्वरूपव्यग्रया स्त्रिया । दृष्ट्वा घटभ्रमात्कूपे, क्षिप्यमाणं निजाङ्गजम् ॥ ४९५ ॥ નવી-નવી ભોગની સામગ્રી આપવા દ્વારા (પુત્રાદિના) સ્નેહને સફળ કરે છે. ૪૮૮–૪૮૯ અથવા તે પહેલા આપેલા વચનને યાદ કરીને પોતાના આત્મીય જનેને બોધ આપવા માટે બીજાને ભૂલીને અષાઢાચાર્યના અંતિમ શિષ્યની જેમ અહિં આવે છે. ૪૯૦. આ પ્રમાણે પૂર્વભવના સ્નેહરૂપી કાર્મણથી વશ થયેલા કેટલાક વૈમાનિક દેવતાઓ નરકમાં પણ જાય છે. ૪૯૧. તે આ પ્રમાણે-દ્વારકા ગઢના ભંગ થયા બાદ જરાકુમારના બાણથી અંતિમ વાસુદેવ (કૃષ્ણ) મરીને ત્રીજી નરકમાં ગયા. અને બલદેવે [ કૃષ્ણના મોટાભાઈ] ભાઇના કલેવરને તેમના (કૃષ્ણ ઉપરના) મેહથી છ મહિના સુધી વહન કર્યું. અને દેવે તેમને શીલાતલ ઉપર કમળ વાવવાની ક્રિયા આદિ દ્રષ્ટાંતોથી બોધ પમાડ્યો. ત્યારબાદ ભાઈના દેહનો અગ્નિ સંસ્કાર કરીને સંવેગ પામેલા એવા બલદેવ શ્રી નેમિનાથ પરમાત્માએ મોકલેલ ચારણષિની પાસે દીક્ષા અંગીકાર કરીને પારણા માટે કેઈક સ્થાને જતાં હતાં ત્યારે પોતાના (બળદેવ મુનિના) રૂપમાં વ્યગ્ર એવી કોઈ સ્ત્રીને ઘડાના ભ્રમથી પોતાના બાળકને કૂવામાં નાખતી જોઈને, “મારે વનમાં જ રહેવું જોઈએ.” એ પ્રમાણે અભિગ્રહ કરીને તંગિક પર્વત ઉપર તપ કરતાં, વનના પ્રાણિઓને બોધ આપતા (ત્યાં રહેતા હતા). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy