SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] ઉપદેશપદ-અનુવાદ એમ બોલતી બાલિકાને દેખી. ત્યારે કરુણારસથી પરવશ બનેલા અંત:કરણવાળો કુમાર આગળ ધસી આવી ધર્યથી હાથીને હાક મારી કે, અરે દુષ્ટ નિર્દય કુજાત અધમ હાથી ! આ ભયભીત યુવતીને પકડીને આ તારી મોટી કાયાથી પણ તું લજજા પામતો નથી ? અરે નિર્ઘણ ! આ અતિ દુર્બલ અશરણ અને નિરપરાધી અબલાને મારવાથી તું તારા માતંગ (ચંડાલ) નામને સફલ કરે છે. આ પ્રમાણે ઠપકાવાળા ધીર સ્વરૂપ શબ્દના પડઘાથી પૂર્ણ થયેલ આકાશ જેમાં એવા કુમારની હાક સાંભળીને હાથીએ કુમાર સન્મુખ નજર કરી. તે બાલિકાને છેડીને રોષથી લાલ થયેલા નેત્રયુગલવાળો અને તેથી ન દેખવા લાયક કુમારના વચનથી કોપ પામેલો કુમાર સન્મુખ આવ્યો. કર્ણયુગલ અફાળી, ગંભીર શબ્દોથી આકાશના પિલાણને ભરી દેતે લાંબી પ્રસારેલી સૂંઢવાળો કુમારની પાછળ પાછળ આવવા લાગ્યો. કુમાર પણ પોતાની ડોક લગીર લગીર વાંકી કરતો કરતો તેની સન્મુખ જ હતો. વળી તેની સૂંઢના છેડા સુધી પિતાના હસ્તને લંબાવતો અને લલચાવતો સામે દોડતો હતો. કુમાર જેમ આગળ ચાલતો, તેમ હાથી અધિક ક્રોધ કરતે, વધુ વેગથી દેડતો “હમણાં પકડ્યો” એમ વિચારતો હાથી દડો હતો. ત્યાર પછી કુમારે અવળું ભ્રમણ કરાવી એવો શાન્ત પાડ્યો કે, તે મદન્મત્ત હાથી ચિત્રમાં ચિત્રેલા ચિત્રામણ સરખો સ્થિર બની ગયો. ત્યાર પછી નીલકમલસમાન નેત્રવાળી સુંદરીથી દર્શન કરાતો કુમાર તીવણ અંકુશ હાથમાં રાખીને હાથીની કંધરા પર ચડી બેઠે. ત્યાર પછી મધુર વાણીથી એવી રીતે સમજાવ્યું કે, જેથી હાથીને શેષ ઓસરી ગયો અને આલાનસ્તંભ સાથે સાંકળથી બાંધી લીધે. (૪૩૦) કુમારનો જય જયકાર શબ્દ ઉછળે કે, ખરેખર કુમાર પરાક્રમને ભંડાર છે, દુઃખ પામેલા જીવોનું રક્ષણ કરવામાં સુંદર મનવાળો છે. તે સમયે તે નગરને અરિદમન રાજા ત્યાં આવી કુમારનું આવું વર્તન જોવા લા, પૂછવા લાગ્યો કે, “આ કેણુ અને કયા રાજાનો પુત્ર છે ?” ત્યાર પછી તેના વૃત્તાન્તને જાણનાર મંત્રીએ હકીક્ત જણાવી. ત્યારે નિધાન-પ્રાપ્તિ કરતાં અધિક આનંદ પામી રાજા પોતાના મહેલમાં લઈ ગયે. સ્નાનાદિક કરાવી, ભોજન કર્યા પછી આઠ કન્યાઓ આપી. શુભ દિવસે કુમાર સાથે ઘણા આડંબરથી કન્યાઓનાં લગ્ન કર્યા. - કેટલાક દિવસો ગયા પછી, તેઓ આનંદથી રહેલા હતા, ત્યારે એક સ્ત્રી કુમાર પાસે આવી એમ કહેવા લાગી કે-“હે કુમાર ! આ જ નગરમાં વિશ્રમણ નામને સાર્થવાહપુત્ર છે, તેની શ્રીમતી નામની સુપુત્રી છે. બાલ્યકાળથી મેં જ તેને પાળી-પોષી મોટી કરી છે. હે સુભગ ! તમે હાથીના ભયથી તે વખતે બચાવી, તે કન્યા તમારા ગૃહિણીભાવને પામવાની અભિલાષાવાળી છે. તે જ સમયે “આ મારા જીવિતદાન આપનાર છે” એ પ્રમાણે અભિલાષવાળી દષ્ટિથી લાંબા કાળ સુધી તમારી તરફ નજર કરી હતી, તે તેના મનની અભિલાષા પૂર્ણ કરો.” હાથીને ભય દૂર થયા પછી મહામુશ્કેલીથી તેને સ્નેહી પરિવાર તેને ઘરે લઈ ગયો. ત્યાં પણ સ્નાનાદિક શરીર-સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy