________________
ક્ષેત્રલોક (ઉત્તરાર્ધ)નું ટુંક વિવરણ (સર્ગ ૨૧ થી ૨૭ ઉત્તરાર્ધ)
મુનિ હેમપ્રભ વિજયજી મ. સમુદ્રના કિનારા ઉપર ઉભા રહીને અગાધ એવા જળને તથા તેના તરંગોને જોતા એની વિશાળતા, ગંભીરતા તથા મહાનતાને ખ્યાલ આવ્યો.
સામે કિનારો ન દેખાય..! ઊંડાઈનું માપ ન આવે...! રત્નના ભંડારનું પ્રમાણ હાથ ન લાગે....! તેવી એ સાગરની વિશિષ્ટતાઓ છે.
હાં બસ...! એ પ્રમાણે જ આપણા પરમ ઉપકારી, દેવાધિદેવ, સર્વજ્ઞ, સર્વદશી તીર્થકર ભગવંતોએ પણ અર્થથી દેશના ફરમાવી.
પરમ વિનીત ગણધર ભગવંતોએ તે અમૃત દેશનાનું અમપાન કરીને પિતાની લબ્ધિ દ્વારા સૂત્ર રૂપે ગુંથી.
કમે-કમે પાટ પરંપરામાં આવતા અત્યંત તેજસ્વી અને શાસનના સંરક્ષક પૂજ્ય આચાર્ય ભગવંતોએ જ્યારે જોયું કે હવે બુદ્ધિમાં મંદતા આવતી જાય છે. એટલે કુશાગ્ર બુદ્ધિના ધારક મહાત્માઓને એકત્ર કરીને એ તને ગ્રંથસ્થ કર્યા.
ગ્રંથસ્થ થયેલા આગમ એટલે જૈન શાસનનો અગાધ જ્ઞાનસમુદ્ર. આગમ ઉપર દ્રષ્ટિ નાંખતા. તેમાં રહેલ તત્તની વિશાળતા, ગંભીરતા, તથા મહાનતાનો ખ્યાલ આવે છે. તોને પાર નથી...! તોની ઊંડાઈનું માપ નથી...!! આત્માને ઓળખાવનાર ગુણ રત્નના ભંડારનો પણ પાર નથી..!!
એવા મૂલ્યવાન અગાધ જ્ઞાનના સમુદ્રરૂપ આગમમાંથી પરોપકારી મહાપુરૂષોએ આપણુ જેવા બાલ જીવોને લક્ષ્યમાં લઈને અનેક તોરૂપી રને બહાર કાઢીને આપણને મેળવી આપ્યા છે.
એ તત્ત્વ રૂપી રત્નો પ્રકરણ ગ્રંથ રૂપે આપણને મળ્યા છે. ઉપકારીઓએ શાસ્ત્ર દ્વારા આપણાથી અદ્રષ્ટ જગતના દર્શન કરાવીને મહાન ઉપકાર કરેલ છે.
એવા અનેક મહા ઉપકારીઓમાં પૂજ્ય પાદુ મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજાએ પણ ચારે અનુગોની સંકલના એક જ આ લોકપ્રકાશ ગ્રંથમાં કરીને આપણા ઉપર ખુબ જ ઉપકાર કર્યો છે.
ઉપકારી પૂજ્યશ્રીએ જૈન શાસનના ચારે અનુગદ્રવ્યાનુયોગ-ગણિતાનુગ-કથાનાગચરણ-કરણનુંયેગનું સંકલન એક ગ્રંથમાં કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org