________________
અથ વતુર્થઃ સર્ગ: द्वाराण्येवं वर्णितानि सप्तत्रिंशदिति क्रमात् । निर्दिश्यन्तेऽथ संसारिजीवेष्वमूनि तत्र च ।। १॥ ओघतो भाव्यते संसारिषु द्वारकदम्बकम् । श्रादौ ततो विशेषेण प्रत्येकं भावयिष्यते ॥ २ ॥
द्विधा संसारिणो जीवास्त्रसस्थावरभेदतः। त्रिविधाः स्युनिभिर्वेदैर्गतिभेदैश्चतुर्विधाः ॥ ३ ॥ एकद्वित्रिचतुःपंचेन्द्रिया इति च पंचधा । षोढा कायप्रकारैः स्युर्भवन्त्येवं च सप्तधा ॥ ४ ॥ एकाक्षा बादराः सूक्ष्माः पंचाक्षाः संझ्यसंज्ञिनः । चत्वारोऽमी विकलाक्षेत्रिभिः सह समन्विताः ॥ ५॥
સર્ગ ચે.
ત્રીજા સર્ગમાં સાડત્રીશ દ્વારોનુ કમશ: વર્ણન કર્યું. હવે એ દ્વારા સંસારી જીવને વિષે નિર્દેશ કરીએ છીએ. તેમાં પણ પહેલાં સર્વ દ્વારોને “ઘથી” એટલે એકસામટા નિર્દેશ કરશું; અને પછી પ્રત્યેક દ્વારનું ‘વિશેષત: વર્ણન કરશું. ૧-૨.
સંસારી જીવના બે પ્રકાર છે: (૧) ત્રસ એટલે ચલ-હાલી ચાલી શકે એ; અને (૨) સ્થાવર એટલે સ્થિર, અર્થાત્ હાલી ચાલી ન શકે એ.
વળી જીવને સ્ત્રી, પુરૂષ કે નપુંસક એમ ત્રણ વેદ હોય-એ લેખે એના ત્રણ પ્રકાર છે.
વળી જીવને દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી–એવી ગતિ હોય-એ લેખે એના ચાર પ્રકાર કહેવાય. ૩.
વળી જીવને એક થી તે પાંચ સુધી ઈન્દ્રિય હોય-એ લેખે એના એકેન્દ્રિ, બેઈન્દ્રિ, તેઈન્દ્રિ, ચઉરિન્દ્રિ અને પંચેન્દ્રિ એમ પાંચ પ્રકાર કહેવાય.
વળી ‘કાય પ્રમાણે પ્રકાર ગણીએ તો છ પ્રકાર થાયપૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૪.
વળી એના સાત પ્રકાર પણ પડે–તે આવી રીતે –(૧) સૂક્ષમ એકેન્દ્રિ, (૨) બાદર એકે ન્દ્રિ, (૩) બેઈન્દ્રિ, (૪) ઈન્દ્રિ,(૫) ચઉરિન્દ્રિ,(૬) સંગ્નિ પંચેન્દ્રિ અને (૭) અસંક્ષિપચેન્દ્રિ. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org