________________
ક્ષેત્રક-સગ ૨૨
त्रिभिः सहस्रैरधिकानि लक्षाण्यष्टौ तथा सप्त शतानि चात्र । स्युः कोटिकोटयः किल तारकाणां, तमोऽङ्करोन्मूलनकारकाणाम् ॥२८१ ।।
( ૩ણાતિ ) द्वीपोऽयमेवं गदितस्वरूपः, कालोदनाम्नोदधिना परीतः । विभाति दीप्रप्रधिनेव चक्रमिवेभसेनावलयेन भूपः ॥ २८२ ॥
( ૩૦ ) कालो महाकाल इतीह देवौ, प्राच्यप्रतीच्या धृताधिकारी । तदेवतः श्यामतोदकश्च, तदेष कालोद इति प्रसिद्धः ॥ २८३ ॥
(૩૫૦ ) लक्षांण्यष्टौ विस्तृतो योजनानामुद्विद्धोऽयं योजनानां सहस्रम् । आदावन्ते मध्यदेशे समानोवेधः सर्वत्रापि पूर्णहदाभः ।। २८४ ॥
( શાકિની ) न चूला न वेला न च क्षोभितास्मिन् , न पातालकुम्मादिका वा व्यवस्था । सदम्भोदमुक्तोदकस्वादुनीरः, प्रसन्नश्च साधोर्मनोवद्गभीरः ॥ २८५ ॥
(મુગપ્રયાતં)
ત્રણસોને છત્રીશ નક્ષત્ર છે અને આઠલાખ, ત્રણ હજાર અને સાતસો ( ૮,૦૩,૭૦૦) કેડીકેડી તારાએ છે, કે જે અન્ધકારનું ઉમૂલન કરે છે. ૨૮૦-૨૮૧.
અહીં જેનું આ વર્ણન કર્યું, તે આ ધાતકીખંડદ્વીપ ચોતરફથી કાલેદધિ નામના સમુદ્રથી વીંટળાએલ છે. તે દેદીપ્યમાન નાભિવડે જેમ ચક્ર શોભે અને હાથીની સેનાવડે જેમ રાજાશોભે, તેમ શોભે છે. ૨૮૨.
આ સમુદ્રના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કેમે કરીને કાલ અને મહાકાલ નામના બે દેવ અધિષ્ઠાયક છે, તેથી તે દેવના નામના કારણે અથવા તે સમુદ્રનું પાણી કૃષ્ણવણું હોવાથી તે “કાલેદધિ” એ પ્રમાણે પ્રસિદ્ધિ પામેલ છે. ૨૮૩.
આ સમુદ્રનો વિસ્તાર આઠલાખ જનનો છે. ઉંડાઈ એકહજાર એજનની છે. અને પાણીથી ભરેલા દ્રહની જેમ આ સમુદ્રની પણ આદિમાં—અખ્તમાં અને મધ્યદેશમાં એમ સર્વત્ર ઉંડાઈ સરખી જ છે. એટલે કે સર્વત્ર એકહજાર એજનની છે. ૨૮૪.
આ સમુદ્રમાં (લવણસમુદ્રની જેમ) પાણીની ઉંચી શિખા નથી, ભરતી નથી, ઓટ નથી, પાતાલ કલશાદિ નથી, સુંદર મેઘમાંથી વરસતા પાણીના જેવું મધુર પાણી - વાળે છે. અને સાધુના મનની માફક પ્રશાંત તથા ગંભીર છે. ૨૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org