SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] ઉપદેશપઃ-અનુવાદ જ્યારે ત્યાં પહેાંચ્યા ત્યારે નજીકના ગામ-સમૂહને બાળી નાખેલા, સરાવરા જળથી ખાલી કરેલાં હતાં. પરંતુ નગરીની અંદર ઘણું ધાન્ય એકઠું કરેલુ છે, ઘણું ઘાસ અને ઇન્હણાં ભરેલાં છે, લાંબા કાળ સુધી ચાલે તેવા વાવડી, કૂવા, નદી, કિલ્લા વગેરે સાફ્ કરાવ્યા છે. નગરીની રક્ષા કરવા માટે અપ્રમત્ત વફાદાર મનુષ્યાને રાકેલા છે. અવરજવર અધ કરાવી છે. ચારે બાજુના છેડા પર સતત ઘેાડેસ્વારી કરતા રાખેલા છે. કિલ્લા ઉપર વિચિત્ર યંત્ર ગેાઠવી રાખેલ છે. આ પ્રમાણે દીર્ઘરાજાએ ચડી આવતા લશ્કરને પહાંચી વળવા માટે સર્વ પ્રકારની તૈયારી પ્રથમથી રાખી હતી. આ બાજુ અનેક રાજાના સમૂહ સહિત બ્રહ્મદત્ત ચાલ્યા આવતા હતા અને આવીને કાંપિલ્યપુરને ચારે તરફથી ઘેરા ઘાલ્યા. અંદર તલભાગમાં રહેલા અને બહારના સૈનિકાએ કિલ્લા ઉપર ચડીને પરસ્પર દુસ્સહ ઇર્ષ્યાનું ઝેર ધારણ કરવાથી અતિ ભયંકર સંહાર કરનાર ખાણેાના અને પત્થરાના વરસાદ વરસાવ્યેા. કાયર સુભટો જોરથી ઢાલ વગેરે વાજિંત્રા વગાડી સૈનિકોને શૂરાતન ચડાવવા લાગ્યા. કેાઈક સૈનિકા યંત્રમાં તપાવેલ તેલ નાખીને પાયદળ સેનાને વિખેરી નાખવા લાગ્યા. ઢાલથી અદૃશ્ય થયેલા અરસપરસ રક્ષા કરી કિલ્લા નીચે રહેલા. ક્રોધે ભરાયેલ કાઈક હાઠ દખાવી, દાંત ભીંસી નિષ્ઠુર વાણી ખેલતા, કાઈક મળતુ ઘાસ ફે'કી શત્રુ-સુભટાના ખળતણુને સળગાવી દેતા હતા. કાઈક તીક્ષ્ણ કુહાડાના ઘા ઢાકીને મેટા દરવાજાને તેાડી નાખતા હતા. કેટલાક લેાકેા મેાટી બૂમરાણ પાડીને હાથીએની શ્રેણીએ તેાડી પાડતા હતા. આ પ્રમાણે દરરાજ તેએ વચ્ચે ભયંકર કુતૂહલ કરાવનારી, હાસ્ય કરાવનારી, ભયંકર રાષ પ્રસરાવનારી લડાઈ ચાલી. યુદ્ધ-વણુ ન— હવે દીર્ઘરાજાના સુભટો કટાળ્યા અને લડવાનું સામર્થ્ય ન રહ્યું, એટલે દીર્ઘ રાજા આગળ આવીને પેાતાને જીવવાના બીજો ઉપાય ન દેખવાથી નગરના દરવાજા ઉઘાડીને એકદમ ઘણા લશ્કર સાથે પુરુષાર્થનું અવલંબન કરીને બહાર નીકળ્યા. અને સેનાએના જગે! જગા પર મેાટા સંગ્રામેા થયા, ચમકતાં ભાલાં ભાંગીને નીચે પડવા લાગ્યાં. મામાં ધૂળની ડમરી ઉડવા લાગી. પ્રૌઢ ધનુષકળા જાણનારાએ ધનુષની જેમ કુંડલાકાર કરી મનુ યને મરડવા લાગ્યા. ભેરીના ભણકારાના શબ્દોથી ભુવન ભરી દીધું. અર્થાત્ આકાશ ગાજી ઉઠયું. ભાલાં, શિલા, તલવાર, ખાણેાથી ભય પામનારાઓની ભુજાએ ક`પવા લાગી. વળી એકબીજાનાં શસ્ત્રા પરસ્પર અથડાવાના કારણે તેમાંથી વિજળી ચમકવા લાગી. કેટલાક શૂરવીર સુભટા પેાતાના પ્રાણની દરકાર રાખ્યા વગર સામા ખડા રહી સામસામા મારવા લાગ્યા. ઉંચી માંધ કરી ત્યાં વેતાલા નૃત્ય કરવા લાગ્યા. શાકિનીએ લેાહી પીવા લાગી. શસ્રાના સપાટા લાગવાથી મંત્ર સાથે ધ્વજાએ છેદાઈ ગઈ, નઢીના વેગથી સુભટાના લેાહીના પ્રવાહ વહેવા લાગ્યા. પ્રગટપણે શૂરવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy