SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત. બ્રહ્મદત્ત ચક્રવતીને ઘરે ફરી ભેજન? [ ૨૯ લોકો પાછા હઠવા લાગ્યા અને તેઓ ભાગવા લાગ્યા. લાખોની સંખ્યામાં સિનિકનાં મસ્તકે ધૂળમાં રગદળાવા લાગ્યાં. યમના નગરના લોકોને મોટો ઉત્સવ થ. બંનેના સૈન્યમાં ભયંકર યુદ્ધ ચાલ્યું. ૪૮૦ ત્યાર પછી એક મુહૂર્ત માત્રમાં જ પિતાના સૈન્યમાં ભંગાણ પડેલું દેખીને ધીઠાઈથી દીર્ઘ રાજા બ્રહ્મદત્ત તરફ દોડ્યો. હવે બ્રહ્મદત્ત અને દીર્ઘરાજાની વચ્ચે તીણ ભાલાં અને શિલાઓ વગેરેથી દે, અસુરે અને મનુષ્યને આશ્ચર્ય પમાડનારી લડાઈ થઈ. તે સમયે નવીન સૂર્યમંડલ સરખું, અતીવ તીકણ અગ્રધારવાળું, અતિઘર, શત્રુ સેન્ય. સમૂહને ક્ષય કરનાર, હજારે યક્ષ દેવેથી અધિષ્ઠિત ચક્ર પંચાલ રાજાના પુત્ર બ્રહ્મદત્તના હસ્તકમલમાં આરૂઢ થયું અને તે જ ક્ષણે તે ચક બ્રહ્મદ દીર્ઘરાજા ઉપર ફેંક્યું કે, તરત જ દીર્ઘરાજાનું મસ્તક છેદાઈ ગયું. ગંધર્વો, સિદ્ધપુરુષ, ખેચર અને મનુષ્યોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિઓ કરી અને કહ્યું કે, “આ બારમા ચકવર્તી અત્યારે ઉત્પન્ન થયા. ચૌદ રત્ન અને નવ નિધાનના સ્વામી એવા તે બ્રહ્મદત્ત ચક્રવતી ભેગો ભેગવતા હતા, ત્યારે દેશમાં હિંડન કરતાં કરતાં કેઈક સમયે એક બ્રાહ્મણને છે. તે બ્રાહ્મણ કેટલાક સ્થાનકે મુસાફરીમાં વિવિધ પ્રકારની સહાય કરતો હતો. અત્યંત ભક્તિવાળે હેવાથી સ્નેહનું સ્થાન બની ગયે. ચક્રવર્તીને રાજ્યાભિષેક બાર વરસ સુધી ચાલ્યો, જેથી તેના દ્વારમાં આ બ્રાહ્મપણને પ્રવેશ મળતો નથી. તેથી છેવટે દ્વારપાળ સેવકની સેવા કરી. તેની કૃપાથી બારમે વર્ષે રાજાનાં દર્શન થયાં. કેઈક એમ કહે છે કે, “ચક્રવતનાં દર્શન ન મળ્યાં એટલે જુનાં પગરખાં એકઠાં કરી લાંબા વાંસ ઉપર બાંધી ચક્રવર્તીના બહાર જવાના સમયે રાજમાર્ગમાં ઉભો રહ્યો, એટલે ચક્રવતીએ તેના તરફ નજર કરી. વળી પૂછયું કે, આવી જુનાં પગરખાંની વજા કેમ બનાવી?” “આ તમારી સેવાને કાલ-માપદંડ છે. આપનાં દર્શન કરવા માટે આટલાં પગરખાં ઘસાયાં, ત્યારે આપનાં દર્શન પામ્યો છું.” કૃતજ્ઞ હોવાથી પૂર્વે કરેલ ઉપકારનું સ્મરણ કરી તુષ્ટ થયેલા મનવાળા ચક્રવર્તીએ કહ્યું કે, “હે ભદ્ર! એક વરદાન માગ !” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, “હું મારી પત્નીને પૂછીને તેને જે પ્રિય હશે, તે માગીશ.”—એમ કહીને પોતાના ઘરે ગયો. પત્નીને પૂછયું. “ઘણે ભાગે સ્ત્રીઓ ઘણી નિપુણ બુદ્ધિવાળી હોય છે. પત્નીએ વિચાર્યું કે, “બહુ વિભવવાળો પરાધીન બની જાય છે. માટે તેણે કહ્યું કે, “દરરોજ એક એક નવા ઘરે અમને ભોજનની પ્રાપ્તિ અને દક્ષિણામાં એક સેનામહોર મળે તેઆટલાથી જ સંતોષ.” આ પ્રમાણે પત્ની વડે કહેવાયેલા તે બ્રાહ્મણે રાજાને વિનંતિ કરી કે, “દરરોજ નવા નવા એક એક ઘરે ભેજનની અને સોનામહોરની પ્રાપ્તિ થાય-એટલું જ બસ.” રાજાએ કહ્યું કે, “આવું તુચ્છ અ૯પદાન કેમ માગ્યું ? હું જેના ઉપર તુષ્ટ થાઉં, તેણે ચલાયમાન ધળા ચામરના આડંબરવાળું રાજ્ય માગવું જોઈએ.” એટલે બ્રાહ્મણે કહ્યું કે, “બ્રાહ્મણે રાજ્ય મેળવીને શું કરવાના ? ત્યાર પછી બ્રાહ્મણને પ્રથમ દિવસે રાજાએ પિતાને ત્યાં સોનામહોર આપવા સહિત ભેજન કરાવ્યું અને ત્યાર પછી પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy