SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] ઉપદેશપદ-અનુવાદ પ્રકોપથી ઉત્પન્ન થયેલ તાવમાં દેષફલ કરનાર થાય છે, તો પછી બીજા પ્રકોપના કારણભૂત ઘી વગેરે તો સન્નિપાત વગેરે મહારોગના કારણભૂત પદાર્થની શી વાત કરવી? “હે ભવ્યાત્મા! આ વસ્તુ તે જગતમાં સિદ્ધ અને પ્રત્યક્ષ છે.” આ પ્રમાણે દષ્ટાન્ત બતાવીને રાષ્ટ્રતિકમાં જોડતાં કહે છે. એ પ્રમાણે સર્વજ્ઞા ભગવંતે નિરૂપણ કરેલા જીવ, અજીવ વગેરે પદાર્થોમાં નિત્ય, અનિત્ય વગેરે વિચિત્ર પર્યાય-પરંપરા રહેલી છે. તેની વિપરીત શ્રદ્ધા કરવા રૂ૫ મિથ્યાત્વ, તે મિથ્યાત્વરૂપ વરને આત્મામાં ઉદય થાય. મિથ્યાત્વ મિથ્યાત્વ સાત પ્રકારનાં કહેલાં છે -૧ એકાંતિક, ૨ સશયિક, ૩ વનયિક, ૪ પૂર્વવ્યુગ્રાહ, ૫ વિપરીતરુચિ, ૬ નિસર્ગ મિથ્યાત્વ અને ૭ મૂઢદષ્ટિ. જિનેશ્વરએ કહેલા પદાર્થોની અશ્રદ્ધા કરવા લક્ષણ ઐકાંતિક આદિ સાત ભેદેવાળું મિથ્યાત્વ કહેલું છે. જીવ સર્વથા ક્ષણિક કે અક્ષણિક, સગુણ કે નિર્ગુણ જ છે એમ કહેવું તે ૧ એકાંતિક મિથ્યાત્વ. વીતરાગ સર્વ જીવ, અછવાદિ પદાર્થો કહેલા છે, તે સાચા હશે કે નહિં એમ સંકલ્પ કરે, તે ૨ સશયિક મિથ્યાત્વ. સર્વે આગમ-શાસ્ત્ર, લિંગ-વેષવાળા સર્વ દે, સર્વ ધર્મો હંમેશા સરખા જ છે-એવા પ્રકારની જે બુદ્ધિ હોય, તેને જિનેશ્વરોએ વિનયિક મિથ્યાત્વ કહેલું છે. ચામડીયાના ટોળામાં ચામડાના ટૂકડાનું ભજન હોયતેવા કુહેતુ અને કુદષ્ટાંતથી ભરમાવેલો સાચા તત્વને ન પામે, તે ૪ પૂર્વયુદ્ધગ્રાહી મિથ્યાત્વ. તાવ આવેલાને મધુરરસ ચખાડો તો કડવો લાગે અને કડવો મધુર લાગે– તેમ ખોટાને ખરું માને, તે પ વિપરીતરુચિ નામનું મિથ્યાત્વ. જન્માંધ પુરુષ જેમ સારા કે ખરાબ રૂપને સર્વથા ન જાણે, તેમ જે તત્ત્વ કે અતવને સ્વરૂપથી ન જાણે, તે ૬ નિસર્ગ મિથ્યાત્વ. યુક્ત-અયુક્તને વિચાર ન કરનાર રાગીને દેવ કહે, સ્ત્રી, પરિગ્રહ આદિના સંગવાળાને ગુરુ કહે, પ્રાણીની હિંસામાં ધર્મ કહે, તે ૭ મૂઢદષ્ટિ મિથ્યાત્વ કહેવાય. આવા ભેદેવાળું મિથ્યાત્વ દુઃખે કરીને નિવારી શકાય તેવાં ગાઢ દુઃખ કરનાર હેવાથી જવર રોગ-વિશેષ તેમાં ઉત્પન્ન થાય. આને તાત્પર્યાથે એ સમજ કે, જેમ તાવ આવ્યો હોય, ત્યારે તેને ઉતારવા માટે આપેલું ઔષધ ગુણ કરનાર થતું નથી, પરંતુ ઉલટું મોટા દેષને ઉત્પન્ન કરનારું થાય છે. (કેટલાંક ઓષધોથી રીએકશનવધારે દરદ ઉત્પન્ન થાય છે.) એ જ પ્રમાણે સૂત્ર પણ સંસારની વ્યાધિ અને પીડાઓને રોકનાર એવા શ્રેષ્ઠ ઔષધ સમાન હોવા છતાં દુર્વિનીત સ્વભાવવાળા અને અવિધિ કરનાર જીવને મહા મિથ્યાત્વના ઉદયમાં અવગુણ કરનાર થાય છે. આ જ વાત બીજે સ્થળે પણ જણવેલી છે કે-સાતે પ્રકારના મિથ્યાત્વથી મોહિત એવા જીવને, વિષ વ્યાપેલાને અથવા જેને સર્પ કરડ્યો હોય અને તેનું ઝેર શરીરમાં વ્યાપી ગયું હોય, ત્યારે તેની પરીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy