SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુએ ગ્ય શિષ્યોને કમથી સૂત્ર-દાન કરવું [ ૫૫ કરવા માટે સાકર ખવરાવે, તો કડવી લાગે અને લિંબડાને રસ પાય તે મીઠો લાગે, તેમ મિથ્યાત્વ-ઝેર વ્યાપેલા આત્માને તો વિપરીત જણાય. તથા નવા આવેલા તાવમાં શામક ઔષધ પણ નુકશાન-કારક થાય છે, તેમ અપ્રશાંત મતિવાળા પાસે શાસ્ત્રના સાચા પદાર્થો જણાવવામાં આવે, તે તે તેને દેષ-નુકશાન કરનાર થાય છે. જેમ સર્પ દૂધપાન કરે, તો પણ વિષને ત્યાગ કરતું નથી, તેમ કુદષ્ટિવાળો-મિથ્યાત્વી જિનવચન ભણવા છતાં પણ મિથ્યાત્વને ત્યાગ કરતો નથી. (૨૮) આ પ્રમાણે શિષ્ય વિષયક ઉપદેશ આપી હવે ગુરુ સંબંધી ઉપદેશ કહે છે– સૂત્રદાન–કમ ગુરુએ પણ વિધિ સહિત યોગ્ય શિષ્યોને સૂત્રના અનુસાર સૂત્રદાન કરવું જોઈએ. આ વિષયમાં સિદ્ધાચાર્યનું ઉદાહરણ અનુસરવું. હવે આ જ ગાથાને અર્થ વિવરણકાર વિસ્તારથી કહે છે. “શાસ્ત્રના પ્રાપ્ત કરેલા યથાર્થ અર્થને જે કહે, તે ગુરુ –શબ્દની વ્યુત્પત્તિથી વ્યાખ્યા કરી. ગુરુના નામને સાર્થક કરનાર, પિતાના અને અન્ય મતના દર્શનેનાં શાસ્ત્રના જાણકાર, સામાના આશયને સમજનાર, પરહિત કરવા સદા તત્પર એવા જે યતિ-સાધવિશેષ, તે ગુરુ. તેણે પણ શ્રુત-રત્ન વિધિ સહિત ક્રમપૂર્વક એગ્ય શિષ્યને આપવું. એકલા શિખે જ વિધિ અને વિનય સહિત સૂત્ર ગ્રહણ કરવું-એમ નહિં, પરંતુ ગુરુએ પણ આગળ જણાવીશું, તેવા યોગ્ય-પાત્ર શિષ્યને સૂત્ર-રત્નનું દાન કરવું, પરંતુ અયોગ્ય શિષ્યને ન આપવું. કહેલું છે કે, “વિનયથી નમ્ર હેય, બે હાથથી મસ્તકે અંજલિ કરતો હોય, ચિત્તને પારખી ગુરુના કાર્યને જલદી કરનાર હોય, તે પ્રમાણે ગુરુના ચિત્તને પ્રસન્ન કરવામાં આવે, તે તેવા પ્રસન્ન થયેલા ગુરુમહારાજ તરત મોકળા મનથી ઘણા પ્રકારના સૂત્રાર્થો આપે.” તથા–“પૂર્ણ વિનય-સહિત દેશ અને કાલાનુસાર સંયમના સાધનભૂત યોગ્ય ઉપધિ અને એગ્ય દ્રવ્યો લાવી આપનાર, ગુરુના ચિત્તને ઓળખનાર, ગુરુની અનુકૂળતા પ્રમાણે વર્તનાર શિષ્ય શ્રુતજ્ઞાન સારી રીતે મેળવે છે.” કેવી રીતે? “વ્યવહારભાગ્ય સૂત્રમાં કહેલા ક્રમથી. અક્રમથીએટલે આગમમાં જણાવેલ ક્રમનું ઉલ્લંઘન કરનાર જડ નકકી તેને કેવી થાય છે. આગમથી જ આ સર્વ વ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલે છે. જે તેમાં કેઈ હઠ કરે, તો ખરેખર તે અજ્ઞાનીને સરદાર છે.” સૂત્રમાં કહેલા ક્રમને અનુસાર તે આ પ્રમાણે સમજવું—“ત્રણ વરસને દીક્ષા-પર્યાય થયો હોય તેવા સાધુને આચાર–પ્રક૯પ નામનું અધ્યયન, ચાર વરસના પર્યાયવાળાને સૂયગડાંગ સૂત્ર, પાંચ વરસના પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ, બૃહત્ક૯પ અને વ્યવહાર સૂત્ર, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રો, દશ વર્ષના પર્યાયવાળાને વિવાહ-પ્રજ્ઞતિ એટલે કે ભગવતી સૂત્ર ગદ્વહનપૂર્વક ભણાવે. જો કે, દરેક સૂત્રો યોગો દ્વહનપૂર્વક ગુરુમહારાજ ભણાવે છે. અગિયાર વર્ષના પર્યાયવાળાને ખુડ્રિયા વિમાન વિગેરે અધ્યયને ભણાવવાં. બાર વર્ષ પર્યાયવાળાને અરુણાવવાઈ આદિ પાંચ અધ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy