SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ]; ઉપદેશપદ-અનુવાદ હે પ્રિયતમ ! મને ખૂબ થાક લાગે છે, મને તૃષા સખત લાગેલી છે, હવે એક પણ ડગલું આગળ ચાલવા સમર્થ નથી.” ત્યારે નંદે કહ્યું કે, “હે પ્રિયે! તું ક્ષણવાર અહિં વિશ્રામ કરે છે, જેથી હું તારા માટે ક્યાંયથી પાણી આણ આપું.” પત્નીએ એ વાત સ્વીકારી, ત્યારે નંદ નજીકના પ્રદેશમાં જળની તપાસ કરવા માટે તેને ત્યાં મૂકીને એકદમ ગયે. યમરાજા સરખા ફાડેલા ભયાનક મુખવાળા, તીવ્ર સુધા પામેલા, અતિ ચપળ લટકતી જીભવાળા સિંહે નંદને દેખ્યો. એટલે ભયથી કંપતા, અનશન આદિ કરવા લાયક કાર્યને વિસરી ગયેલા, આર્ત-રૌદ્ર ધ્યાનને પામેલા, શરણ વગરના તેને સિંહે ફાડી ખાધો. છેલી વખતે વગર પચ્ચકખાણે અને નવકારનું સ્મરણ કર્યા વગર આર્તધ્યાન-સહિત બાલ-મરણ પામવાના દોષના કારણે સમ્યકત્વ અને શ્રતગુણથી રહિત એવો તે નદ તે જ વનખંડમાં વાનરપણે ઉત્પન્ન થયો. આ બાજુ રાહ જોતી સુંદરી એક દિવસ વીતી ગયે, તો પણ નંદ પાછો ન આવ્ય-એટલે લૅભ પામી. અત્યાર સુધી પાછા ન ફર્યા, એટલે નિશ્ચય થયો કે, જરૂર મૃત્યુ પામ્યા.” એમ વિચારતી તે ધસ કરીને ભૂમિતલમાં ઢળી પડી. મૂચ્છથી બીડાઈ ગયેલાં નેત્રવાળી, મડદાની જેમ ક્ષણવાર નિષ્ટ થઈ ગઈ. વનનાં પુષ્પોની ગંધ ભરેલા વાયરાથી કંઈક પ્રાપ્ત થયેલા ચેતનવાળી તેણીએ દીન બની રુદન શરુ કર્યું. સજજડ દુઃખથી મુક્ત પિકાર કરતી આ પ્રમાણે વિલાપ કરવા લાગી-“હે આર્યપુત્ર! હે જિનેન્દ્રના ચરણ– કમલની પૂજામાં રસિક ! હે સદ્ધર્મના મહાભંડાર ! તમો ક્યાં ગયા? તેનો મને પ્રત્યુત્તર આપો. હે નિર્દય દેવ ! ધન, સ્વજન, ઘર સર્વનો નાશ કર્યો, છતાં હજુ તને સંતોષ થયે નથી ? કે, જેથી હે અનાર્ય! તેં મારા આર્યપુત્રને અત્યારે નિધન પમાડ્યા. હે પિતાજી ! પુત્રીવત્સલ હે માતાજી ! નિષ્કપટ નેહવાળા તમો દુઃખસમુદ્રમાં ડૂબેલી તમારી પુત્રીની કેમ ઉપેક્ષા કરો છો ? આ પ્રમાણે લાંબા કાળ સુધી વિલાપ કરીને સજજડ પરિશ્રમના કારણે થાકેલા શરીરવાળી હથેળીમાં સ્થાપન કરેલા વદનવાળી અતિ તીર્ણ દુઃખને અનુભવી રહેલી હતી. તે સમયે અશ્વોની કીડા કરવા માટે ત્યાં આવી પહોંચેલા શ્રી પુર નગરના પ્રિયંકર નામના રાજાએ કોઈ પ્રકારે દેખીને વિચાર્યું કે, “આ શું શાપ પામેલી કોઈ દેવાંગના હશે ? કે કામદેવથી વિરહ પામેલી રતિ હશે?” કે વનદેવી કે કઇ વિદ્યાધરની રમશું હશે?” આશ્ચર્યચકિત મનવાળા તે રાજાએ તેને પૂછયું કે, “હે સુંદરાંગી! તું કોણ છે? અને ક્યા કારણે જંગલમાં વાસ કરે છે? તું ક્યાંથી આવી અને આટલો સંતાપ શાથી કરે છે?” ત્યાર પછી સુંદરી લાંબો ઉષ્ણ નિસાસો મૂકતી અને ગળદ સ્વરે શેકના કારણે બીડાયેલા નેત્રવાળી તે કહેવા લાગી કે, “હે મહાસત્તવ ! સંકટોની પરંપરા ઉત્પન્ન કરવામાં અપૂર્વ ચતુર એવા દેવના કાર્યમાં પરાધીન થયેલી દુખસમૂડના હેતુભૂત મારી કથાથી સયું. (૫૦) “આપત્તિ પામેલી હોવા છતાં પણ ઉત્તમ કુળમાં જન્મ પામેલી હોવાથી આ પિતાને વૃત્તાન્ત મને નહિં કહેશે”—એમ વિચારીને તે રાજા તેને મીઠાં વચનથી કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy