SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સૂર્ય-ચંદ્રનાં ભવ-આયુષ્ય આદિ. किंतु तत्रास्ति भौमेयमेषु प्रासादशेखरः । वाच्यः प्रत्येकमेकैको, भौमेयसममानकः ॥ २३५ ।। प्रतिप्रासादमेकैकं, सिंहासनमनुत्तरम् । तेषु चन्द्राश्च सूर्याश्च. प्रभुत्वमुपभुञ्जते ॥ २३६ ॥ सुस्थितानरवत्सेव्याः, सामानिकादिभिः सुरैः । वर्षलक्षसहस्राढ्यपल्योपमायुषः क्रमात् ॥ २३७ ॥ एतेषां राजधान्योऽपि, स्वस्वदिक्षु मनोरमाः। म्युः सुस्थितपुरीतुल्याः, परस्मिल्लवणाणवे ॥ २३८ ॥ ये तु सन्त्यन्तरद्वीपाः, षट्पञ्चाशदिहाम्बुधौ । निरूपितास्ते हिमवगिरिप्रकरणे मया ॥ २३९ ।। एवमेकाशीतिरस्मिन् , द्वीपा लवणवारिधौ । वेलन्धराचलाश्चाष्टौ, दृष्टा दृष्टागमाब्धिभिः ॥ २४० ॥ પરંતુ ત્યાં ભૂમિ સંબંધી ભવન છે. જ્યારે આ બધા દ્વીપમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે એ પ્રાસાદ પ્રત્યેક દ્વીપમાં એક એક છે. ગૌતમીપનું ભૂમિ સંબંધી ભવન સમાન માનવાળું છે. ૨૩પ. દરેક પ્રાસાદની અંદર એક એક ઉત્તમ સિંહાસન છે, તે સિહાસન ઉપર ચંદ્ર અને સૂર્ય આધિપત્ય ભોગવે છે. ર૩૬, સુસ્થિત દેવની જેમ સામાનિક દેવ આદિથી સેવાતા એવા આ ચંદ્ર અને સૂર્ય અનુક્રમે એક લાખ વર્ષ અધિક અને એક હજાર વર્ષ ધેક ૨ પલ્યોપમના આયુષ્યવાળા છે (એટલે ચંદ્રનું એક પલ્યોપમ અને એક લાખ વર્ષ તથા સૂર્યનું એક પલ્યોપમ અને એક હજાર વર્ષનું આયુષ્ય હોય છે.) ૨૩૭. આ બધાની મનહર રાજધાનીઓ પોત પોતાની દિશામાં આગળના લવણસમુદ્રમાં છે અને તે સુસ્થિતદેવની નગરીની સમાન છે. ર૩૮. આ સમુદ્રમાં જે છપ્પન (૫૬) અંતરદ્વીપ છે, તેનું નિરૂપણ મેં હિમવંત પર્વતના પ્રકરણમાં કહ્યું છે. ૨૩૯. આ પ્રમાણે (૪ વેલંધર પર્વત, ૪ અનુલધર પર્વત, ૧૨ ચંદ્ર દ્વીપો, ૧૨ સૂર્યદ્વીપે, એક ગૌતમદ્વીપ અને છપ્પન અન્તર્કંપ=૮૧) આ લવણસમુદ્રમાં એક્યાસી દ્વીપ અને આઠ વેલંધર પર્વત છે કે જે આગમ સમુદ્રનાં દર્શક એવા મહાપુરૂષોએ શ્રુતજ્ઞાન વડે જોયેલા છે. ૨૪૦. ક્ષે-૩, ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy