SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રતિ ઠીક યુદ્ધ છે, જે એ લખનાર કોઈ જે તેવા અજ્ઞાન લહી નહિં પણ વિચારસાગર નામના કોઈ સંસ્કૃત ભાષાના અભિજ્ઞ યતિએ લખેલી હોઈને, હેવી જોઈએ. ( જુઓ ઉપર ટાંકેલે ૪ થે લેાક. ) આખી પ્રતિના એકંદર ૪૯૪ પાનાં છે, પૃષ્ટ પૃષ્ટ પંદર પંક્તિ બહુ સુંદર અક્ષરોથી લખેલી છે. વચ્ચે વચ્ચે લેખકે “પડિમાત્રા” કહેવાતી લેખનરૂઢિને છુટથી ઉપયોગ કર્યો છે, કે જે રૂઢિ આજથી ૨૦૦-૩૦૦ વર્ષ ઉપર પુષ્કળ પ્રચલિત હતી. વળી અગત્યની “સ્થાપનાચિત્ર, આકૃતિઓ, કેક વગેરે પણ આ પ્રતિના લેખકે, કોઈ કોઈ જગ્યાએ તે રંગ પૂરીને પણ આપ્યાં છે. | (B) શ્રીમદ્ મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય “મનહર મુનિ ની પ્રતિ. સુંદર મોટા અક્ષરમાં લખેલા ૫૮૭ પાનાની આ પ્રતિ છે. સંવત્ ૧૫૫ માં કઈ મારવાડી લડીઆની લખેલી છે, ભાષાભિજ્ઞ નહિં હોય એટલે લેખકે તે અનેક ભૂલ કરી છે, પણ આ પ્રતિ સદભાગ્યે એ વિદ્વાન મુનિએ વાંચેલી જણાય છે, કેમકે ઠામ ઠામ સુધારા વધારા કરેલ છે. ૧ લી (A) પ્રતિની ઉપરથી જ આ પ્રતિ લખેલી જણાય છે. આમાં પણ “સ્થાપના', જરૂરની આકૃતિઓ વગેરે આપેલાં છે. છેવટને colophon આ પ્રમાણે છે – लिपीकतं लहीया श्रीकृष्ण अमरदत्त । रेनेवाले जोधपुर-मारवाड-गुंदी के मोलेमे । हाल अमदावादमे रेते है । देवसाके पाडे । संवत् १९५५ ना दुसरा जेठ वद ५ मंगलवार पूर्णकीया हे । श्रीरस्तु कल्याणमस्तु ।। (C) પહેલી (A) ની જેમ શ્રીમદ્ મેહનલાલજી જ્ઞાન ભંડાર સુરત-ની પ્રતિ. બીજી (B) પ્રતિના જેવા સુંદર મોટા અક્ષરોવાળી આ પ્રતિમા પણ લગભગ બધીજીના જેટલા ૫૮૯ પાનાં છે. કેઈ કઈ સ્થળે અશુદ્ધ છે પણ સાધારણ ભાષાજ્ઞાનવાળા લહીઆ દ્રવ્યને માટે ઉતાવળે લખી કાઢે તેમાં એવા દેષ રહી જાય એ સ્વાભાવિક છે. એ પ્રત સંવત ૧૯૬૦ માં લખેલી છે. લખાવનારના કે કોઈ અન્ય ભાગ્યશાળી વિદ્વાનના હાથમાં જઈ વંચાયેલી જણાતી નથી. ભંડારમાં સચવાઈને કિબંધ નવી જ રહી છે. વંચાઈ હોત તો તો યેગ્ય શેધન થયું હતા. આ પ્રતિને છેવટે colophon આ પ્રમાણે છે:– संवत १९६० ना वर्षे माधमासे शुक्लपक्षे २ तिथौ कुनवासरे संपूर्णकृतं । पं. खुबकुशलगुरुसुंदरकुशलेन लिपिकृतं श्रीजामनयरे । मूळ ग्रन्थमा १७६७० श्लोक स्वग्रन्थना 'अने' साक्षीना ३००० । सर्व ग्रंथान २०६७०॥ (D) ભાવનગરના શેઠ ડોસાભાઈ અભેચંદ એટલે મોટા જિનમંદિરના હસ્તગત જ્ઞાન ભંડારની પ્રતિ. આ પ્રતિ ઘણી જ અશુદ્ધ માલમ પડવાથી એનો કશો ઉપયોગ થઈ શક્યા નથી. આમ ત્રણ હસ્તલિખિત પ્રતિઓને આધારે પ્રસ્તુત લેકપ્રકાશ ગ્રન્થનું મૂળ TEXT તૈયાર કરવામાં આવ્યું છે. પરન્ત એ પ્રતિઓમાં પણ કઈ કઈ સ્થળે ન વાંચી કે ન સમજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy