SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નાર ગૂર્જર ભાષી પણ આ ગ્રંથના અધ્યયન લાભથી વંચિત ન રહે !” તેઓશ્રીની આ પાવન પ્રેરણું ઝીલી લઈ અમારા સહાધ્યાય રસિક મુનિવર્ય શ્રી હેમપ્રભ વિજયજી મહારાજે આ માટે પોતાના વડીલ ગુરૂ બ્રાતા વિદ્વાન, સરલ સ્વભાવી પૂજ્ય પંન્યાસ શ્રી વજુસેન વિજયજી મહારાજ ને વિનંતી કરી અને પૂજ્ય પંન્યાસજીએ ઉપકારી પૂજ્યોનાં આશીર્વાદથી આ મહાન કાર્ય હાથ ધર્યું ! . વેગવતી તેમની કલમ ટપોટપ એક પછી એક સર્ગનો ગૂર્જરનુવાદ (જરૂરી સ્પષ્ટતા સાથે) તૈયાર કરતી ગઈ અને મારા પ્રત્યેના સહૃદયી ભાવથી તેઓ મને તે લખાણ તપાસવા માટે આપતા ! આ રીતે આ એક પ્રશસ્ય પુણ્યકાર્યમાં તેઓની લાગણી મને કિંચિત્માત્ર નિમિત્તભૂત બનાવી ગઈ !. તેઓની ભરપૂર મહેનતની ફલશ્રુતિ રૂપે આ અવશિષ્ટ સપ્ત સગય ગૂર્જરાનુવાદ તૈયાર થયા છે. મેં પણ યથાશક્તિ તેને જોઈ જવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ પશમ અલ્પતા-મતિમંદતાદિના કારણે કોઈપણ સ્થળે કાંઈપણ ક્ષતિ રહી જવા પામી હોય તો અધ્યેતા મહાશય અમેને જણાવી જરૂરી ઉપકૃત કરશો... આ ગ્રંથરત્નના અધ્યયન-અધ્યાયન દ્વારા ઝળહળતા સમ્યજ્ઞાનના પ્રકાશને પામી કમશઃ આપણે સૌ અનંત જ્ઞાન ગુણના આવિર્ભાવ પામીએ એજ મંગલ કામના. વીર સંવત ૨૫૧૫. વિક્રમ સંવત ૨૦૪૫ પૂજ્યપાદ-શાસન મૂર્ધન્ય-પરમ ગુરૂદેવ શ્રીમદ્ આ સુદ ૧૦ વિજ્યાદશમી વિજય રામચન્દ્ર સુરીવર ચરણકજરજ જૈનશાળા ખંભાત... શિષ્યાણ મુનિ નયવર્ધન વિજય } } થિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy