SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] ઉપદેશપદ-અનુવાદ અંતઃપુરની રાણીઓને ત્યાં, પછી બત્રીસ હજાર રાજાઓને ત્યાં, દરેક રાજાના ક્રેડ કુટુંબીઓને ત્યાં અને તે તે નગરોમાં જે લોકો નિવાસ કરતા હતા, તેઓના સર્વેને ઘરે. એમ કરતાં છ— ક્રેડ ગામ અને તેમાં રહેલ સેંકડો-હજાર કુટુંબીઓના ઘરે. આમ ભરતક્ષેત્રની અંદર તેને બિચારાને જમવાના દિવસોનો છેડો કેવી રીતે આવે ? તે સમયે મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે એક હજાર વર્ષનું સંભળાતું હતું. આટલા કાળ સુધી જીવનારને માત્ર નગરનો જ છેડે કેવી રીતે આવે? તો પછી ફરી ચક્રવર્તીને ત્યાં ભજનની પ્રાપ્તિ જેમ દુર્લભ છે, તેમ સંસારચક્રમાં અને મનુષ્યપણાની દુલભતા સમજવી. (૫૦૫ ગાથા) અહીં પૂર્વાચાર્યોએ કહેલો વિશેષ ઉપનય આ પ્રમાણે જાણ જેમ સમગ્ર ભરતક્ષેત્ર સાધનાર બ્રહ્મદત્ત ચક્રવર્તી, તે પ્રમાણે સમગ્ર જીવલેકની અંદર ધર્મચક્રવર્તીપણુનું સામ્રાજ્ય ઉત્પન્ન કરનાર ધર્મચક્રવત. જેમ મહા અટવીનું પર્યટન કરનાર બ્રાહ્મણ, તેમ મનુષ્ય, નારકાદિ પર્યાને ભોગવનાર, પાર વગરના સંસારમાં આ જીવે અનેક વખત પૂર્વે ભ્રમણ કરેલું છે. જેમ ચક્રવર્તીનાં દર્શનને આપનાર દ્વારપાળ તથા મિથ્યાત્વમેહ વગેરે ઘાતકમેં આપેલું વિવર, જેમ બ્રાહ્મણ બીજી ભાર્યોમાં આસક્ત ન બને, તેથી બ્રાહ્મણ ભજન માત્રમાં જ સંતુષ્ટ બની, તેવી રીતે જીવ એકાંતિક અને આત્યંતિક મુક્તિવધૂનાં સુખ મેળવવાની ઇચ્છા કરે અને રાજ્ય સમાન સંયમ પ્રાપ્ત કરે. તેને બદલે કર્મ પ્રકૃતિરૂપ ભાર્યા પતિને ભેજન માત્ર જેવા વિષયિક સુખમાં લલચાવી રાખે છે. જેમ તેને ચક્રવર્તીના ઘરથી માંડીને ભારતક્ષેત્રનાં સર્વ ક્ષેત્રમાં ભજન કરવાનું હોવાથી ફરીને ચક્રવર્તીના ઘરે જમવાનું અસંભવનીય છે. તેમ આ જીવને સમ્યગૂધમ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિ મુક્તિબીજના લાભ સમાન મનુષ્યજન્મ ફરી મેળવ દુર્લભ છે. સંગ્રહગાથાને અક્ષરાર્થ –ચશ્વક એટલે ભોજન આગળ કહેલા દાંતની દ્વાર ગાથામાં જે “ચલૂક” એવું પદ કહેલું છે, તે દેશીશબ્દ હેવાથી ભજન કહેનાર શબ્દ છે. તે ભેજન પરિવાર-ભારહજણમિ” પ્રથમ ચક્રવર્તીના ઘરે, ત્યાર પછી અંતઃપુર વગેરે પરિવારના ઘરે, ત્યાર પછી ભરતવાસી લેકેના ઘરે કરરૂપે બ્રાહ્મણને આપવાનું રાજાએ જણાવ્યું, ભેજનના છેડે જાતે તે બ્રાહ્મણને, નહીં કે પુત્ર-પૌત્રાદિકની અપેક્ષાએ ફરી બ્રાહ્મણને ચક્રવતીના ઘરે ભેજનની પ્રાપ્તિ દુર્લભ છે, તેમ મનુષ્યપણાની પ્રાપ્તિ જીવને ફરી દુર્લભ સમજવી. (૬) બીજા દષ્ટાન્તની સંગ્રહગાથા – जोगियपासिच्छिय-पाड-रमण-दीणार-पत्ति जूयम्मि । जह चेव जओ दुलहो, धीरस्स तहेव मणुयत्तं ॥ ७ ॥ ૧ એકાતે થનાર કેવલ સુખ જ. ર અત્યન્ત-કદાપિ નાશ ન પામનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy