SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ રૂપરનની ખાણ સમાન તેની બહેનને જોઈ. મંડિક ચારે બહેનને કહ્યું, “આના પગને પખાળી નાખ.” કૂવા નજીક લઈ જઈ તેને ત્યાં બેસારી જેટલામાં રાજાના ચરણને સ્પર્શ કરે છે, સ્પર્શતાં જ અનુમાન કર્યું કે, “આ ભાગ્યશાળી રાજા છે તેના વિષે નેહ ઉત્પન્ન થયો, એટલે ગુપ્તપણે રાજાને સંજ્ઞાથી જણાવી દીધું, એટલે તે એકદમ બહાર નીકળી ગયા. જે કઈ બીજે આ સ્થાને આવે, તે પગ દેવાના બાનાથી અત્યંત ઉંડા કુવામાં નિર્દયપણે ફેંકી દેવાય છે. રાજા ગયા પછી બહેને કોલાહલ કર્યો કે, “આ ચાલ્યા જાય છે. અહિંથી ગયે. આ બાજુથી મારી પાસે થઈને ચાલ્યા ગયે.” તે તરવાર લઈને તેની પાછળ દોડ્યો. મૂલદેવે જાણ્યું કે, “ઉતાવળા પગલે મારી પાછળ આવે છે. તે નગરના ચિરામાં શિવમંદિરની અંદર પેઠે. ભય પામતો ત્યાં રહે છે. ચોર રોષાવેશથી ભ્રમથી તરવારથી શિવલિંગને ભાંગી પિતાને કૃતાર્થ માનતો જલ્દી પાછો વળ્યો. બીજા દિવસે રાજા હાથીની ખાંધ પર બેસીને જ્યારે નગરમાં ભ્રમણ કરતું હતું, ત્યારે કપટથી હાથ, પગ ઉપર પાટા બાંધી જેણે પોતાના શરીરને ઢાંકી દીધું છે, એવા તે ચારને જે. ચૌટા અને શેરીમાં ફરતાં જુની કંથા પહેરી હતી, તેને તરત જ ઓળખી લીધો. ત્યાર પછી તેને તરત જ ભવનમાં લઈ ગયે. રાત્રે જે વ્યવહાર થયો હતો, તે પ્રગટ કર્યો. બંનેનાં મન એકરૂપે મળી ગયાં. અતિ નિપુણ બુદ્ધિવાળા મૂલદેવે તેને રાજ્યમાં સારો હોદ્દો આપ્યો. પછી રાજાએ તેની બહેનની માગણી કરી, તેણે ગૌરવથી તેને આપી. તેની સાથે વિષયભોગ ભેગવતાં કેટલોક કાળ પસાર થયે. ચેરના ઘરમાં સારભૂત વસ્તુઓ હતી, તે સર્વ રાજાએ વિશ્વાસથી જાણી લીધી હતી. તેવા તેવા ઉપાયથી તેને વિશ્વાસમાં લઈને તેની સર્વ વસ્તુઓને કબજે કરી લીધે. પહેલાના અપરાધે યાદ કરાવી, વર્તમાનકાળને પણ કંઈક ગુને ઉભે કરી શૂલી ઉપર ચડાવી મરણ પમાડ્યો. અહિં વિશેષ ઉપનય આ પ્રમાણે જાણ કે, જેમ રાજા, તેમ આ ધાર્મિકલેક, જેમ ચેર તેમ આ દેહ, જેમ તે ચેરનું ધન મેળવવા માટે પ્રયત્ન કર્યો, તેમ આ દેહ પાસેથી વિવિધ ઉપાય કરી તપસ્યાદિક આરાધના સાધી લેવી. જ્યારે ચાર ધનરહિત થયો, ત્યારે શૂળી પર ચડાવીને પૂર્વના અપરાધોને યાદ કરાવીને તેને જીવિતથી મુક્ત કર્યો, તેમ આ શરીરમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે આમહિત સાધવાનું સામર્થ્ય ન રહે, ત્યારે શૂળી સમાન અનશન-વિધિથી શરીરને અંત લાવો. ૧૧) હવે સાતમા સ્વપ્નની સંગ્રહગાથા કહે છે – चक्कण वि कण्ण-हरण, अफिडियमच्छिगह चक्कनालाहे । લગ્નસ્થ ઇટ્ટ-ત્તછળોમો મgયમો રિ | ૨ | એક જળકુંડમાં સ્તંભ ઉપર અવળી અવળી દિશામાં ફરતા યંત્રવાળાં આઠ ચકે ઉપર રહેલી પૂતળીની ડાબી આંખ પડછાયામાં ચક ફરતી, જ્યારે આઠેના આરા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy