SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયથી વિદ્યા-સિદ્ધિ [ ૫૩ સ્ફટિક ઉ૫લ સરખી ઉજજવલ શીલવાળીને રાક્ષસે ભક્ષણ ન કર્યું, ચોરોએ પણ ન લૂંટી–એવા પ્રકારની અખંડિત શીલવાળી પતિ પાસે આવી પહોંચી. ત્યાર પછી અભયે લોકોને પૂછયું કે, માલી, રાક્ષસ, ચાર અને પતિ આ ચારમાંથી કોણે દુષ્કર કાર્ય કર્યું? ત્યારે પ્રેક્ષકગણે પોતપોતાના અભિપ્રાય જણાવ્યા. (૨૪) ઈર્ષાળુ, ભક્ષક, ચોર વિષયક અભયને જ્ઞાન થયું, એટલે માતંગ-ચોરને પકડ્યો. પૂછ્યું કે, “બહાર રહીને તે કેવી રીતે આમ્રફલો ગ્રહણ ક્ય?” “વિદ્યાના પ્રભાવથી.” અભયે એ હકીકત શ્રેણિકને નિવેદન કરી. ચંડાલને એ વિદ્યાદાન આપવાની શિક્ષા કરી. ચંડાલે તે સ્વીકાર્યું. શ્રેણિકને વિદ્યાદાન આપવાનું શરુ કર્યું. આસનભૂમિ ચંડાલને આપી, પિતે સિંહાસન પર બેઠા. શ્રેણિકને વિદ્યા ન પરિણમી-ન આવડી. (૨૫) તેથી રાજાને કોપ થયે કે, તું મને બરાબર વિદ્યાદાન કરતો નથી.” ચંડાલે કહ્યું કે, “હું તેમાં બિલકુલ વિતથ કરતો નથી.” અભયે કહ્યું કે, “વિદ્યા લેનારે વિનય કરવો જોઈએ, અવિનયથી વિદ્યા મળતી નથી.” આપે ભૂમિ ઉપર અને તેને સિંહાસન પર બેસાડવો જોઈએ. પછી રાજા પૃથ્વી ઉપર બેઠા. ચંડાલને સિંહાસન પર બેસાડ્યો. ત્યાર પછી રાજાને ચંડાલની ડાળ નમાવવાની અને ઉંચી કરવાની વિદ્યાઓ આવડી ગઈ–એ જ પ્રમાણે બીજા વિષયમાં પણ વિદ્યા ગ્રહણ કરનારે વિનય કરવો જોઈએ. જે માટે કહેવું છે કે-“વિનયથી ભણેલું શ્રુતજ્ઞાન કદાચ પ્રમાદથી ભૂલી જાય, તો પણ બીજા ભવમાં જલ્દી યાદ આવી જાય, અથવા તે કેવલજ્ઞાન પામે.” (૨૬) - આ જ વાત અન્વય અને વ્યતિરેક-સવળી અવળી રીતિથી કહે છે – ભણવાની માંડલી બેસવાની હોય, તે સ્થાન પર કાજે લે, ગુરુનું આસન તૈયાર કરવું, દ્વાદશાવત વંદન, કાયોત્સર્ગ કરે વગેરે સિદ્ધાંતમાં કહેલ વિધિથી, સૂત્ર અને અર્થ આપનાર આચાર્યને વિનય-આવે. ત્યારે ઉભા થવું, આસન આપવું, પગ પખાળવા, વિશ્રામણુ કરવી, યોગ્ય આહાર, પાણી, ઔષધ લાવી આપવાં, તેમના ચિત્તની પ્રસન્નતા રહે, તેમ તેમની ઈચ્છાને અનુસરવું–આવા પ્રકારને વિધિપૂર્વકન ગુરુ-વિનય કરે. આ પ્રમાણે શ્રેણિક રાજાના ન્યાયથી સૂત્ર-પરિણતિ, સૂત્ર-અર્થની પરિપાટી ગ્રહણ કરવામાં આવે, તો તે જ્ઞાન આત્માની સાથે એક્યભાવે પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્માને જ્ઞાન આવડી જાય છે. સારો ઉપાય કર્યા પછી પોતાનું સાધ્ય પાર પામ્યા સિવાય રહેતું નથી. તે સિવાય અવિધિ અને ગુરુનો અવિનય કરીને સૂત્ર, અર્થ ગ્રહણ કરે તે, વિપરીત સાધ્યને સાધનારું થાય. સૂત્ર ગ્રહણ કર્યાનું ફલ તો યથાવસ્થિત ઉત્સર્ગ અપવાદ-સહિત શુદ્ધ હેય, ઉપાદેય પદાર્થોનું જ્ઞાન અને તેના અનુસાર ચરણ-કરણની પ્રવૃત્તિ સાચી દિશામાં થાય. અવિધિ અને ગુરુના વિનયરહિત એવા દોષવાળા આત્માને સૂત્ર ગ્રહણની પ્રવૃત્તિ કદાચ થાય, તે પણ જ્ઞાન અને ચરણ-કરણ વિપરીત થાય. (૨૭) દષ્ટાંત દ્વારા વિપરીત ફલ જણાવે છે – વર-તાવ હોય તે વખતે ઠંડું પર્પટક (પિત્તપાપડો) ઐષધ પણ પિત્તાદિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy