SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ યને, તેર વર્ષ પર્યાયવાળાને ઉસ્થાન ગ્રુત આદિ ચાર, ચૌદ વર્ષ પર્યાયવાળાને આશીવિષ ભાવના અધ્યયન ભણાવવું–એમ જિનેશ્વરએ કહેલું છે. પંદર વર્ષના દીક્ષિતને દષ્ટિવિષ ભાવના અધ્યયન ભણાવવું. સેળ વર્ષ અને તેમાં ઉત્તરોત્તર એક વર્ષ પર્યાય વધતું જાય, તેમને અનુક્રમે ચારણ ભાવના, મહાસુવિણ ભાવના, તેયગ્નનિસગ સૂત્ર ભણાવવાં. ઓગણીશ વર્ષના પર્યાયવાળાને દષ્ટિવાદ નામનું બારમું અંગ ભણાવવું અને સંપૂર્ણ વિશ વર્ષના પર્યાયવાળા સાધુને સર્વ સૂત્ર ભણવાનો અને ગુરુએ ભણાવવાનો અધિકાર છે. સાવીને આશ્રીને સૂત્રને અનુસારે એ વ્યવહાર છે કે, અકાલચારીપણું આદિન ત્યાગ કરવો. અકાલચારિત્વનું લક્ષણ આ પ્રમાણે સમજવું—“અષ્ટમી, પાક્ષિક, તથા વાચના-કાળ સિવાયના સમયમાં સાધુના ઉપાશ્રય કે રહેવાના સ્થાનમાં આવતી સાધ્વીએને અકાલચારી કહેવાય.” આ વિષયમાં સૂત્રાનુસારે સૂત્રદાન આપવામાં સિદ્ધ નામના આચાર્ય દષ્ટાંતરૂપ છે. દષ્ટાન્ત આહરણ પણ કહેવાય. જેનાથી આકર્ષણ કરાય, પ્રતીતિ-શ્રદ્ધા-વિશ્વાસ ઉત્પન્ન કરાય, તે આહરણ અથવા દષ્ટાન્ત કહેવાય. (૨૯) ૩૦ થી ૩૪ ગાથામાં સિદ્ધાચાર્ય વિષયક સંગ્રહાર્થ જણાવ્યું છે. જેને વિસ્તાર વિવરણકાર કથા દ્વારા કહે છે – સિદ્ધાચાર્ય–કથા આ જ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુરી સમાન વિબુધ એટલે દેવતાઓ અને પંડિતોના હૃદયને આશ્ચર્ય પમાડનાર, નિરંતર પ્રવર્તતા મહામહોત્સવવાળી, શ્રીવાસુપૂજ્ય સ્વામીના વચ(દ)ન રૂપી ચંદ્રથી વિકસિત થયેલ, ભવ્ય રૂપી કુમુદવનથી યુક્ત, વિષ્ણુની મૂર્તિની જેમ લક્ષ્મીથી શોભતી અને જયપતાકાવાળી ચંપા નામની પુરી હતી. ત્યાં કુબેરના ધનભંડારને પરિભવ કરનાર, ગુણોથી વિશિષ્ટ ધન નામને ધનપતિ રહે હતો. તેને તામ્રલિપ્તિના રહેવાસી વસુ નામના વેપારી સાથે નિષ્કપટ ભાવવાળી મૈત્રી બંધાઈ જૈનધર્મનું પાલન કરવામાં તત્પર, ઉત્તમ સાધુઓના ચરણની સેવા કરનાર એવા તેઓના દિવસે પસાર થતા હતા. એક સમયે પિતાની પરસ્પર પ્રીતિ કાયમ માટે ટકી રહે તે માટે ધનશેઠે પોતાની સુંદરી નામની પુત્રી વસુ શેઠના નંદપુત્રને આપી. સારા મુહૂતે ઘણા આડંબરથી, ઘણું ધન ખરચીને ભુવનને આશ્ચર્ય પમાડે તેવો લગ્નમહત્સવ કર્યો. હવે નંદ પૂર્વોપાર્જિત પુણ્ય-વૃક્ષના પ્રતાપે સુંદરીની સાથે વિષયસુખ ભગવતે દિવસે પસાર કરતો હતો. તે અતિનિર્મલ બુદ્ધિવાળો હોવાથી જિનમતનો જાણકાર હતો. કેઈક સમયે તેને વિચાર આવ્યું કે, “જે પુરુષ વ્યવસાય અને વૈભવથી રહિત હોય, તે લોકમાં નિંદાય છે અને તે કાયર ગણાય છે. તેની પહેલાની લહમી પણ જલદી ચાલી જાય છે. માટે બાપ-દાદાની પરંપરાથી ચાલ્યો આવતે વહાણને ધ છે. શરુ કરું. પૂર્વ પુરુષેએ ઉપાર્જન કરેલ ધનને વિલાસ કરવો–એમાં મારી કઈ શોભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy