________________
દ્રવ્યો ] “વાય’નું સ્વહૃપ !
( ૨૧ ) वीतरागयतिश्राद्धसम्यग्दृष्टित्वघातकाः ।
ते देवत्वमनुष्यत्वतिर्यक्त्वनरकप्रदाः ॥ ४१५ ॥ प्रज्ञापनावृत्तौ च
अनन्तान्यनुबध्नन्ति यतो जन्मानि भूत्रये ।
तेनानन्तानुबन्ध्याख्या क्रोधायेषु नियोजिता ॥ ४१६ ॥ एषां संयोजना इति द्वितीयमपि नाम ॥
संयोजयन्ति यन्नरमनन्तसंख्यैर्भवैः कषायास्ते । संयोजनतानन्तानुबन्धिता वाप्यतस्तेषाम् ॥ ४१७ ॥
नाल्पमप्युल्लसेदेषां प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसंज्ञातो द्वितीयेषु नियोजिता ॥ ४१८ ॥ सर्वसावद्यविरतिः प्रत्याख्यानमिहोदितम् । तदावरणतः संज्ञा सा तृतीयेषु योजिता ॥ ४१९ ॥
પખવાડીયા સુધી રહે; પ્રત્યાખ્યાની ચાર માસ પર્યન્ત રહે; અપ્રત્યાખ્યાની એક વર્ષ સુધી ટકે અને અનન્તાનુબન્ધિ યાવાજીવ ટકે. ૪૧૪.
પહેલે વીતરાગપણને, બીજે સાધુપણાને, ત્રીજે શ્રાવકપણાનો અને ચોથો સમ્યકત્વને નાશ કરે છે. વળી એ ચારે અનુક્રમે દેવત્વ, મનુષ્યત્વ, તિર્યચપણું, અને નરકવાસ–ને આપનારા છે. ૪૧૫.
(૧) પ્રજ્ઞાપના–પન્નવણા સૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે ક્રોધ વગેરે ચારે કષાયો પ્રાણીને * અનન્ત ”જન્મ “ એક પછી એક બંધાવે છે માટે અનન્ત-અનુબધિ, અનન્તાનુબધિ નામ પડયું. “અનન્તાનુબન્ધિ” ને બદલે “સંયેજન” એવું બીજું નામ પણ છે; કારણકે એ માણસને “અનન્ત જન્મ-ભવો સાથે સંયોજે છે–જેડે છે. માટે એમને સંયેજનતા છે અથવા અનન્તાનુબન્ધિતા પણ છે. ૪૧૬-૪૧૭.
(૨) બીજો પ્રકાર “અપ્રત્યાખ્યાની.”એ નામ એટલા પરથી પડયું કે એમના ઉદયથી આ જગતમાં લેશ પણ પ્રત્યાખ્યાન ઉલ્લસતું નથી. ૪૧૮
(૩) સર્વ પ્રકારના અનિષ્ટ-સિંધ-પાપમય કાર્યોથી વિરમવું–અટકી જવું–એનું નામ પ્રત્યાખ્યાન.” એવું “પ્રત્યાખ્યાન’ કરાવે એ ત્રીજો પ્રકાર–પ્રત્યાખ્યાની. ૪૧૯.
+ વિરામ-નિરાદર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org