SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨) જોવMારા ! [ ૨ क्षीरनीरेवदन्योऽन्यं श्लिष्टा जीवप्रदेशकैः । कर्मप्रदेशा येऽनन्ता: कार्मणं स्यात्तदात्मकम् ॥ १०५ ॥ सर्वेषामपि देहानां हेतुभूतमिदं भवेत् । भवान्तरगतौ जीवसहायं च सतैजसम् ॥ १०६ ।। नन्वताभ्यां शरीराभ्यां सहात्मायाति याति चेत् । प्रविशन्निरयन्वापि कुतोऽसौ तर्हि नेक्ष्यते ॥ १०७ ।। अत्रोच्यते-न चक्षुर्गोचरः सूक्ष्मतया तैजसकामणे । ततो नोत्पद्यमानोऽपि म्रियमाणोऽप्यसौ स्फुटः ॥ १०८ ॥ परैरप्युक्तम्-अन्तराभवदेहोऽपि सूक्ष्मत्वान्नोपलभ्यते । निष्क्रामन्प्रविशन्वापि नाऽभावोऽनीक्षणादपि ॥ १०९ ॥ स्वरूपमेवं पंचानां देहानां प्रतिपादितम् । कारणादिकृतांस्तेषां विशेषान् दर्शयाम्यथ ॥ ११० ॥ તત્ત્વાર્થવૃત્તિ” માં કહ્યું છે કે જ્યારે ઉત્તરગુણની પ્રતીતિવાળી લબ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે રોષરૂપી વિષથી ધમધમાયમાન થયેલ માણસ “ગશાળા ની જેમ શત્રુને બાળી નાખવાને માટે તેજલેશ્યા મૂકે છે અથવા તો પ્રસન્તુષ્ટમાન થયો હોય તે શીતલેશ્યા-શીતળતેજ-થી અનુગ્રહ કરે છે. હવે પાંચમું અને છેલ્લે કામણ શરીર: જીવપ્રદેશોની સાથે ક્ષીરનીરની પિઠે પરસ્પર ભળી ગયેલા કર્મપ્રદેશરૂપ “કામણ શરીર હોય. આ કામણ શરીર સર્વ શરીરનું હેતુભૂત છે; અને તેજસ તથા કામણ-બેઉ સાથે મળીને, જીવને ભવાન્તરમાં જવા માટે સહાયર્તા થઈ પડે છે. ૧૦૫-૧૦૬. અહિં એવી શંકા ઉપસ્થિત થાય કે–જ્યારે આત્મા આ બેઉ શરીર સહિત આવજા કરે છે ત્યારે આવતો-પ્રવેશ કરતો અને જતા–નીકળતો કેમ દેખાતો નથી? એ શંકાનું નિવારણ આમ કરવું:–આત્મા સૂક્ષમ છે તેથી દષ્ટિગોચર થાય નહિં, તેથી એ ઉત્પન્ન થતો કે મૃત્યુ પામતો (આવતો જતો) પણ ફુટ દેખાય નહિં. ૧૦૭–૧૦૮ અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે—અંતરંગ આત્મશરીર સૂકમ હોવાથી નીકળતું કે પ્રવેશ કરતું જણાતું નથી. પણ એ પરથી “એની હયાતિ નથી” એમ ન જાણવું. ૧૦૯ આ પ્રમાણે પાંચ પ્રકારના શરીરનું સ્વરૂપ સમજાવ્યું. હવે એ શરીર સંબંધી કારણ આદિ કૃત “વિશેષ” (તફાવત ) કહું છું:–૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy