SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૫ કરતા હતા, ત્યાં બ્રાહ્મણને વેષ ધારણ કરનાર વરધનું ભજન કરવા માટે આવ્યા. તેણે આવીને કહ્યું કે, ભોજન જમાડનારને તમે જઈને કહે કે, “દૂર દેશાવરથી ચારે વેદેને જાણકાર સમગ્ર બ્રાહ્મણોમાં મુગટના રત્નસમાન ભેજન માગે છે. વળી જેના માટે ભોજન કરાવ્યું હોય, તેને ભવાંતરમાં પણ તે ભેજન મળી જાય છે. તમારા પિતાદિક મૃત્યુ પામ્યા હોય, તેમને પણ તેણે કરેલું ભોજન પહોંચી જાય છે. (૪૦૦) ભોજન માટે નક્કી કરેલા પુરુષોએ તે વાત કુમારને જણાવી. એટલે તે બહાર નીકળે અને દેખે છે, તે વરધનુ જણાય. કોઈક અપૂર્વ નેહરસને અનુભવતો કુમાર તેને ભેચ્યો અને મંદિરમાં પ્રવેશ કરાવી સ્નાન કરાવ્યું. ભોજન કર્યા પછી પૂછયું કે, “હે મિત્ર! આટલો કાળ તે ક્યાં પસાર કર્યો? ત્યારે વરધનુએ કહ્યું કે-જંગલની ગાઢ ઝાડીમાં તે રાત્રે તમે સુખેથી સૂઈ ગયા હતા. એક ગીચ ઝાડીમાંથી કઈ એક ચારપુરુષે મારી પાછળ દોડી આવીને મારા દેહમાં તીક્ષણ બાણ માર્યું. તેને ઘાની વેદનાથી મૂચ્છ પામી હું ભૂમિતલમાં પડ્યો. મૂચ્છ ઉતરી અને ભાનમાં આવ્યા એટલે “મારી. વેદનાથી તમને દુઃખ થશે”—એમ વિચારી મારી ઘાયલ અવસ્થાને છુપાવતો તે જ ઝાડીવાળા પ્રદેશમાં રહ્યો. તમારે રથ ત્યાંથી પસાર થયા પછી ધીમે ધીમે હું તે ગામમાં આવ્યો કે, જ્યાં તમે રાત્રે રોકાયા હતા. ગામના માલિકે તમારો વૃત્તાન્ત મને કહ્યો અને વિચિત્ર ઔષધિઓ વડે મારે ઘા રૂઝા. સ્થાને સ્થાને તમારી શેધ કરતો કરતે અહિં આવે. ભજનના બાનાથી તમને મેં અહીં જોયા.” " એક બીજા મિત્રો ક્ષણવાર પણ વિરહ ન ઈચ્છતા શાંતિથી રહેલા હતા, ત્યારે કેઈક સમયે પરસ્પર આ પ્રમાણે મંત્રણું કરી કે-આમ ને આમ આપણે કેટલા કાળ સુધી નિરુદ્યમી બેસી રહેવું? હવે આપણે કઈ પુરુષાર્થ કરવો જોઈએ. આમાંથી નિકળવાને સુંદર ઉપાય મેળવીએ.” એવામાં દરેકને કામ ઉત્પન્ન કરનાર અને ચંદનની. સુગંધવાળે મલયવનને પવન જેમાં સુખ આપે છે, તે વસંત-સમય આવ્યો. નગરના લોકે વિવિધ પ્રકારની વસંત ક્રીડાઓ પ્રવર્તાવવા લાગ્યા. કુબેરની નગરીની વિલાસ ક્રીડાએ ભૂલી જવાય તેવા પ્રકારની ક્રીડાઓ નગરીમાં ચાલતી હતી. અતિ મોટા કુતૂહલવાળા તે બંને કુમારે પણ નગર ઉદ્યાનમાં ગયા. ત્યાં ગીતના શબ્દથી દાનજળ ઝરાવનાર એક હાથી જે. માવતને જમીન ઉપર પટકી પાડી નિરંકુશ બની ચોતરફ ફરતો, કેળના સ્તંભ માફક લોકોની કીડાઓને તોડી નાખત હતો. લોકેની દોડાદેડીમાં કરુણ સ્વરથી વિલાપ કરતી, ભયથી કંપતી એક કુલબાલિકાને હાથીએ પકડી લીધી. જાણે કેમલ બાહુથી બાલ કમલિની ઉખેડાતી હોય, તેમ હાથીની. ભયંકર સૂંઢમાં પકડાયેલી, ભયથી કંપતા અને સમગ્ર દિશામાં આમતેમ જોતા નેત્રવાળી, વીખરાયેલા કેશપાશવાળી, પોતાનું રક્ષણ નહીં દેખતી, મરણુ–સમયની ક્રિયાનું સ્મરણ કરતી, “ઓ મા ! ઓ મા ! આ હાથી–રાક્ષસે મને પકડી છે. જલદી મને છોડાવે અને મારું રક્ષણ કરે. મેં મનમાં કંઈક ચિંતવ્યું અને દેવે કંઈક વિપરીત જ કર્યું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy