SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચાર્ય–કથા [ ૫૭ ગણાય? જે કઈ પિતાની ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી દરરોજ યાચકોના મનેવાંછિત પૂર્ણ કરતા નથી, તેવામાં જીવતર આ જગતમાં શા કામનું? જે વિદ્યા અને પરાક્રમથી પ્રશંસા પામેલી વર્તણુક વડે જીવન પસાર કરે છે, તેનું જીવતર અભિનંદનીય છે. બીજાના જીવનની કિંમત ગણાતી નથી. આ જગતમાં જળના પરપોટા સમાન અનેક પુરુષ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, પરંતુ પરોપકાર-રહિત તેવાથી શું લાભ? સજજન પુરુષના ગુણોના કીર્તન-સમયે દાનાદિ ગુણ-સમૂહથી જેનું પ્રથમ નામ લેવાતું નથી, તે પણ કેવી રીતે પ્રશંસનીય ગણાય?”—એમ વિચારીને સામે પાર ન મળતાં કરિયાણાઓથી વહાણ ભરાવ્યું અને દરિયાપાર જળ-મુસાફરી કરવાની તૈયારી કરાવી. પરદેશ જવા ઉત્સુક પતિને દેખીને તેના વિરહથી કાયર બનેલી, અત્યંત શોક પામેલી સુંદરી આમ કહેવા લાગી કે, “હે આર્ય પુત્ર! હું પણ તમારી સાથે જ આવીશ. પ્રેમથી તમારામાં પરવશ બનેલું ચિત્ત કઈ પ્રકારે હું સ્થિર રાખી શકતી નથી.” એમ કહ્યુંએટલે ગાઢ સ્નેહભાવથી આકર્ષાયેલા નંદે તે વાત સ્વીકારી. ત્યાર પછી નીકળવાને સમય થયે, એટલે બંને ઉત્તમ યાનપાત્રમાં આરૂઢ થયા, તેમ જ હેમ-એમ આનંદથી સામે પાર પહોંચી ગયા. (૨૦) વહાણમાં ભરી ગયેલા માલને વેચી નાખે, તેમાં સારી કમાણી થઈ. ત્યાંથી બીજું દુર્લભ કરિયાણું ખરીદ કરીને પાછા ફરતાં સમુદ્રમાં પૂર્વકૃત કર્મની પરિણતિના ગે, સખત પવન ફૂંકાવાના કારણે વહાણ ડોલવા લાગ્યું અને ક્ષણવારમાં તેના સેંકડો ટૂકડા થઈ ગયા. છતાં તેવા પ્રકારની ભવિતવ્યતાના યોગે તે બંનેને પાટીયાં મળી ગયાં અને તેઓ જલ્દી એક કિનારે આવી પહોંચ્યા. “દેવ ન ધારેલું બનાવે છે અને સારી રીતે બનેલાનો વિનાશ કરે છે. એવા દેવગે એક-બીજાના વિયોગના કારણે દુઃખી બનેલા તેઓને મેળાપ થયો. ત્યારે હર્ષ અને શોકના મિશ્રભાવને અનુભવતી સુંદરી ઉછળતા દઢ સ્નેહાનુરાગથી એકદમ નંદના કંઠમાં દૈન્યભાવથી વળગી પડી. અટક્યા વગર એક સરખાં ગળતાં અશ્રુઓથી જાણે સમુદ્રના સંગથી લાગેલાં જળબિન્દુઓને પ્રવાહ છોડતી હોય તેમ જણાતી હતી. ત્યારે કોઈ પ્રકારે ધીરજ ધારણ કરી નંદે કહ્યું કે-“હે સુંદરી ! આમ અત્યંત પ્લાનમુખ કરીને શેક શા માટે કરે છે? હે મૃગાક્ષી ! આ જગતમાં એવો કોણ જન્મે છે કે, જેને સંકટ ઉત્પન્ન થયાં નથી ? અથવા તો જન્મ-મરણ થતાં નથી. હે કમલ સરખા મુખવાળી ! આકાશના ચૂડામણિ સમાન સૂર્યની પણ હંમેશાં ઉદય, પ્રતાપ અને અસ્ત એવી દશાઓ થાય છે. અથવા તો તે જિન-પ્રવચનમાં એમ નથી સાંભળ્યું કે, “ઈન્દ્રો પણ પૂર્વકૃત સુકૃતના ક્ષયમાં દુઃખી અવસ્થા અનુભવે છે. હે સુતનુ ! કર્માધીન છો એ આટલા દુઃખનો શ શેક કરે? કારણ કે, જીવની સાથે દુઃખની શ્રેણી પડછાયાની જેમ ભમ્યા જ કરે છે.” આ અને એવાં બીજાં વચનોથી સુંદરીને આશ્વાસન આપીને મુહૂતકાળ વિશ્રાંતિ લઈને ભૂખ-તરસથી ખેદ પામેલો નંદ પ્રિયાની સાથે ચાલવા લાગ્યો. હવે સુંદરીએ કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy