SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય એવા, અથવા બંધબેસતા નહિં-એવા, અક્ષર કે શબ્દ માલમ પડેલા ત્યાં પંડિતવર્ય હીરાલાલ હંસરાજે મુદ્રિત કરેલા એ ગ્રન્થની સહાય પણ મેં લીધી છે અને એટલા માટે બીજાઓની સાથે એ અગ્રગણ્ય વિદ્વાન્ ગૃહસ્થને પણ મારે આ સ્થળે આભાર માનવાને છે. આલોકપ્રકાશ ગ્રન્થનું લગભગ વીશ હજાર લેક પ્રમાણપૂર છે એટલે આ ગ્રન્થ મૂળ અને અનુવાદ સાથે એક જ પુસ્તકમાં પ્રસિદ્ધ થઈ શકે નહિં. માટે “સમિતિ ” ના માન્યવર કાર્યવાહકે એના વિભાગ કરી કરીને પ્રકાશિત કરવાનો વિચાર રાખ્યો છે. આ પ્રસિદ્ધિમાં મૂકીએ છીએ એ પુસ્તક, જેને આપણે પહેલે વિભાગ કરીને કહેશું એમાં દ્રવ્યો પૂરતા અગ્યાર સર્ગ આવ્યા છે. એકંદર સાડત્રીશ સર્ગો છે. એટલે શેષ છવ્વીશ સોં–જેમાંથી પણ એક છેલ્લે તો “પ્રશસ્તિ” રૂપ છે એટલે શેષ પચવીશ સર્ગોમાં ક્ષેત્રો, rઠો અને માવો ની હકીકત છે. બારમાથી સત્યાવીશમા સુધીના સોળ સર્ગોમાં ક્ષેત્રો ની અને અઠ્યાવીશમાથી પાંત્રીશમા સુધીના આઠ સર્ગોમાં વસ્ત્રોની હકીકત છે. એક છત્રીશમા સર્ગમાં માવો નું-છ માવનું સમ્યક્ નિરૂપણ કરેલું છે. છાપવાનું કાર્ય ચાલેજ છે એટલે ક્ષેત્રો આદિક બીજા વિભાગ પણ થોડા વખતમાં પ્રસિદ્ધ થઈ શકશે. ચારેમાં દુષ્પોનો વિષય બહ સૂક્ષમ હોઈ ગ્રહણ કરી સામાન્યતઃ મુશ્કેલ છે. અન્ય વિષયના વિશેષ અભ્યાસવાળા ગૃહસ્થ કે ત્યાગી નિશે પણ, કહે છે કે એના દુર્ગાદાત્વને લઇને એમાં ચંચુપાત કરવાની ઓછી ઈચ્છા રાખે છે. અત્ર મેં પોતે તે, સંસ્કૃત (અને અંગ્રેજી પણ ) ગદ્યપદ્યાદિનો સ્વદેશીય ભાષામાં અનુવાદ ઉતારવાની અને સ્વાભાવિક જ હાથ બેસી ગયેલી ધાટીને લઈને, મારા સંસ્કૃતના જ્ઞાનપર મુસ્તકીન રહીને અને એમાં પણ ફિલસુફી જેવા ગહન વિષયનું સંસ્કૃત પદબંધમાં સ્વરૂપ દર્શાવવા જેટલી અગાધ કાવ્યકળાવાળા પ્રાચીન પંડિતજનો સહેલી કે અઘરી પણ પડે એવી રચના વાળા કોમાં પણ વગર અથે ( નિપ્રયેાજન ) એક પણ શબ્દ દાખલ કરતા નથી તેમ જરૂરીયાતવાળે એક પણ શબ્દ છેડી દેતા નથી–એ બાબત સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને, યા નિરા સર્વમતાનાં તથા નાગત્તિ પંથના–આ સૂત્રના સંયમીની પેઠે નિરાના શાન્ત વાતાવરણુમાં સતત છતાં મનના વિદપૂર્વક બેસી ‘મૂળ' લખ્યું છે અને ભાષાન્તર કર્યું છે. એમ “દીલના રંગે’ આ મહાન ગ્રંથ મેં તેયાર કર્યો છે. છતાં એમાં દોષ નહિંજ રહેવા પામ્યો હોય એમ હું માનવ કહી શકું નહિં, કેમકે સર્વથા દોષરહિત, સંપૂર્ણ તો ભગવાન જ છે, એટલે અંદર રહેવા પામેલી હરોઈ ભૂલચૂક માટે હું અન્ત:કરણપૂર્વક ક્ષમા યાચું છું. છેવટ, ગ્રન્થકર્તા ઉપાધ્યાયજીની જ एतद्ग्रन्थग्रथनप्रचितात्सुकतान्निरन्तरं भूयात् । श्रीजिनधर्मप्राप्तिः श्रोतुः कर्तुश्च पठितुश्च ।। આ આશીર્વાદાત્મક ગાથા અત્ર ટાંકીને આ મારી પ્રસ્તાવના હું બંધ કરૂં છું. ભાવનગર. તત્તેશ્વર પ્લેટ જેન સેનેટેરીયમ. મોતીચંદ ઓધવજી. તા. ૨૩--૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy