SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) દષ્ટાંત ચંદ્રપાન સ્વપ્ન [ ૩૭ પત્રપુટ–પડીયો ભરાઈ ગયો, એટલે ઉત્સુકતા રહિત ધીમે ધીમે તળાવના કિનારે ગયો. તે સમયે એક મહિનાના લાગલગાટ ઉપવાસ કરનાર દુર્બલ દેહવાળા એક મુનિને પારણું માટે ઉદ્યાનમાંથી ગામ તરફ જતા દેખ્યા. પ્રફુલ્લિત નેત્રવાળા તેણે મનથી વિચાર્યું કે, “મારાં પુણ્ય હજુ બળવાન છે, ચિંતામણિરત્ન પણ મળી જાય છે, કદાચ ક૯પવૃક્ષ પણ મળી જાય, પરંતુ નિર્ભાગીને ભોજન-સમયે આવા તપસ્વી મુનિ ભગવંતનો યોગ થતું નથી. અહિ તે ક્ષણે દાતારની પાસે જે હોય, તે આપવું કિંમતી ગણાય. તે અત્યારે મારી પાસે અડદના બાકળા સિવાય બીજું કંઈ નથી. અતિરોમાંચિત દેહવાળો હર્ષના અશ્રુથી ભીંજાયેલ નેત્રયુગલવાળો મુનિને વિનંતિ કરવા લાગ્યું કે, “હે ભગવંત! કરુણા કરી મારા આ બાકળાને આપ સ્વીકારો.” પૂજનીય નામવાળા મુનિએ પણ દ્રવ્યાદિક શુદ્ધિ જોઈને જરૂર પ્રમાણમાં પાત્રમાં ગ્રહણ કર્યા. (૬૦) મૂલદેવે પણ કહ્યું કે, “ખરેખર ભાગ્યશાળી પુરુષો જ સાધુના પારણામાં બાકળાનું દાન આપી શકે છે. એટલામાં મુનિભક્ત દેવી બેલી કે-“હે મૂલદેવ! તું વરદાન માગ.” તે સાંભળી મૂલદેવે દેવદત્તા ગણિકા અને હજાર હાથીવાળા રાજ્યની માગણી કરી.” હવે બાકી રહેલા અડદના બાકળાથી પોતે ત્રણ દિવસનું પારણું કર્યું. જાણે અમૃતથી ભજન કર્યું હોય, તેવી તૃપ્તિ પામ્યો. - હવે સંધ્યા-સમયે બેન્નાતટ નગરમાં આવ્યો. ત્યાં ધર્મશાળામાં સૂતેલા તેણે પ્રભાત-સમયે “અતિશય ઉજજવલ પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરનાર પૂર્ણ ચંદ્ર-મંડલનું પિતે પાન કર્યું.”—એમ સ્વપ્નમાં જોયું. તેવું જ સ્વપ્ન બીજા એક મુસાફરે પણ દેખ્યું. તે બંને સાથે જાગ્યા. નિર્ભાગી અન્ય મુસાફર બીજા મુસાફરોની આગળ મોટા શબ્દો બોલીને પૂછવા લાગ્યો કે, “મને આ પ્રમાણે સ્વપ્ન આવેલું છે, તેનું શું ફળ થશે.” તેના પ્રત્યુત્તરમાં એક મુસાફરે જણાવ્યું કે, “તને ઘી, ગોળવાળો પૂડલો પ્રાપ્ત થશે.” બીજા દિવસે કોઈક મકાન ઉપર છાપરું નંખાતું હતું, ત્યારે તેના ઘરસ્વામીએ તે જ પૂડલે તેને આ. અતિ નિપુણ બુદ્ધિવાળા મૂલદેવે વિચાર્યું કે- આટલા જ માત્ર ફળવાળું આ સ્વપ્ન ન હોય, આ સર્વે અજ્ઞાની છે.” હવે સૂર્યોદય થયો, એટલે પ્રભાત-કાર્યો નીપટાવીને પુછપથી પૂર્ણ અંજલિ ભરીને તે સ્વપ્નશાસ્ત્રકાર પાસે પહોંચ્યા. તે પંડિતના ચરણની પૂજા કરીને, તેને પ્રદક્ષિણા આપીને મસ્તકથી નમસ્કાર કરીને બે હાથ જોડી પિતાને સવારે આવેલ ચંદ્રપાન સ્વપ્નનું નિવેદન કર્યું. સ્વપ્ન-પાઠકને રાજ્યફળને નિશ્ચય થવાથી પ્રથમ તેણે પોતાની લાવણ્ય-અમૃતથી પૂર્ણ કન્યા સાથે મૂલદેવનાં લગ્ન કર્યા. “આ સ્વપ્નના ફળથી તને સાત દિવસમાં નક્કી રાજ્ય-પ્રાપ્તિ થશે.” એ પ્રમાણે પંડિતનું કથન સ્વીકારી તેણે મસ્તક સાથે અંજલિ જેડી પ્રણામ કર્યા. અનુક્રમે બેન્નાતટ નગરે પહોંચ્યો અને વિચાર્યું કે, “હું તદ્દન નિર્ધન છું. આવી સ્થિતિમાં મારે નગરમાં કેવી રીતે ભ્રમણ કરવું?” એટલે રાત્રે કઈક ધનવાનના ઘરમાં ખાતર પાડવા ગયે. રાજપુરુષ દેખી ગયા, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy