SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૩ ભાઈ હતો. કેઈક સમયે અમારા પિતાજી મહેલની અગાશીમાં અગ્નિશિખી વગેરે વિદ્યાધર મિત્રો સાથે ગોછી-વિનોદ કરતા હતા, તેટલામાં આકાશમાં અષ્ટાપદ ઉપર જિનબિંબને વંદન માટે દેવો અને અસુરોનો સમૂહ મહા આડંબરપૂર્વક જતો હતો. તેને દેખીને વૃદ્ધિ પામતી શ્રદ્ધાવાળા રાજા, મિત્રો અને અમારી સાથે તે પર્વત પર પહોંચ્યા. ઉત્કટ ગંધવાળા સુંદર રીતે ગોઠવેલા અનેક ભ્રમરશ્રેણિથી વ્યાપ્ત એવા કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય વૃક્ષના પુષ્પસમૂહથી જિનેશ્વરનાં બિબોની પૂજા કરી. કપૂર, અગુરુ આદિને સુગંધી ધૂપ ઉખેવીને ચૈત્યવંદન-સ્તવનાદિથી પ્રભુની સ્તવના કરી. ચિત્યગૃહમાંથી બહાર નીકળતાં પ્રત્યક્ષ સમતાના ઢગલા સમાન, અશોકવૃક્ષની નીચે બેઠેલ મદરહિત એવું ચારણ મુનિયુગલ દેખ્યું. તેમને ભક્તિથી પ્રણામ કરીને તે તેમની સન્મુખ બેઠા અને ત્યાર પછી તેમાંના એક શ્રમણસિંહે જલપૂર્ણ મેઘ સરખી ગંભીર વાણીથી ધર્મદેશના શરુ કરી. તેમની સન્મુખ બીજા દેવો, અસુરો અને ખેચરો બેસી દેશના શ્રવણ કરતા હતા. “આ શરીર-કલેવર કેળના પત્ર સરખું કોમલ-અસાર, અનેક રોગોનું ઘર, વિજળી દંડના આડંબર માફક વિષયસુખ નાશ પામવાના સ્વભાવવાળાં છે. જીવિત શરદઋતુનાં વાદળાં સરખું ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું છે. આ જગતમાં જીના નેહ-સંબંધે કિપાકવૃક્ષના ફળની જેમ ભયંકર દુઃખવિપાક આપનારા છે. પ્રચંડ પવનથી ચલાયમાન ઘાસના પત્ર પર રહેલ જળબિન્દુ સમાન લક્ષમી ચંચળ છે. દરેક ક્ષણે લોકે નિર્નિમિત્ત દુઃખ દેખે છે. જેમાં સમગ્ર પુરુષાર્થ કરી શકાય તેવો આ મનુષ્યભવ દુર્લભ છે. આ જીવની ચારે બાજુ નજીકમાં મૃત્યુ ફર્યા કરે છે. સંસાર-ત્યાગ કરવાની ઇચ્છાવાળા કુશલ પુરુષોએ સર્વાદરથી જિનેશ્વરોએ કહેલ શુદ્ધ ધર્મનું સેવન કરવું જોઈએ.” એ પ્રમાણે મુનિવરનાં ધર્મવચનો સાંભળીને નિર્મલ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને જેઓ જ્યાંથી આવ્યા હતા, તેઓ ત્યાં ચાલ્યા ગયા. અમારા પિતાના મિત્ર અગ્નિશિખીએ અવસર મેળવીને પૂછયું કે, “આ બાલાએને ભર્તાર કેણુ થશે?” ભગવંતે કહ્યું કે, “આ બાલાઓના ભાઈને વધ કરનાર તેમનો ભર્તાર થશે.” તે સાંભળીને રાજા શ્યામ મુખવાળો થઈ ગયે. આ અવસરે અમોએ પિતાજીને કહ્યું કે-“હે પિતાજી! આ સંસારને જ્ઞાની ભગવંતોએ આ અસાર જ કહે છે. માટે હવે આવા દુઃખદાયક વિષથી સયું.” પિતાજીએ એ સર્વ વાત અંગીકાર કરી. અમો ભાઈની પ્રીતિને લીધે પિતાનાં શરીરનાં સુખને ત્યાગ કરીને રહેવા લાગી. તેમના માટે અમે ભોજન આદિની સાર-સંભાળ કરતા હતા. દરમ્યાન કેઈક દિવસે ગામ-નગરોથી ભરપૂર પૃથ્વી પર ભ્રમણ કરતા અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતી કન્યાને દેખી. તેનું રૂપ દેખી તેનું મન તેમાં આકર્ષાયું. તેથી તે તેને હરણ કરી લાવ્યું. પરંતુ તેની દષ્ટિને ન સહન કરી શકતો તે વિદ્યાની સાધના કરવા માટે વાંસની જાળમાં પેઠે. તે પછીની હકીકતથી તમે વાકેફ છો. તે સમયે તમારી પાસેથી આવીને અમોને પુષ્પવતીએ મીઠાં વચનોથી આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy