________________
૨૭૬
ક્ષેત્રલેક-સર્ગ ૨૬
चतुर्मुखैरपि महापथैः समन्ततोऽश्चिताः । प्राकाराट्टालकवरचरिकाद्वारतोरणैः ॥ २२३ ॥ पूर्वोक्तमूलप्रासादादथैशान्यां भवेदिह । सभा सुधर्मा तिसृषु, दिक्षु द्वारैस्विभिर्युताः ॥ २२४ ॥ प्राच्यां याम्यामुदीच्यां च, भान्ति द्वाराणि तान्यपि । अष्टभिर्मङ्गलैग्छत्रै विराजन्ते ध्वजादिभिः ॥ २२५ ॥ प्रतिद्वारमथैकैको, विभाति मुखमण्डपः । त्रिभिरियुतः सोऽपि, सभावद्रम्यभूतलः ॥ २२६ ॥ प्रतिद्वारमथ मुखमण्डपानां पुरः स्फुरन् । प्रेक्षागृहमण्डपः स्यात्रिद्वारः सोऽपि पूर्ववत् ॥ २२७ ॥ प्रेक्षागृहमण्डपानां. मध्ये वज्राक्षपाटकः । सिंहासनान्विता तत्र, प्रत्येकं मणिपीठिका ॥ २२८ ॥ प्रतिद्वार तथा प्रेक्षागृहमण्डपतः पुरः । मध्ये चैत्यस्तूपयुक्ताश्चतस्रो मणिपीठिकाः ॥२२९ ॥ प्रतिद्वारमथैतेभ्यः, स्तूपेभ्यः स्युश्चतुर्दिशम् ।
एकैका पीठिका स्तूपाभिमुखप्रतिमाञ्चिता ॥ २३० ॥ આદિથી શોભે છે. મોટા ચાર રસ્તા (હાઈવે)થી ચારે બાજુ આ વિમાન યુક્ત છે. તથા કિલ્લા, ઝરૂખા અને દ્વાર તેર વડે આ વિમાન શેભે છે. ૨૨૧-૨૨૩.
પૂર્વોક્ત મૂલ પ્રાસાદથી ઈશાન ખૂણામાં સુધર્મા સભા હોય છે, જે ત્રણ દિશામાં ત્રણ દ્વારથી યુક્ત છે. આ દ્વારા પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા છે. અને તે ત્રણે દ્વાર અષ્ટમંગલ, ત્રણ છત્ર અને ધ્વજ આદિથી શોભે છે. ૨૨૪-૨૨૫.
હવે તે દરેક દ્વારમાં એક-એક મુખ્ય મંડપ છે અને તેના પણ સભાની જેમ ત્રણ દ્વાર અને સુંદર ભૂતલ છે. ૨૨૬.
આ મુખમંડપના પણ દરેક દ્વારે આગળના ભાગમાં પ્રેક્ષાગૃહ મંડપ હોય છે અને તે પણ પૂર્વની જેમ ત્રણ દ્વારથી યુક્ત છે. ૨૨૭.
પ્રેક્ષાગૃહ મંડપની મધ્યમાં વજરત્નને અક્ષપાટક (પાસા મૂકવાને પાટલો) હેય છે અને દરેક અક્ષપાટક પાસે સિંહાસનથી યુક્ત મણિપીઠિકા હોય છે. ૨૨૮.
દરેક દ્વાર તથા પ્રેક્ષાગૃહ મંડપની આગળ, મધ્યમાં ચિત્યસ્તૂપથી યુક્ત ચાર મણિ
પીઠિકા હોય છે. ૨
દરેક દ્વારમાં આ ચિત્યસ્તૂપની ચારે દિશામાં સ્તૂપની સન્મુખ મુખવાળી પ્રતિમાથી યુક્ત એક–એક પીઠિકા હોય છે.. ૨૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org