SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) દષ્ટાંત રાધા-વેધ [ [ ૪૧ સરખા ભેગા થાય અને નીચે નજર કરી આરાઓની આરપાર અભ્યાસી કુમાર બાણ ફેંકી ઉપરની પૂતળીની ડાબી આંખ વીંધી નાખે, તેની સમાન મનુષ્યભવ દુર્લભ છે. ગાથાને આ સંક્ષેપથી ભાવાર્થ, કથા દ્વારા વિસ્તારથી સમજ– (૭) દૃષ્ટાંત રાધા-વેધ ઈન્દ્રપુરી સમાન મનહર ઈન્દ્રપુર નામના નગરમાં પંડિતને આદરણીય ઈન્દ્ર સરખો ઈન્દ્રદત્ત નામનો રાજા હતા. તેને બાવીશ રાણીઓ હતી અને તે દરેકને કામદેવ સરખા રૂપવાળા શ્રીમાળી આદિ પુત્ર હતા. કેઈક સમયે પ્રત્યક્ષ રતિ જ હોય તેવી જ મંત્રીની પુત્રીને વિવિધ પ્રકારની કીડા કરતી મહેલમાં જોઈ. ત્યારે પરિવારને પૂછયું કે, “આ કેની પુત્રી છે?” “હે દેવ ! આ મંત્રીની પુત્રી છે. તેના ઉપર ઉત્પન્ન થયેલ રાગવાળા રાજાએ વિવિધ પ્રકારે તેની માગણી કરી. પોતે લગ્ન કર્યા, પછી તેને અંતઃપુરમાં રાખી. અંતઃપુરમાં બીજી અનેક શ્રેષ્ઠ રાણીઓના સમાગમમાં તલ્લીન બનેલો રાજા તેને ભૂલી ગયા. લાંબા સમયે વળી તેના ઉપર નજર પડતાં પૂછયું કે, “ચંદ્ર સમાન પ્રસરેલ કાંતિ–સમૂહવાળી, કમલ સરખા નેત્રવાળી આ સુંદર યુવતી કોણ છે?” સેવકે કહ્યું, કે- આ મંત્રીની પુત્રી તે છે કે, જેને તમે કેટલાક સમય પૂર્વે પરણીને અંતઃપુરમાં છોડી દીધી છે. એ પ્રમાણે કહ્યું, એટલે રાજા રાત્રે તેની સાથે વચ્ચે અને તે જ દિવસે ઋતુસ્નાન કરેલ, જેથી તે જ રાત્રે ગર્ભ ઉત્પન્ન થયે. હવે આગળ મંત્રીએ પુત્રીને કહી રાખેલ હતું કે, “હે પુત્રી ! જે વખતે તને ગર્ભ પ્રગટ થાય અને રાજા તને રે કહે. તે મને તે સમયે જણાવજે.” તેનો સ્વીકાર કરી પુત્રીએ સર્વ વૃત્તાન્ત પિતાને કહ્યો અને ભોજપત્રના ખંડમાં તે લખી લીધું. રાજાને ખાતરી કરાવવા માટે તે વૃત્તાન્ત હંમેશાં અપ્રમત્તપણે યાદ રાખો. તેને પુત્ર જન્મ્ય, સુરેન્દ્રદત્ત તેનું નામ પાડ્યું. તે જ દિવસે ત્યાં ચાર દાસીઓને ત્યાં ચાર પુત્રે જમ્યા. તેનાં અગ્નિક, પર્વત, બહલી અને સાગર એવાં નામ પાડ્યાં. ત્યાર પછી પ્રધાને તેને લેખાચાર્ય પાસે ભણવા મૂક્યો. પેલા ચાર દાસીપુત્ર સાથે આ પણ કળાઓ ગ્રહણ કરે છે. પેલા શ્રીમાલી વગેરે રાજપુત્ર ભણવા આવતા હતા, પણ કંઈ અભ્યાસ કરતા ન હતા. લગાર કળાચાર્ય મારે, તો પિતાની માતા પાસે જઈ ફરીયાદ કરતા હતા અને રુદન કરતા હતા. આ પ્રમાણે પુત્રોની વાત સાંભળી કુપિત માતાઓ પંડિતને કહેવા લાગી કે, “હે ફૂટ પંડિત ! અમારા પુત્રને માર કેમ મારો છે? “પુત્રરત્નની પ્રાપ્તિ જેમ તેમ થતી નથી” એટલું પણ તમે જાણતા નથી ? અતિગૂંચવણ ભરેલા નિષ્ફલ ભણતર ભણવાથી સ. પુત્રોને નિષ્કરુણપણે મારતાં તમને થોડી પણ દયા આવતી નથી? “આ પ્રમાણે કઠોર વચનોથી તિરસ્કાર કરાયેલા ગુરુએ તેના પુત્રોની ઉપેક્ષા કરી, એટલે તે રાજપુત્ર અતિશય મૂખ રહ્યા. આ હકીકત રાજાને ખબર ન હોવાથી તે મનમાં વિચારતા કે, “મારા પુત્રો ઘણા કળાકુશળ છે, પરંતુ અહીં સુરેન્દ્રદત્ત રાજપુત્રે સમગ્ર કળાસમૂહને અભ્યાસ કર્યો. સમાન વયવાળા દાસ બાળકે અનેક વિદન કરતા હતા, છતાં તેની દરકાર કરતે ન હતા અને પિતાના અભ્યાસમાં હંમેશાં સાવધાન રહેતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy