________________
દ્રવ્યો ] चार प्रकारनी मति-बुद्धि ।
(૨૦૨) औत्पत्तिकी वेनयिकी कार्मिकी पारिणामिकी। प्राभिः सहामी भेदा: स्युः चत्वारिंशं शतत्रयम् ॥७५० ॥
न दृष्टो न श्रुतश्च प्राग् मनसापि न चिन्तितः । यथार्थस्तत्क्षणादेव ययार्थी गृह्यते धिया ॥ ७५१ ॥ लोकद्वयाविरुद्धा सा फलेनाव्यभिचारिणी। बुद्धिरौत्पत्तिकी नाम निर्दिष्टा रोहकादिवत् ॥ ७५२ ॥ युग्मम्॥
गुरूणां विनयात्प्राप्ता फलदात्र परत्र च । धर्मार्थकामशास्त्रार्थपटुः वैनयिकी मतिः ॥ ७५३ ॥ निमित्तिकस्य शिष्येण विनीतेन यथोदितः।। स्थविरायाः घटध्वंसे सद्यः सुतसमागमः ॥ ७५४ ॥
शिल्पमाचार्योपदेशाल्लब्धं स्यात्कर्म च स्वतः । नित्यव्यापारश्च शिल्पं कादाचित्कं तु कर्म वा ॥ ७५५ ॥
અવગ્રહ હોય છે તેને સ્વીકારીને “બહુ અવગ્રહ કરે છે” એમ કહેવાય છે, એકસમયસ્થાયી નેશ્ચયિકને આશ્રયીને એમ નથી કહેવાતું. એ પ્રમાણે સર્વત્ર ઉપચારના આશ્રયથી સમજવું.
ઉત્પત્તિકી, વિનચિકી, કાર્તિકી અને પરિણુમિકી–આ ચાર પ્રકાર ભેળવતાં મતિજ્ઞાનના ત્રણસેને ચાલીશ કાર થાય છે. ૭૫૦.
પૂર્વે જોયેલ કે સાંભળેલ પણ ન હોય, મનને વિષે ચિંતવેલ પણ ન હોય એયે કોઈ પણ પદાર્થ જે (બુદ્ધિ) થી એકદમ ગ્રહણ કરી શકાય એવી, ઉભયકલેકને અ-વિરોધી, નિર્ણત ફળ આપનારી, રેહક વગેરેના જેવી બુદ્ધિ ‘ઉત્પત્તિકી બુદ્ધિ કહેવાય છે. ૭પ૧-૭૫૨.
ગુરૂજનના વિનયથી થયેલી, ઉભયલોકને સફળ કરનારી અને ધર્મ, અર્થ, કામ તથા શાસ્ત્રાર્થને વિષે તીવ્રતાવાળી બુદ્ધિ “વિનચિકી” કહેવાય છે. ૭૫૩.
એક સ્થવિર ડોસીનો ઘડો ફુટી ગયો તે પરથી એક નિમિત્તિયાના વિનયવંત શિષ્ય કહેલું કે એને સદ્ય એના પુત્રને મેળાપ થશે.-એ આ વિનચિકી બુદ્ધિનું દષ્ટાન્ત સમજવું. ૭૫૪.
આચાર્યના ઉપદેશથી પ્રાપ્ત થયેલ હોય એ શિલ્પ, અને સ્વત: પ્રાપ્ત કરેલ હોય એ કર્મ. અથવા નિત્યનો વ્યાપાર એ શિલ્પ, અને કેઈક જ દિવસે કરીએ એ કર્મ. કર્મને વિષે
૧. ૭૩૮ મા લેકમાં ત્રણને ત્રીશ ગણાવ્યા છે એમાં આ ચાર ઉમેરતાં ત્રણસોને ચાલીસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org