SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] ઉપદેશપદ-અનુવાદ હવે મથુરા નગરીમાં પર્વતનગરને રાજા પિતાની પુત્રીને પૂછે છે કે, “હે પુત્રી ! તને જે વર ગમતો હોય, તેની સાથે તેને પરણાવું.” પુત્રીએ કહ્યું કે, “હે પિતાજી! ઈન્દ્રદત્ત રાજાના પુત્ર કલા-કુશળ, શૂરવીર, ધર્યવાળા અને રૂપવાળા સંભળાય છે. તેમાંથી એક પુત્રની રાધા-વેધની વિધિથી સારી રીતે પરીક્ષા કરીને, પછી આપ કહો તો ત્યાં જઈને સ્વયંવર કરું ? (ગ્રંથા ૧૦૦૦) પુત્રીની વાતને રાજાએ સ્વીકાર કર્યો અને ત્યાર પછી પુષ્કળ રાજઋદ્ધિ સહિત ઈન્દ્રપુર નગરે જેવા પ્રયાણ આદર્યું. તેનું આગમન સાંભળીને ઈન્દ્ર નરપતિએ વજાપતાકા અને વિચિત્ર રોભા વડે પોતાની નગરી શણગારી. હવે રાજપુત્રી આવી ગયા પછી તેને ઉતરવા માટે સુંદર પ્રસાદ આપે. ભજન-દાન વગેરે કરાવ્યાં અને પિતાનું ગૌરવ વધે તેવી ઉચિત સત્કાર-વિધિ કરી. તેણે રાજાને વિનંતિ કરી કે, “આપના જે પુત્ર રાધા-વેધ કરશે, તે મને પરણશે. તેટલા માટે જ હું આવેલી છું.” રાજાએ કહ્યું કે, “હે પુત્રી ! આટલો કલેશ શા માટે કરે છે? કારણ કે, મારા સર્વ પુત્રો એક એકથી અધિક ગુણવાળા છે. ત્યાર પછી યોગ્ય સ્થળે એકાંતરે એકાંતરે અવળા અવળા બ્રમણ કરતાં ચોની શ્રેણીયુક્ત, ઉપર ભાયમાન પૂતળીયુક્ત એક મોટો સ્તંભ ખડે કરાવ્યો. એક મેટો અખાડો-મંડપ રચાવ્યું. તેમાં માંચડાઓ (સ્ટેજ) કરાવ્યા. ઉપર ચંદરવા બંધાવ્યા. હર્ષથી ઉલ્લાસ પામતા રાજા સિંહાસન પર વિરાજમાન થયા. નગરલોકે પણ હાજર થયા. ત્યાર પછી રાજાએ પોતાના પુત્રને બેલાવ્યા. વરમાલા ગ્રહણ કરીને તે રાજપુત્રી પણ આવી પહોંચી. ત્યાર પછી રાજાએ શ્રીમાલી નામના મોટા પુત્રને આજ્ઞા કરી કે, “હે વત્સ! મારા મનવાંછિત સફલ કર. આપણા કુળને અજવાળ, આ મારા રાજ્યની ઉન્નતિ કર, જયપતાકા જિતી લે, શત્રુઓનું અપ્રિય કર, એવી રીતે રાજ્યલક્ષમી સાથે પ્રત્યક્ષ આનંદમૂર્તિ સમાન આ રાજપુત્રીને રાધા-વેધ કરીને જલદી પરશું.” આ પ્રમાણે કહેવાયેલ રાજપુત્ર #ભ પાયે, તેની મુખકાંતિ ઉડી ગઈ, પરસેવાથી પલળી ગયે, શૂન્ય ચિત્તવાળે થયે, મુખ અને નેત્ર દીન બની ગયાં, તેને કચ્છ ઢીલો પડી ગયો. શરીરનું તે જ ઉડી ગયું, લક્ષ્મીશેભા પાપે નહિં, લજજા પામવા લાગ્યો, અભિમાન ઉતરી ગયું, નીચે જોવા લાગ્યા, પૌરુષને મૂકી તંભિત થયે હેય તેમ, અથવા મજબૂતપણે જકડેલે હોય, તે થઈ ગયે. ફરી પિતાએ કહ્યું કે-“હે પુત્ર! ભિનો ત્યાગ કરીને ઈચ્છિત કાર્યની સિદ્ધિ કર. તારા સરખાને આટલું કાર્ય શા હિસાબમાં ગણાય? હે પુત્ર ! સંભ તો તેને થાય કે, જેઓ કળાઓમાં નિપુણ ન હોય, તમારા સરખા નિષ્કલંક કલાગુણને વરેલાને કેમ ક્ષોભ થાય? આ પ્રમાણે ઉત્તેજિત કરાએલા તેણે કાર્યના અજાણ છતાં થોડી ધીઠાઈનું અવલંબન કરીને ધ્રુજતા હાથે ધનુષ્ય ગ્રહણ કરીને શરીરની સર્વ તાકાત એકઠી કરીને કોઈ પ્રકારે બાણ આરોપણ કરીને ગમે ત્યાં બાણ જાવ” એમ ધારી શ્રીમાલી પુત્રે બાણ છોડયું. તે બાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy