SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ]. ઉપદેશપદ-અનુવાદ કહ્યું કે, “તમે પંચાલ દેશના રાજાના કુમારને પતિ તરીકે સ્વીકારે.” તેમણે તરવારની પરીક્ષા કરતાં અજાણપણામાં તમારા ભાઈને મૃત્યુ પમાડ્યો છે.” ત્યારે ભાઈના અસહ્ય શેકથી અટવીના ખાલી પ્રદેશ ભરાઈ જાય તેવા મોટા શબ્દોથી તેઓ રુદન કરવા લાગી. પુષ્પવતીએ અતિ ચતુર વચનથી કેઈ પ્રકારે સમજાવી. તેમ જ નાટ્યમત્તના મુખથી તેણે અમારે વૃત્તાન્ત જાણે હતો કે-“એમને પતિ બ્રહ્મદત્ત થશે.” તેથી તેણે કહ્યું કે, “આ વાતમાં બીજે વિચાર કરશે નહિં અને મુનિનું વચન યાદ કરી બ્રહ્મદત્તને ભર્તાર કરો.” તે વચન સાંભળી અને અનુરાગવાળી બનીને તે વાતને સ્વીકાર કર્યો, પરંતુ તે વખતે ઉતાવળમાં લાલને બદલે પેળી વજા ફરકાવી. ધ્વજાને સંકેત ફરી જવાથી તમે ત્યાંથી બીજે સ્થળે ચાલ્યા ગયા. અમે તમને શોધવા માટે ભૂમિમંડલમાં ફરતી રહેલી તમને ક્યાંય ન જોયા, એટલે ખેદ પામી અહીં આવ્યાં. અણધારી ઉત્તમ સુવર્ણની વૃદ્ધિ થાય તેમ નહિં ધારેલું એવું સુખનિધાન સરખું આપનું દર્શન થયું; હવે પ્રાર્થના કરનારને ક૯૫વૃક્ષ-સમાન હે મહાભાગ! પુછપવતીને વૃત્તાન્ત યાદ કરીને અમારું ઈષ્ટકાર્ય આચર.” નેહાવેગથી પરવશ બનેલા તેણે ઉદ્યાનમાં તેમની સાથે વિવાહ કરીને રાત્રે તેમની સાથે વાસ કર્યો અને પ્રભાત થતાં કહ્યું કે, “જ્યાં સુધી મને રાજ્ય-પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તમારે વિનીત બની પુષ્પવતી પાસે રહેવું.” “આપની આજ્ઞા પ્રમાણે કરીશુ.” એમ કહી તેઓ ચાલી ગઈ. એટલે મહેલ તરફ નજર કરી તે ઘવલગૃહ વગેરે કાંઈ દેખાયું નહિ. કુમારે વિચાર્યું કે, “નક્કી તેઓએ આ સર્વ ઈન્દ્રજાળ સરખી માયા કરી. નહીંતર વિદ્યાધરીઓ કેમ ન દેખાય ?” હવે રત્નાવતીને યાદ કરી તેને શોધવા માટે આશ્રમ તરફ ચાલ્યો, તે તે પણ ન દેખાય. “કેને પૂછું?” એમ વિચારી દિશાનું અવલોકન કરવા લાગે, તે જવાબ દેનાર કેઈ ન હતો, એટલે તેને યાદ કરતો જ ઉભો રહ્યો. એવામાં કલ્યાણ આકૃતિવાળો અને પાકટ વયવાળો એક પુરુષ આવી પહોંચ્યો. તેને પૂછયું કે, “હે મહાભાગ! તમે આટલામાં આજે કે ગઈ કાલે આવા પ્રકારનાં પહેરેલાં કપડાવાળી કઈ ભટકતી બાલા આ અટવીમાં દેખી હતી ખરી ?” તેણે કહ્યું કે, “હે પુત્ર! શું તું તેને ભર્તાર છે?” તે કે હા. મેં બપોર પછી રુદન કરતી બાલાને જોઈ હતી. મેં પૂછ્યું કે, “ક્યાંથી અને કેમ અહિં આવવાનું થયું? કઈ તરફ જવું છે?” ત્યારે ગદગદ સ્વરે તેણે કહ્યું, ત્યારે મેં તેને ઓળખી. મેં તેને કહ્યું કે, હે પુત્રી! તું મારી જ દૌહિત્રી છે. ત્યાર પછી મેં તેના કાકાને વાત કરી, એટલે તે આદરપૂર્વક પોતાના ઘરે લઈ ગયો અને તારી પણ તપાસ કરી, પણ તું ક્યાંય દેખાય નહિં, છતાં અત્યારે મળી ગયે, તે ઠીક થયું.” એમ કહી કુમારને તે સાથેવાહના ઘરે લઈ ગયે. તેની સાથે વિવાહ કર્યો. રત્નાવતીના અવિરત સમાગમમાં રહેવાની ઈચ્છાવાળે કુમાર દિવસ પસાર કરતો હતો. એટલામાં વરધનુના મરણનો દિવસ આવ્યો અને બ્રાહ્મણને જમાડવા માટે ભોજન તૈયાર કરાવ્યું. બ્રાહ્મણે ભજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy